AAP and BTP alliance: ભાજપનો વિજય રથ રોકવા AAP-BTPનું ગઠબંધન, 1 મેએ યોજાશે મહાસંમેલન: છોટુ વસાવા

author img

By

Published : Apr 21, 2022, 1:48 PM IST

AAP and BTP alliance: ભાજપનો વિજય રથ રોકવા AAP-BTPનું ગઠબંધન, 1 મેએ યોજાશે મહાસંમેલન: છોટુ વસાવા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) લઈને AAP અને BTP ગઠબંધન થાય તેવું સામે આવી રહ્યું છે. સુરત જિલ્લાના કામરેજ ખાતે 1 મે ના રોજ AAP અને BTPનું મહા મેલન યોજાશે જેમાં ગઠબંધન (AAP and BTP Alliance) લઈને જાહેરાત સામે આવી શકે છે.

નર્મદા : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી (Gujarat Assembly Election 2022) રહ્યા છે. તો બીજી બાજુ ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે BTPએ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન મુદ્દે એક મહત્ત્વની બેઠક યોજી ત્રીજા મોરચાની તૈયારીઓનો આરંભ કરી દીધો છે. 1 મે ના રોજ ગુજરાતના સ્થાપના દિવસે સુરત જિલ્લાના કામરેજ ખાતે AAP અને BTPનું મહાસંમેલન (General Assembly of AAP and BTP) યોજાશે જેમાં ગઠબંધનની જાહેરાત કરાશે.

AAP-BTPનું ગઠબંધનને લઈને ચર્ચા

આ પણ વાંચો : ગાંધીનગરમાં 'ડેમ હટાવો આદિવાસી બચાવો'ના ચાલુ કાર્યક્રમમાં BTP નેતાએ ચાલતી પકડી

"ભાજપે વોટ લેવા કાવતરું રચ્યું" - BTPના નેતા (BTP Chhotu Vasava) છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, ભાજપે ગુજરાતમાં આટલાં વર્ષો શાસન કર્યું પણ SC, ST, OBC, માયનોરિટીના લોકોને કોઈ લાભ આપ્યા નથી. ભાજપના લોકો સત્તામાં નિષ્ફળ ગયા એટલે લોકોને મનાવવા માટે PM મોદીને ગુજરાતમાં બોલાવી રેલીઓ કરે છે. ભાજપે રામ નવમીના દિવસે ઝઘડા કરાવી એકતરફી વોટ લેવા કાવતરું રચ્યું છે. ભાજપ અનામત, સંવિધાનનો (AAP and BTP Alliance) વિરોધી છે, ખાનગીકરણથી ગરીબો અને મૂળ જાતિના લોકો મરી રહ્યાં છે. અમને આપ પાર્ટીની વિકાસની ફોર્મ્યુલા અને મફત શિક્ષણ-આરોગ્ય-પાણીની યોજનાથી પ્રભાવિત થઈ ગઠબંધન કરવાના છે. દેશમાં ભાજપ કોંગ્રેસની ભઠ્ઠી ગરમ થઈ ગઈ છે.

આ પણ વાંચો : BJP VS AAP Twitter War: AAP દ્વારા વાઘાણી સહિત ભાજપના લોકોને દિલ્હીની સરકારી સ્કૂલ જોવા આમંત્રણ

BTP પાર્ટીને કેજરીવાલ પર ભરોસો - વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ કોંગ્રેસની ભઠ્ઠી ઠંડી પાડવા AAP-BTPનું ગઠબંધન કરી 1 મે ના રોજ મોટું સંમેલન કરવાના છે. ત્યારે BTPના અધ્યક્ષ મહેશ વસાવાએ (BTP Chairman Mahesh Vasava) પણ ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમે નવા ગુજરાત સંકલ્પનું નામ આ આવનારા સંમેલનનું આપવામાં આવશે. AAP સાથે હાલ વાતચીત થઇ રહી છે. કારણ કે, જેમ સગાઈ કરતા પહેલા જેમ છોકરી છોકરાને જોવામાં આવે અને બંને વચ્ચે સગાઈ થયા બાદ લગ્ન નક્કી કરવામાં આવે છે. તેમ હાલ એકબીજાના વિચાર મળે છે કે કેમ એવું જોવામાં આવી રહ્યું છે. કેજરીવાલ પર અમને ભરોસો છે માટે અમે આમ આદમી પાર્ટી જોડે ગઠબંધન કરવા જઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.