ETV Bharat / city

Cabinet reshuffle : ગુજરાતના 3 નવા ચહેરાઓને સ્થાન , રૂપાલા અને માંડવિયાને પ્રમોશનની શક્યતા

author img

By

Published : Jul 7, 2021, 2:31 PM IST

Updated : Jul 7, 2021, 5:04 PM IST

Cabinet reshuffle
ગુજરાતના 3 નવા ચહેરાઓને સ્થાન

નરેન્દ્ર મોદી કેબિનેટનું ( PM Narendra Modi Cabinet ) આજે બુધવાર સાંજે 6 વાગ્યે વિસ્તરણ થનાર છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના સાંસદ પુરષોત્તમ રૂપાલાને ( Parshottam Rupala ) પ્રમોશન મળી શકે છે. અને પીએમ મોદીએ નવું સહકાર મંત્રાલય ઉભું કર્યું છે, જેથી તેનો સ્વતંત્ર પ્રભાર સોંપાય તેવી ધારણા રખાય છે. જ્યારે સુરતના સાંસદ જર્શના જરદોશ , ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરા દિલ્હી પહોંચી ગયા છે. જેથી નરેન્દ્ર મોદી કેબિનેટમાં ( Cabinet reshuffle ) ગુજરાતના ચહેરાઓને પણ સ્થાન મળશે તે નક્કી છે.

  • મોદી કેબિનટનું આજે સાંજે વિસ્તરણ ( Cabinet reshuffle ) નક્કી
  • ગુજરાતના રૂપાલા , માંડવિયાને પ્રમોશનની શક્યતા
  • ગુજરાતમાંથી ત્રણ સાંસદોને કેબિનેટમાં સ્થાન

અમદાવાદ: કેન્દ્રમાં પુરષોત્તમ રૂપાલાએ ( Parshottam Rupala ) હાલ પંચાયતી રાજ, એગ્રીકલ્ચર અને ફાર્મર્સ વેલફેર રાજ્યકક્ષાના પ્રધાન છે. તેમની સારી કામગીરીને જોતાં મોદી કેબિનેટમાં તેમને પ્રમોશન મળી શકે છે. તેમજ પાટીદાર નેતા હોવાને કારણે પણ તેમને વધુ મહત્તવ આપી શકે છે, તેમજ તેઓ મોદીની ગુડ બુકમાં પણ સ્થાન ધરાવે છે. જ્યારે ગુજરાતમાંથી અમુક સાંસદો પણ દિલ્હી પહોંચ્યા છે.

મોદી સરકારે કરી સહકાર મંત્રાલયની રચના

મોદી સરકારે તાજેતરમાં જ સહકાર સે સમૃદ્ધિના વિઝન સાથે સહકાર મંત્રાલયની રચના કરી છે. આ મંત્રાલયનો આશય દેશમાં સહકારી ચળવળને પ્રોત્સાહન આપવાનો છે. હાલના સમયમાં કોઓપરેટિવ આધારિત આર્થિક વિકાસ મોડલ દેશ માટે સુંસગત છે, તેવા સુચનોને આધારે વડાપ્રધાન મોદીએ સહકાર મંત્રાલયની રચના કરી છે. જેથી તેઓ તેમના વિશ્વાસું એવા પુરષોત્તમ રૂપાલાને પ્રમોશન સાથે સહકારપ્રધાન બનાવાય તેવી શકયતાઓ વધુ જોવાઈ રહી છે.

કોઓપરેટિવ ક્ષેત્રમાં ગુજરાત ખૂબ આગળ છે

કોઓપરેટિવ ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ નામના મેળવી છે. અમુલથી શરૂ કરીને ગુજરાતમાં અનેક ડેરીઓ અને બેંકિંગ ક્ષેત્રથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાય ઉદ્યોગો પણ સહકારી ક્ષેત્રનો આધાર લઈને ચાલે છે. તેનાથી પ્રદેશનો વિકાસ થયો છે. નહી નફો નહી નુકસાનની ભાવના સાથે સહકારી ક્ષેત્ર ચાલે છે, જેનાથી અનેક લોકોને રોજગારીનો અવસર પણ મળશે. આ મુહિમ આખા દેશમાં લાગુ કરાય તેવી ગણતરી સાથે પીએમ મોદીએ સહકાર મંત્રાલયની અલગ રચના કરી છે, અને રૂપાલા તેને વધુ સારી રીતે જાણે છે, જેથી સહકાર મંત્રાલયનો સ્વતંત્ર ચાર્જ રૂપાલાને સોંપાય તેવી સંભાવના છે.

પુરષોત્તમ રૂપાલાંએ કર્યું ટ્વીટ...

સહકાર મંત્રાલયની રચના થયા પછી પુરષોત્તમ રૂપાલાએ ( Parshottam Rupala ) ટ્વીટ કરીને પીએમને અભિનંદન આપ્યા હતા, અને સહકાર મંત્રાલયથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને નવી ઓળખ આપશે અને મજબૂતી પ્રદાન કરશે, તેવી વાતનો ઉલ્લેખ કર્યો છે.

  • સહકાર થી સમૃદ્ધિ ના વિઝનને સાકાર કરવા માટે પ્રધાન મંત્રી શ્રી @narendramodi જી દ્વારા ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે જેમાં ભારત સરકારમાં એક નવી મિનિસ્ટ્રીની રચના કરવામાં આવી છે "સહકાર મંત્રાલય". આશા રાખું છું કે આ મંત્રાયલ દ્વારા ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થાને ખુબ જ મજબૂતી મળશે

    — Parshottam Rupala (@PRupala) July 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પાટીદારોની નારાજગી દૂર થઈ શકે છે

બીજી તરફ રૂપાલા પાટીદાર નેતા છે, ગુજરાતમાં પાટીદારોને અન્યાય થઈ રહ્યો છે, અને તેમનું મહત્વ ઓછુ અંકાઈ રહ્યું છે. તેવી છાપ ઉભી થઈ છે, જેથી કેન્દ્રીય સ્તરે રૂપાલાને પ્રમોશન આપીને પાટીદાર નેતા તરીકે તેમને પ્રમોશન અપાઈ શકે, તેવી પણ ગણતરી હોઈ શકે છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેમાં પણ પાટીદાર અગ્રણી નેતા અને સ્વતંત્ર કારભાર સંભાળતા નેતા રૂપાલાનું વજન વધી શકે તેમ છે.

શું કહી રહ્યાં છે રાજકીય તજજ્ઞ...

મોદી કેબિનેટમાં ( cabinet reshuffle ) રૂપાલાને પ્રમોશન મળે તેવી શકયતા છે, કેમ કે ગુજરાતનું પ્રતિનિધિત્વ વધે તેના કરતાં પ્રભુત્વ વધે તે વધુ મહત્વનું છે. ગુજરાતના ત્રણ પ્રધાનો વધુ સારી રીતે કામ કરે તે પણ જરૂરી છે. બીજુ પાટીદાર નેતા તરીકે તેમનું કદ વધે તે પણ જરૂરી છે. કેમ કે પાટીદારો ગુજરાતના ભાજપથી નારાજ થયા છે, અને સીએમ પદની માંગ કરી હતી, જે પછી તમામ જ્ઞાતિના લોકોએ સીએમ અમારો હોવો જોઈએ તેવી માંગ કરી છે. આથી પાટીદાર નેતાને કેન્દ્રમાં મહત્વ અપાય તે પણ જરૂરી છે :રાજકીય તજજ્ઞ નરેશ દવેએ ETV Bharat સાથેની ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું .

ગુજરાતના બીજા નામોની ચર્ચા

આ સિવાય ગુજરાતમાંથી ચૂંટાઈને ગયેલા સાંસદોમાં દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપરાના નામો મોદી કેબિનેટમાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે પીએમ મોદી દર વખતે કંઈક નવું કરવાના હોય છે, જેથી હાલના તબક્કે ચર્ચા અને સંભાવનાઓ પર કયાશ લગાવી શકાય. સાંજે 6 વાગ્યે કેબિનેટનું વિસ્તરણ ( modi cabinet reshuffle ) થાય ત્યારે ખરેખર કયા નામો આવે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

સુરતના સાંસદ દર્શના જરદોશનું નામ પણ ચર્ચામાં

દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પછી કોઈ મહિલા સાંસદે સૌથી વધુ જીત મેળવી હોય તો તે સુરતના સાંસદ દર્શના જરદોશ ( darshana jardosh ) છે. સુરતથી તેઓ ત્રણ ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. તેઓ દક્ષિણ ગુજરાતના પ્રથમ મહિલા સાંસદ છે. પાટીદાર આંદોલન વખતે તેઓએ ભારે વિરોધ વચ્ચે પણ પાર્ટી માટે પ્રચાર પ્રસાર કર્યો હતો. દર્શના જરદોશે સંસદના સભ્ય તરીકે ચૂંટણી 2009 દરમિયાન લોકસભાની સુરત બેઠક પરથી ફરી ચૂંટાયા હતા. તેમણે ઐતિહાસિક જીત મેળવી હતી. પોતાના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી કરતાં 5,33,190 વધુ મતથી જીત મેળવી હતી, જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં ઈન્દિરા ગાંધી પછી કોઇપણ મહિલા સાંસદ દ્વારા મેળવાયેલી લીડથી સૌથી વધુ લીડ મેળવી હતી. 2014ની ચૂંટણી દરમિયાન ચોથા ક્રમની સૌથી વધુ લીડ તેમણે મેળવી હતી. તેમણે 75.79 ટકા મત સાથે જીત મેળવી હતી, જે ચૂંટણી 2014 માટેનો એક વિક્રમ છે.

Last Updated :Jul 7, 2021, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.