ETV Bharat / city

Bribes for government jobs: પૈસા લઈને નોકરીમાં સેટિંગ કરાવતો SC મોરચાનો ઉપાધ્યક્ષ ભાજપમાંથી સસ્પેન્ડ

author img

By

Published : Feb 14, 2022, 7:04 AM IST

રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે. સરકારી નોકરી મળવી લોઢાના ચણા ચાવવા બરાબર છે, ત્યારે ભાજપે અનુ.જનજાતિ મોરચા ઉપધ્યક્ષને (Vice President of State Scheduled Tribes ) સરકારી નોકરી માટે લાંચ (Bribes for government jobs)લેવાના મુદ્દે સસ્પેન્ડ (BJP suspends Jashu Bhil) કરવામાં આવ્યાં છે.

Bribes for government jobs: ભાજપે પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષને કર્યા સસ્પેન્ડ
Bribes for government jobs: ભાજપે પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષને કર્યા સસ્પેન્ડ

અમદાવાદ : રાજ્યમાં વિરોધ પક્ષ દ્વારા સરકાર અને સત્તાધારી પક્ષ ઉપર ભ્રષ્ટાચાર અને વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા કરવાના આક્ષેપો મૂકાયા છે. રવિવારે ભાજપના પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ (Vice President of State Scheduled Tribes ) જશુ ભીલનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક યુવક તેમની પાસેથી 40 હજાર રૂપિયા પરત માંગી રહ્યો છે. આ વીડિયોમાં યુવકે એસ.ટી.નિગમમાં કંડક્ટર તરીકે નોકરી અપાવવા માટે જસુભાઈને વર્ષ 2018માં 40 હજાર રૂપિયા આપ્યા હતા (Bribes for government jobs) તેવો ઘટસ્ફોટ થાય છે.

આ પણ વાંચો: દેશનું સૌથી મોટું કોર્પોરેટ કૌભાંડ: અલગ-અલગ બેન્કોમાંથી 22,842 કરોડની લોન લઈ સત્તાધીશો રફુ ચક્કર

એસ.ટી.નિગમમાં નોકરી માટે લીધા 40 હજાર રૂપિયા

GSRTCની કેટલીય ભરતી થઈ પણ તેને કંડક્ટરની નોકરી ન મળતા તેણે જસુ ભીલ પાસે પૈસા પાછા માંગ્યા હતા. જસુ ભીલે કોરોના કાળ ચાલતો હોવાથી તેમને જ પૈસા પરત મળ્યા નથી તેમ જણાવ્યું હતું અને મીડિયા સમક્ષ જસુભાઈએ જણાવ્યું હતું કે, તે યુવકે બીજાને પૈસા આપ્યા હતા, તે પરત લેવા પોતાની પાસે રજુઆત કરવા આવ્યો હતો.

સી.આર.પાટીલે જસુ ભીલને કર્યા સસ્પેન્ડ

વીડિયો વાયરલ થતાં જ વિરોધ પક્ષો ભાજપ ઉપર ચઢી બેઠા હતા. ભાજપે તાત્કાલિક પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જસુ ભીલને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ (BJP suspends Jashu Bhil) કર્યા છે, તેમ છતાંય જશુભાઈના ફેસબુક પ્રોફાઇલ ઉપર તેમનો જુનો હોદ્દો અકબંધ છે.

આ પણ વાંચો: ગેરકાયદે વિદેશગમન: દિલ્હી અને કલકત્તાથી 15 ગુજરાતીઓને એજન્ટની ચિંગુલમાંથી છોડાવ્યા

જસુ ભીલના પૂર્વ હોદ્દાઓ

જશુ ભીલ વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીના અનુ.જનજાતિ મોરચાના પ્રદેશ ઉપાઅધ્યક્ષના હોદ્દા ઉપર હતા, તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ મહાપ્રધીનના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. તેઓ એસટી નિગમમાં ડિરેક્ટરના પદ ઉપર પણ રહી ચૂક્યા છે. છોટા ઉદેપુરમાં ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. વડોદરા જિલ્લામાં ઉપાધ્યક્ષના પદ પર રહી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.