ETV Bharat / city

ગેરકાયદે વિદેશગમન: દિલ્હી અને કલકત્તાથી 15 ગુજરાતીઓને એજન્ટની ચુંગાલમાંથી છોડાવ્યા

author img

By

Published : Feb 13, 2022, 10:54 PM IST

Updated : Feb 14, 2022, 9:32 AM IST

ગેરકાયદે વિદેશગમન: દિલ્હી અને કલકત્તાથી 15 ગુજરાતીઓને એજન્ટની ચિંગુલમાંથી છોડાવ્યા
ગેરકાયદે વિદેશગમન: દિલ્હી અને કલકત્તાથી 15 ગુજરાતીઓને એજન્ટની ચિંગુલમાંથી છોડાવ્યા

15 લોકો ગેરકાયદેસર વિદેશ (Illegal Foreign Tour) જવા માટે તૈયાર હતા, એજન્ટનો સંપર્ક પણ કરવામાં આવ્યો અને એજન્ટોએ તેઓને ટુકડે-ટુકડે દિલ્હી અને કલકત્તા લઈ ગયા હતા. તેમને ગોંધી રાખીને પરિવારજનો પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગી હોવાનું ગાંધીનગર પોલીસે ઝડપી પાડ્યું છે.

ગાંધીનગર: ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વિદેશ (Illegal Foreign Tour) જવાનું બિજ ધીમે-ધીમે હવે સામે આવી રહ્યો છે. ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક જ પરિવારના ચાર વ્યક્તિનું કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ (America Illegal Entry) દરમ્યાન જ બોર્ડર પર મૃત્યુ થયું હતું, તેને હજી એક મહિનો પણ પૂર્ણ થયો નથી ત્યારે આવી જ બીજી એક ઘટના સામે આવી છે. જેમાં 15 લોકો ગેરકાયદેસર વિદેશ જવા માટે તૈયાર હતા, એજન્ટનો સંપર્ક પણ કરવામાં આવ્યો અને એજન્ટોએ તેઓને ટુકડે-ટુકડે દિલ્હી અને કલકત્તા લઈ ગયા હતા. તેમને ગોંધી રાખીને પરિવારજનો પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગી હોવાનું ગાંધીનગર પોલીસે ઝડપી પાડ્યું છે.

ગેરકાયદે વિદેશગમન: દિલ્હી અને કલકત્તાથી 15 ગુજરાતીઓને એજન્ટની ચિંગુલમાંથી છોડાવ્યા

સીએમ ભુપેન્દ્ર પટેલે આપી પોલીસને માહિતી

સમગ્ર ઘટના બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM bhupendra patel on Illegal Foreign Tour) આ બાબતની જાણ ગાંધીનગર પોલીસને કરી હતી અને ગાંધીનગર પોલીસે તાત્કાલિક ધોરણે સમગ્ર તપાસ હાથ ધરી હતી. જેમાં મળતી માહિતી પ્રમાણે તેઓ પ્રથમ દિલ્હી બેટી મોકલી હતી અને ત્યાં દિલ્હી પોલીસની મદદ લઈને એક પતિ પત્નીને ખવડાવ્યા હતા અને પતિ-પત્નીના નિવેદન બાદ વધુ લોકો હજુ પણ એજન્ટોની કેડમાં હોવાનું સામે આવ્યું હતું અને આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હોવાની નિવેદન ગાંધીનગર જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ આપ્યું હતું.

કરોડો રૂપિયાની માંગવામાં આવી હતી ખંડણી

ગાંધીનગર પોલીસ વડા મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે વિદેશ જવાની લાલચ આપવામાં આવી હતી અને તેઓને ગુજરાતમાંથી સૌપ્રથમ મુંબઇ લઇ ગયા. મુંબઈથી તેઓને કલકત્તા લઈ ગયા અને કલકત્તાથી પરિવારજનો ઉપર ખંડણીના ફોન આવવાના શરૂ થયા હતા. પરિવારજનો પોતાના વ્યક્તિઓને બચાવવા માટે કંઇ પણ આપતા હતા, ત્યારબાદ કલકત્તાથી 15 જણાને દિલ્હી લઇ જવાયા હતા. દિલ્હીમાં પણ અન્ય એજન્ટો દ્વારા ખંડણીની રકમ માંગવામાં આવી હતી. આમ કુલ 15 જણાને ગાંધીનગર પોલીસ દ્વારા દિલ્હીથી એજન્ટોની ચુંગલમાંથી છોડવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં એજન્ટોએ કુલ 3 કરોડ 5 લાખ 74 હજારની ખંડણી વસુલ કરી છે.

આ પણ વાંચો: દેશનું સૌથી મોટું કોર્પોરેટ કૌભાંડ: અલગ-અલગ બેન્કોમાંથી 22,842 કરોડની લોન લઈ સત્તાધીશો રફુ ચક્કર

અમદાવાદના એજન્ટની તપાસ શરૂ

ગાંધીનગર પોલીસ દ્વારા અત્યારે અમદાવાદના એજન્ટ રાજેશ પટેલની તથા સુનીલ સંતોષ અને કમલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ બાબતે અન્ય એક એજન્ટ કે જે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહે છે, જે રમેશભાઈ સોમાભાઇ પટેલ તેઓ પણ આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા હોય તેવું લાગી રહ્યું છે. જેથી પોલીસે શંકાના આધારે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા રમેશ પટેલની પણ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો: ક્રિપ્ટોકરન્સી: નાણાપ્રધાને કહ્યું, ટેક્સ લેવાનો સરકારનો અધિકાર

પરિવારજનોને આપવામાં આવતી હતી ખોટી માહિતી

ગાંધીનગર પોલીસ દ્વારા 15 લોકો કે જેઓ ગેરકાયદેસર રીતે વિદેશ જવા માંગતા હતા. તેઓને દિલ્હીથી એજન્ટોની ચુંગલમાંથી છુટકારો અપાવ્યો છે, ત્યારે ગાંધીનગર આવતાની સાથે જ તમામ લોકોની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેમને નવેમ્બર માસથી કેનેડા જવા માટે પોતાના નિવાસસ્થાનેથી નીકળી ગયા હતા, અને ત્યારબાદ એજન્ટોએ તેમને દિલ્હી મુંબઈ અને કલકત્તા લઈ જઈને ગોંધી રાખ્યા હતા. જ્યારે એજન્ટ તરીકે સુનિલભાઈ સંતોષ હોય અને કમલ સિંઘાનિયા નામના માણસોએ ભેગા મળીને ગેરકાયદેસર રીતે ગોંધી રાખેલા અને અમાનવીય ત્રાસ પણ ગુજરાતા હતા.

Last Updated :Feb 14, 2022, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.