ETV Bharat / city

અમદાવાદ પોલીસે ઓઢવ અને વસ્ત્રાપુરમાં લૂંટના આરોપીઓની ધરપકડ કરી

author img

By

Published : Nov 8, 2020, 4:51 PM IST

તહેવાર આવતા અમદાવાદની પોલીસ પણ એલર્ટ થઈ છે. જેની સાબિતી શહેરમાં તાજેતરમાં બનેલા 2 અલગ અલગ લૂંટના ગુનાના ભેદ ઉકેલવાથી થાય છે. બંને ગુનાના આરોપીઓની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે.

Ahmedabad police arrested the accused in Odhav and Vastrapur robberies
http://10.10.50.85:6060//finalout4/gujarat-nle/thumbnail/08-November-2020/9475458_368_9475458_1604826333049.png

  • પોલીસે લૂંટના 2 અલગ અલગ ગુનાના ઉકેલ્યા ભેદ
  • ઓઢવ અને વસ્ત્રાપુરમાં થયેલી લૂંટના આરોપીની ધરપપકડ
  • ગણતરીના કલાકોમાં જ આરોપીઓ પોલીસના સકંજામાં

    અમદાવાદ: તહેવાર આવતા અમદાવાદની પોલીસ પણ એલર્ટ થઈ છે. જેની સાબિતી શહેરમાં તાજેતરમાં બનેલા 2 અલગ અલગ લૂંટના ગુનાના ભેદ ઉકેલવાથી થાય છે. બંને ગુનાના આરોપીઓની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે.
    Ahmedabad police arrested the accused in Odhav and Vastrapur robberies
    અમદાવાદ પોલીસે ઓઢવ અને વસ્ત્રાપુરમાં લુંટના આરોપીઓની ધરપકડ કરી


    ઓઢવમાં બાઈક પર આવેલા ઈસમોએ કરી હતી ચીલ ઝડપ

    ઓઢવ વિસ્તારમાં આવેલા બિલેશ્વર એસ્ટેટમાં ફેકટરી ધરાવતા રાકેશ તિવારી આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન વિરાટનગર પાસે બાઈક પર આવેલા બે શખ્સોએ રૂપિયા ભરેલી બેગ છીનવીને ફરાર થઈ ગયા હતા. જોકે, સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આસપાસના પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી. આ મામલે આસપાસના પોલીસ સ્ટેશનમાં પણ એલર્ટ જોવા મળ્યુ હતુ. તો નરોડા પોલીસે જ આરોપીને લુટની રકમ સાથે ઝડપી પાડયો હતો.

    બસ સ્ટેશન સુધી મૂકી જવાનું કહીને વસ્ત્રાપુરમાં થઈ હતી લૂંટ

    શુક્રવારે બપોરના સમયે શહેરના વસ્ત્રાપુરમાં સુરત જવાની બસ ક્યાંથી મળશે તેમ કહી, બસ સ્ટેન્ડ સુધી મૂકી જવાનું કહીને ચાર આરોપીઓએ એક યુવાનને રિક્ષામાં બેસાડ્યો હતો. ત્યાર બાદ યુવકને લૂંટ્યો હતો. જે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી, તેમજ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડયા છે.


    દિવાળી આવતા જ પોલીસ પણ હવે એલર્ટ થઈ છે, તેના પરિણામે જ આ પ્રકારે લૂંટના ગુનાના આરોપીઓને ઝડપી પાડયા છે. આ પ્રકારે જ પોલીસ એક્ટિવ રહેશે. તો જ અમદાવાદમાં ગુનાનો ગ્રાફ નીચો જશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.