ETV Bharat / city

કૃષિપ્રધાન આર.સી. ફળદુએ અમદાવાદમાં ફળ મહોત્સવનો શુભારંભ કર્યો

author img

By

Published : Sep 2, 2021, 7:32 PM IST

ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે-સાથે આજે આધુનિક ખેતી કરતા થાય તે ઉદ્દેશથી રાજ્ય સરકાર ફળ મહોત્સવનું આયોજન કરે છે. આજે અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે કૃષિપ્રધાન આર.સી.ફળદુ દ્વારા ફળ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે 05 દિવસ ચાલશે.

કૃષિપ્રધાન આર.સી. ફળદુએ અમદાવાદમાં ફળ મહોત્સવનો શુભારંભ કર્યો
કૃષિપ્રધાન આર.સી. ફળદુએ અમદાવાદમાં ફળ મહોત્સવનો શુભારંભ કર્યો

  • સરકાર પ્રાકૃતિક ખેતીને આપી રહી છે પ્રોત્સાહન
  • 2005માં થયો હતો કૃષિમેળાનો પ્રારંભ
  • આજે ગુજરાતમાં 250 જેટલી APMC

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન 2005માં કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી. રાજ્યના ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે-સાથે આજે આધુનિક ખેતી કરતા થયા છે. રાજ્યમાં ફ્રુટમાં પણ છેલ્લા 2 વર્ષમાં અસરકારક ઉત્પાદન જોવા મળ્યું છે. આ પ્રયાસોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર ફળ મહોત્સવનું આયોજન કરે છે. આજે અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે કૃષિપ્રધાન આર.સી.ફળદુ દ્વારા ફળ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે 05 દિવસ ચાલશે.

2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય

2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર
2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર

સરકારે વર્ષ 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યના ખેડૂતો પરંપરાગત ખેતી, પ્રાકૃતિક ખેતી, બાગાયતી ખેતી ક્ષેત્રે પણ વધુને વધુ ઉત્પાદન વધારે તે માટે સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. રાજ્યના ખેડૂતોની ખેતપેદાશોને પણ યોગ્ય ભાવ મળે તે માટે રાજ્યમાં 250થી વધુ એ.પી.એમ.સી. કાર્યરત કરવામાં આવી છે. આજે સરકારી એ.પી.એમ.સી.ની સાથે સાથે ખાનગી એ.પી.એમ.સી. પણ કાર્યરત છે.

દર વર્ષે કેરી ઉત્સવ ઉજવાય છે

રાજ્યમાં ફ્રુટમાં પણ છેલ્લા 2 વર્ષમાં અસરકારક ઉત્પાદન જોવા મળ્યું
રાજ્યમાં ફ્રુટમાં પણ છેલ્લા 2 વર્ષમાં અસરકારક ઉત્પાદન જોવા મળ્યું

રાજ્યમાં દર વર્ષે મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેના પગલે રાજ્યના બાગાયત ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતોને આકર્ષવાનો અને નાગરિકોમાં પણ કેરીની ગુણવત્તા તેની ઉપયોગીતાને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આ દિશામાં આગળ વધીને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કમલમ ફ્રુટ ફેસ્ટીવલનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

40થી 45 ખેડૂતોએ સ્ટોલ કર્યા

ફળોના વેચાણ માટે રાજ્યના 45 જેટલા ખેડૂતો 23 સ્ટોલમાં પોતાના ઉત્પાદનો લઈને આવ્યા
ફળોના વેચાણ માટે રાજ્યના 45 જેટલા ખેડૂતો 23 સ્ટોલમાં પોતાના ઉત્પાદનો લઈને આવ્યા

ઉલ્લેખનીય છે કે, આ ફળ મહોત્સવમાં વિવિધ ફળોના વેચાણ માટે રાજ્યના 45 જેટલા ખેડૂતો 23 સ્ટોલમાં પોતાના ઉત્પાદનો લઈને આવ્યા છે. જેમાં કમલમ ઉપરાંત જામફળ, પપૈયા, એક્સપોર્ટ ક્વોલિટી કેળા, એક્ઝોટીક શાકભાજી અને મશરૂમ તેમજ ડિહાઈડ્રેટેડ પ્રોડક્ટસ તથા પ્રાકૃતિક ખેતીની પેદાશોનું પણ વેચાણ કરવામાં આવશે. ગ્રાહકોને સીધા વેચાણથી ખેડૂતોને લાભ થશે અને લોકોને સ્વાસ્થ્યવર્ધક ફળો મળશે.

ગાય ઉછેરને પ્રોત્સાહન

ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે આશરે 1.05 લાખ ખેડૂતોને દેશી ગાયના ઉછેર માટે તાલીમ અને ટેકો આપ્યો છે. લગભગ 1.41 લાખ એકર વાવેતરને નીચા બજેટની કુદરતી ખેતી પદ્ધતિમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. રાજ્યમાં બંસી ઘઉં, શાકભાજી, ચોખાની વિવિધ જાતો, મગફળી, શેરડીનું ઉત્પાદન કુદરતી રીતે થઈ રહ્યું છે.

વધુ વાંચો: ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય, શેરડીના ભાવને લઈને મોદી સરકારની જાહેરાત

વધુ વાંચો: ડ્રેગન ફ્રૂટની ખેતી માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને સહાય આપવાનો પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.