ETV Bharat / city

અઠવાડિયા પછી અમદાવાદ ફરી એક વાર થયું પાણીપાણી, આ વિસ્તારમાં વરસાદ શરૂ

author img

By

Published : Jul 19, 2022, 12:36 PM IST

Updated : Jul 19, 2022, 1:09 PM IST

અમદાવાદમાં અઠવાડિયાના વિરામ બાદ વરસાદ પડી (Heavy Rain in Ahmedabad) રહ્યો છે. અહીં સવારે 10 વાગ્યા પછી વરસાદની શરૂઆત થતાં વાહનચાલકો સહિત નોકરીએ જતાં લોકો પણ હેરાન થઈ ગયા હતા. તો શહેરમાં ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે તે અંગે જોઈએ આ અહેવાલ.

અઠવાડિયા પછી અમદાવાદ ફરી એક વાર થયું પાણીપાણી, આ વિસ્તારમાં વરસાદ શરૂ
અઠવાડિયા પછી અમદાવાદ ફરી એક વાર થયું પાણીપાણી, આ વિસ્તારમાં વરસાદ શરૂ

અમદાવાદઃ શહેરમાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આખરે એક અઠવાડિયા પછી મેઘરાજાનું અમદાવાદમાં આગમન થયું છે. અહીં મોટા ભાગના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના કાલુપુર, શાહપુર, પાલડી, એલિસબ્રિજ, ગોતા, ચાંદલોડિયા, ન્યૂ રાણીપ, ઘાટલોડિયા, સોલા, એસ. જી. હાઈવે, કાંકરિયા, નરોડા, ખોખરા સહિતના વિસ્તારોમાં (Heavy Rain amongst various areas of Ahmedabad) વરસાદ પડી રહ્યો છે. તો પૂર્વ વિસ્તારમાં વરસાદનું જોર વધી રહ્યું છે.

અઠવાડિયા પછી અમદાવાદ ફરી એક વાર થયું પાણીપાણી

હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની રિ- એન્ટ્રી- શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ (Cloudy weather in Ahmedabad) હોવાથી ચારે તરફ ઠંડક પ્રસરી છે. જોકે, ત્યારબાદ સવારે 10 વાગ્યા પછી વરસાદ શરૂ થયો છે. તો હજી પણ અનેક જગ્યાએ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ 19 અને 20 જુલાઈ સુધી અમદાવાદમાં વરસાદની આગાહી (Rain Forecast in Ahmedabad) કરી છે.

Last Updated :Jul 19, 2022, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.