ETV Bharat / business

Stock Market Closing Bell : નિફ્ટી ઓલટાઈમ હાઈ 20,000 પર બંધ, સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળીને 67,127.08 પર બંધ થયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 4:45 PM IST

એચડીએફસી સિક્યુરિટીઝના એમડી એન્ડ સીઈઓ ધીરજ રેલી જણાવે છે કે જુલાઈ 2023ના પ્રથમ પ્રયત્ન બાદ આજે બીજા પ્રયત્નમાં નિફટી ઈન્ડેક્સે સીમાચિન્હ રૂપ 20000નો હાઈ પાર કરી લીધો છે. આજે નિફ્ટીએ તેની ઐતિહાસિક સ્તર પ્રાપ્ત કર્યું છે.

આજે નિફ્ટી ઈન્ડેક્સે ઐતિહાસિક સપાટી 20000 પાર કરી
આજે નિફ્ટી ઈન્ડેક્સે ઐતિહાસિક સપાટી 20000 પાર કરી

મુંબઈઃ આજે સપ્તાહના પ્રથમ દિવસે રોકાણકારોમાં હાશકારો થયો છે કારણ કે શેરબજાર વધારા સાથે બંધ થયું છે. સેન્સેક્સ 528.17 પોઈન્ટ વધીને 67,127.08 પર અને નિફટી 180.40 પોઈન્ટ વધીને 20,000.40 પર બંધ રહ્યો છે. આજે આખા દિવસના વેપાર બાદ બંને ઈન્ડેક્સમાં ગ્રીનઝોનમાં પ્લસ પોઈન્ટ સાથે બંધ થયા છે. આજે સેન્સેક્સ 65,831.70 અને નિફ્ટી 19,587ના હાઈ સુધી પહોંચ્યા હતા.

નવી ઊંચાઈઃ મિડકેપ અને સ્મોલકેપમાં પણ નવી ઊંચાઈ જોવા મળી છે. જેમાં એનએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.14 ટકા વધારા સાથે 41,446 પર જ્યારે એનએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 1.28 ટકા વધારા સાથે 12,976 પર બંધ થયો છે.

મિડકેપ શેરઃ આજે બેન્ક ઓફ ઈન્ડિયા, અદાણી પાવર, જેએસડબલ્યુ એનર્જી, એસજેવીએન જેવા મિડકેપ શેરમાં 6.42થી 20 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે 3એમ ઈન્ડિયા, કેસ્ટ્રોલ, બેયર કોર્પ સાયન્સ, બીએચઈએલ અને નેટકો ફાર્મા જેવા મિડકેપ શેરમાં 1.26થી 7.87ટકાનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરઃ આજે આઈટીઆઈ,ઈરિકોન ઈન્ટરનેશનલ, રેલ વિકાસ, પીડીએસ, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝમાં 12થી 20 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે કોફી ડે, બોમ્બે ડાઈંગ, હેરિટેજ ફૂડ્સ,હિમાદ્રી સ્પેશિયલ,સુર્યા રોશની જેવા સ્મોલકેપ શેરમાં 6.15થી 14.83 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

પ્રોફિટેબલ મૂવમેન્ટઃ આજે ફાયનાન્શિયલ સર્વિસ, ઓટો સેક્ટર, બેન્કિંગ સેક્ટર, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક, આઈટી, મેટલ, ફાર્મા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ શેરમાં વધુ પ્રોફિટેબલ મૂવમેન્ટ જોવા મળી છે.

ટોપ ગેઈનર શેર: BSE સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા એટલે કે ટોપ ગેઈનર શેરમાં પાવર ગ્રીડ કોર્પ-264.40 (2.18 %), એક્સિસ બેન્ક-1,003.85 (1.99 %), મારુતિ સુઝુકી-10,534.90(1.49 %), એચસીએલ ટેક-1,280.95 (1.49 %) અને એસબીઆઈ-591.55(1.39 %)નો સમાવેશ થાય છે.

ટોપ લૂઝર શેર: સૌથી વધુ ગગડેલા એટલે કે ટોપ લૂઝર શેરમાં લારસન-2,894.05 (0.27%), બજાજ ફાયનાન્સ -7,365.20 (-0.22%)નો સમાવેશ થાય છે.

એએમએફઆઈનો રિપોર્ટઃ આજે એસોસિયેશન ઓફ મ્યૂચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એએમએફઆઈ) મુજબ સ્મોલ કેપમાં ભારે માંગને પરિણામે ઓગસ્ટમાં ઈક્વિટી મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ 165 ટકા વધીને 20,245 કરોડ રૂપિયા રહ્યું છે. ઈક્વિટી ફંડમાં નેટ ઈન્વેસ્ટમેન્ટ ઓગસ્ટમાં સતત 30મા મહિને પોઝિટિવ ઝોનમાં રહ્યા છે. સિપ દ્વારા થતું રોકાણ ઓગસ્ટમાં 15,814 કરોડના નવા ઓલટાઈમ હાઈ પર પહોંચ્યું છે.

  1. Nifty breaches 20K for first time
  2. Stock Market Opening: ઉછાળા સાથે ખુલ્યું શેર માર્કેટ, સેન્સેક્સ 66,800ને પાર અને નિફ્ટી 20 હજારની નજીક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.