ETV Bharat / business

Stock Market India શેરબજારની મંગળ શરૂઆત

author img

By

Published : Sep 6, 2022, 9:28 AM IST

સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે સેન્સેક્સ 244.83 પોઈન્ટ અને નિફ્ટી 81.10 પોઈન્ટના સ્તર પર જોવા મળી રહ્યો છે. Stock Market India, National Stock Exchange News, Bombay Stock Exchange News.

Stock Market India શેરબજારની મંગળ શરૂઆત
Stock Market India શેરબજારની મંગળ શરૂઆત

અમદાવાદ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ઉછાળા સાથે થઈ છે. આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 244.83 પોઈન્ટ (0.41 ટકા)ના વધારા સાથે 59,490.81ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 81.10 પોઈન્ટ (0.46 ટકા)ના ઉછાળા સાથે 17,737.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ સ્ટોક્સથી જોરદાર કમાણીની શક્યતા એચજી ઈન્ફ્રા એન્જિનિયરિંગ (HG Infra Engineering), વેલ્સપન કોર્પ (Welspun Corp), કર્ણાટક બેન્ક (Karnataka Bank), દિલ્હીવેરી (Delhivery), માર્કસન્સ ફાર્મા (Marksans Pharma), નારાયણ હ્રદયાલય (Narayana Hrudayalaya), ડીસીડ્લ્યૂ (DCW), એપોલો માઈક્રો સિસ્ટમ્સ (Apollo Micro Systems), ડ્રીમફોક્સ સર્વિસીઝ (Dreamfolks Services), કોમર્શિયલ સિન બેગ્સ (Commercial Syn Bags).

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 28 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.02 ટકાના વધારા સાથે 27,624.96ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.19 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.17 ટકાના ઉછાળા સાથે 14,685.79ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. બીજી તરફ હેંગસેંગ 0.05 ટકાના ઘટાડા સાથે 19,216.19ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સાથે જ કોસ્પીમાં 0.12 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.67 ટકાના વધારા સાથે 3,221.21ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.