ETV Bharat / business

Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં તેજી

author img

By

Published : Sep 9, 2022, 10:04 AM IST

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સેન્સેક્સ 324.25 પોઈન્ટ અને નિફ્ટી 124.60 પોઈન્ટની તેજી સાથે વેપાર કરી રહ્યો છે. Bombay Stock Exchange News, National Stock Exchange New, Stock Market India.

Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં તેજી
Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં તેજી

અમદાવાદ વૈશ્વિક શેરબજાર તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 324.25 પોઈન્ટ (0.54 ટકા)ના વધારા સાથે 60,012.47ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 124.60 પોઈન્ટ (0.70 ટકા)ની તેજી સાથે 17,923.80ના સ્તર પર વેપાર કરી (Stock Market India latest news) રહ્યો છે.

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં સંવર્ધન મધરસન (Samvardhana Motherson), પીએનસી ઈન્ફ્રાટેક (PNC Infratech), અંબુજા સિમેન્ટ (Ambuja Cement), અલ્કમ લેબ (Alkem Lab), ઈન્ટરગ્લોબ એવિએશન (Interglobe Aviation), સેન્ચ્યુરી એન્કા (Century Enka), કાવેરી સીડ (Kaveri Seed).ત

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન શેરબજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 101.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.40 ટકાના વધારા સાથે 28,178.70ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.85 ટકાનો ઉછાળો આવ્યો છે. બીજી તરફ તાઈવાનનું બજાર 1.20 ટકાના વધારા સાથે 14,583.42ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 2.23 ટકાના વધારા સાથે 19,274.14ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સાથે જ કોસ્પીમાં 0.33 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.82 ટકાના વધારા સાથે 3,261.99ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.