ETV Bharat / business

Stock Market India શેરબજારમાં પહેલા દિવસે સામાન્ય તેજી

author img

By

Published : Sep 5, 2022, 9:41 AM IST

સપ્તાહના પહેલા દિવસે આજે ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું છે. સેન્સેક્સ 191.44 પોઈન્ટ અને નિફ્ટી 53.70 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો છે. Bombay Stock Exchange News, National Stock Exchange News, Stock Market India.

Stock Market India શેરબજારમાં પહેલા દિવસે સામાન્ય તેજી
Stock Market India શેરબજારમાં પહેલા દિવસે સામાન્ય તેજી

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Stock Market India) સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.24 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 191.44 (Bombay Stock Exchange News) પોઈન્ટ (0.33 ટકા)ના વધારા સાથે 58,994.77ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 53.70 પોઈન્ટ (0.31 ટકા)ના ઉછાળા સાથે 17,593.15ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. આજે સેન્સેક્સ 59,000 અને નિફ્ટી 18,000ની સપાટી પાર કરે તેવી શક્યતા છે.

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 28 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.14 ટકાના ઘટાડા સાથે 27,610.75ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.33 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.09 ટકાના ઘટાડા સાથે 14,659.95ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો હેંગસેંગ 1.87 ટકા તૂટીને 19,088.64ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.10 ટકાના સામાન્ય ઘટાડા સાથે 3,183.41ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં સ્પાઈસજેટ લિમિટેડ (Spicejet Ltd), વોડાફોન આઈડિઆ (Vodafone Idea), એચએફસીએલ (HFCL), એસીસી (ACC), એલેક્ટ્રા ગ્રિનટેક (Olectra Greentech), હિન્દુસ્તાન ઝિન્ક (Hindustan Zinc), જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર (GMR Infrastructure).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.