ETV Bharat / business

Share Market Closing Bell : શેરબજારમાં ધમાકેદાર તેજી, Sensex-Nifty ઐતિહાસિક સ્તરે બંધ થયા

author img

By

Published : Jul 20, 2023, 5:42 PM IST

છેલ્લા ચાર દિવસથી એક પછી એક રેકોર્ડ બનાવ્યા બાદ આજે ફરી શેરબજારમાં નવા રેકોર્ડ બન્યા હતા. સતત પાંચમાં દિવસે પણ શેરબજારમાં તેજી સાથે Sensex-Nifty ઐતિહાસિક સ્તરે બંધ થયા છે. BSE Sensex 474.46 વધી 67,571.90 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે NSE Nifty Index 146 પોઈન્ટ ઉપર જઈને 19,979.15 બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે સેન્સેક્સ, નિફ્ટી અને બેન્ક નિફ્ટીએ ઈન્ટ્રા ડેમાં નવી લાઈફ હાઈ બનાવી છે.

શેરબજારમાં ધમાકેદાર તેજી, Sensex-Nifty ઐતિહાસિક સ્તરે બંધ થયા
શેરબજારમાં ધમાકેદાર તેજી, Sensex-Nifty ઐતિહાસિક સ્તરે બંધ થયાc

મુંબઈ : છેલ્લા પાંચ દિવસથી શેરબજાર દરરોજ નવી ઐતિહાસિક હાઈ બનાવી રહ્યું છે. FII ની લોકલ માર્કેટમાં રુચિ અને ડોલર સામે ભારતીય રુપીયાની વધતી કિંમત સ્ટોકના ભાવમાં સતત વધારો કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપ સતત પાંચમાં દિવસે પણ શેરમાર્કેટ ઐતિહાસિક સ્તરે બંધ થયું છે.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ : BSE Sensex ગઈકાલે 67,097.44 બંધની સામે આજે સવારે 67,074.34 સાથે ખુલ્યું હતું. ત્યારે બજારની સ્થિતિ સ્થિર લાગી રહી હતી. પરંતુ ટ્રેડિંગ સેશનને અંતે 474.46 (0.71 ટકા) ઉછાળા સાથે 67,571.90 પોઈન્ટ પર બંધ થયો હતો. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન ડાઉન 66,831.38 થઈ અને ત્યાંથી નવી લેવાલી નીકળતાં 67,619.17ની નવી હાઈ બનાવી હતી.

NSE નિફ્ટી ઇન્ડેક્સ : નેશનલ સ્ટોક એક્સચેન્જનો Nifty Index ગઈકાલના 19,833.15 બંધની સામે આજે સવારે 19,831.70 ખુલ્યો હતો. NSE Nifty Index આજે સૌથી ડાઉન 19,758.40 થયો હતો. ત્યાંથી ફરી ઝડપથી બાઉન્સ થઈ 19,991.85ની નવી હાઈ બનાવી હતી. જોકે, ટ્રેડિંગ સેશનને અંતે 19,979.15 બંધ થયો હતો. જે 146.00 નો (0.74% ) ઉછાળો દર્શાવે છે.

કોણ કેટલા પાણીમાં ? સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં પોલિકેબ (9.48 %), HDFC AMC (4.65 %), આરબીએલ બેંક(3.07 %), Aurobindo Pharma (2.86 %) અને ગ્લેનમાર્ક (2.85 %)નો સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં રિલાયન્સ (7.81 %), ABB India (6.44 %), શ્રી સિમેન્ટ્સ(2.58 %), જે.કે. સિમેન્ટ(2.15 %) અને ICICI Prudentia (2.09 %)નો સમાવેશ થાય છે.

સ્ટોકની સરેરાશ : બેન્કિંગ, ફાર્મા અને એફએમસીજી શેરોમાં બજારની રેકોર્ડ બ્રેકિંગ તેજી જોવા મળી હતી. ITC, કોટક બેન્ક, ICICI બેન્કના શેર નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. જ્યારે ઇન્ફોસિસ 2 ટકા સુધી તૂટ્યો હતો. અગાઉ ચાર દિવસથી ભારતીય શેરબજાર રેકોર્ડ ઊંચાઈએ બંધ થયું હતું.

તેજીના કારણ : સતત પાંચ દિવસથી શેરબજારમાં ભારે તેજી છે. ત્યારે આવા ધમાકેદાર પ્રદર્શનનું મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં ભારતીય રુપીયાની મજબૂત બનતી સ્થિતિ હોઈ શકે છે. આ ઉપરાંત શેરબજારમાં તેજીના કારણોમાં વિશ્વભરના બજારોમાંથી આવતા મજબૂત સંકેતો જેમ કે, FII નો સ્થાનિક બજારમાં રુચી અને વિશ્વાસ છે. હેવીવેઇટ સ્ટોક્સની ખરીદી પણ શેરમાર્કેટની મોજુદા સ્થિતિને અસર કરે છે.

  1. Share Market Update: ચાર દિવસ ભારે ઉછાળા બાદ બજારની શરુઆત હવે સ્થિર, ક્રુડને અસર
  2. Petrol Diesel Price : ગત અઠવાડિયામાં તેજી બાદ મહાનગરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં નજીવો ફેરફાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.