ETV Bharat / business

Petrol Diesel Price : ગત અઠવાડિયામાં તેજી બાદ મહાનગરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં નજીવો ફેરફાર

author img

By

Published : Jul 20, 2023, 11:45 AM IST

Updated : Jul 20, 2023, 1:41 PM IST

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. અઠવાડીયાની શરુઆતથી જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ફેરફાર નોંધાયો હતો. ત્યારે અમદાવાદ અને વડોદરામાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવમાં નજીવો વધારો અને સુરત અને ગાંધીનગરમાં ઘટાડો થયો છે. રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી હતી. ત્યારે કયા શહેરમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે, આવો જાણીએ...

મહાનગરના પેટ્રોલ-ડીઝલની ફરી ઉતાર ચડાવ
મહાનગરના પેટ્રોલ-ડીઝલની ફરી ઉતાર ચડાવ

ગાંધીનગર : ગુજરાતભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. ક્રુડ માર્કેટમાં છેલ્લા અઠવાડિયામાં તેજી જોવા મળી હતી. ત્યારે રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે, આવો જાણીએ.

ગાંધીનગરના ભાવ : તારીખ 20 જુલાઈ ગુરુવારના રોજ ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.63 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.38 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.01 પૈસાનો ઘટાડો થયો છે.

અમદાવાદના ભાવ : તારીખ 20 જુલાઈ ગુરુવારના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 96.51 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.25 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.09 અને 0.08 પૈસાનો વધારો થયો છે.

સુરતના ભાવ : તારીખ 20 જુલાઈ ગુરુવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.25 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.01 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.34 પૈસાનો ઘટાડો થયો છે.

રાજકોટના ભાવ : તારીખ 20 જુલાઈ ગુરુવારના રોજ રાજકોટમાં પેટ્રોલની કિંમત 96.19 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.95 રુપીયા પ્રતિ લિટર છે. આમ આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈ જ વધારો-ઘટાડો થયો નથી.

વડોદરાના ભાવ : તારીખ 20 જુલાઈ ગુરુવારના રોજ વડોદરામાં પેટ્રોલની કિંમત 96.16 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.90 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.08 પૈસાનો વધારો થયો છે.

Petrol Diesel Price
Petrol Diesel Price

અસર : ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે. જીવન જરુરિયાતની ચીજ-વસ્તુઓની કિંમતોમાં વધઘટ થતી રહે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર છે. ક્રુડ ઓઈલમાં તેજીના કારણે આવનાર દિવસોમાં ભાવ વધારો થાય તેવી શક્યતા છે. પેટ્રોલ-ડીઝલની કિંમત પર ચોમાસાની કોઈ અસર વર્તાય છે કે કેમ તે જોવું રહ્યું. દેશભરમાં દૈનિક ધોરણે સવારે 6 થી 7 કલાકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

  1. Stock Market Bullish : શેરબજારમાં તેજી, સેન્સેક્સ 302 પોઈન્ટ વધુ ઉછળી નવી હાઈ પર
  2. Stock Market Updates: BSE સેન્સેક્સ પ્રથમ વખત 66900 ઉપર ખૂલ્યો, નિફ્ટી 19,802
Last Updated :Jul 20, 2023, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.