ETV Bharat / business

Share Market India: છેલ્લા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 219 નિફ્ટી 76 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Apr 8, 2022, 10:02 AM IST

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 219.99 અને નિફ્ટી (Nifty) 76.60 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો છે.

Share Market India: છેલ્લા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 219 નિફ્ટી 76 પોઈન્ટ ઉછળ્યો
Share Market India: છેલ્લા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 219 નિફ્ટી 76 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 219.99 પોઈન્ટ (0.37 ટકા)ના વધારા સાથે 59,254.94ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 76.60 પોઈન્ટ (0.43 ટકા)ના ઉછાળા સાથે 17,716.10ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- Planning for New Financial Year: નવા નાણાકીય વર્ષ માટે કઈ રીતે આયોજન શરૂ કરવું, જાણો

વૈશ્વિક બજારની સ્થિતિ- આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 28 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. આ સિવાય નિક્કેઈ 0.25 ટકાના ઘટાડા સાથે 26,820.37ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.58 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે હેંગસેંગ 0.12 ટકાના ઘટાડા સાથે 21,782.68ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો કોસ્પીમાં 0.16 ટકાની સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.08 ટકાના વધારા સાથે 3,239.32ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.

આ પણ વાંચો- આરોગ્ય વીમા યોજનાઓમાં દાવા અથવા સંચિત બોનસ વિશે જાણો

આ સ્ટોક્સમાં રોકાણથી થશે ફાયદો- ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની (CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY), સોભા (SOBHA), એશિયન પેઈન્ટ્સ (ASIAN PAINTS), જેએસડબ્લ્યૂ આઈસપેટ સ્પેશિયલ પ્રોડક્ટ્સ (JSW ISPAT SPECIAL PRODUCTS), હેસ્ટરેર બાયોસાન્સિઝ (Hester Biosciences), ચમનલાલ સેટિયા એક્સપોર્ટર્સ (CHAMAN LAL SETIA EXPORTS), કેઆરબીએલ (KRBL), ઈન્ટરગ્લોબ એવિએશન (INTERGLOBE AVIATION), સ્પાઈસજેટ (SPICEJET), ઈન્ડિગો પેઈન્ટ્સ (INDIGO PAINTS) જેવા શેર્સમાં રોકાણ કરવાથી સારો ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.