ETV Bharat / business

Stock market Update : સતત પાંચમાં દિવસે ભારતીય શેરબજારમાં તેજી, BSE Sensex 225 પોઈન્ટ અપ ખુલ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2023, 10:04 AM IST

છેલ્લા ચાર દિવસના મજબૂત વલણને આજે પણ જાળવી રાખતા આજે પણ ભારતીય શેરબજારની લીલા રંગમાં શરૂઆત થઈ હતી. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 225 અને 60 પોઈન્ટના વધારા સાથે ખુલતા રોકાણકારોમાં નફાની આશા જાગી છે. Indian stock market opening

Stock market Update
Stock market Update

મુંબઈ : 28 ડિસેમ્બર, ગુરુવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલતા સતત પાંચમા દિવસે મજબૂત વલણ નોંધાયું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty સહિત Nifty IT તથા Bank પણ વધારા સાથે ખુલ્યા હતા. BSE Sensex 72,263 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 21,715 ના મથાળે ખુલ્યો હતો.

બજાર ઓલ ટાઈમ હાઈ : 27 ડિસેમ્બર, બુધવારના રોજ BSE Sensex ગતરોજના 72,038 ના બંધ સામે 225 પોઈન્ટના વધારા સાથે 72,263 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગતરોજના 21,655 ના બંધની સામે 60 પોઈન્ટનો સુધારો નોંધાવી 21,715 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, શરૂઆતી કારોબારમાં જ BSE Sensex 72,365 અને NSE Nifty 21,744 ની ઓલ ટાઈમ હાઈ નોંધાવી મજબૂત ટ્રેન્ડ કરી રહ્યા છે.

માર્કેટકેપમાં ધડાકો : આજે શેરબજાર નવા રેકોર્ડ બ્રેકિંગ લેવલે ખુલ્યું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ રૂ. 362.70 લાખ કરોડને પાર કરી ગયું છે. બજારમાં મેટલ અને સરકારી બેંકિંગ શેરોમાં સૌથી વધુ લેવાલી નોંધાઈ રહી છે. Nifty માં JSW સ્ટીલ અને NTPC ના શેર્સ ટોપ ગેઇનર છે, જ્યારે બ્રિટાનિયા ટોપ લુઝર છે. ગતરોજ BSE Sensex 701 પોઈન્ટના ઉછાળા સાથે પ્રથમ વખત 72,038 પર બંધ થયો હતો. ત્યારે આજની મજબૂત શરૂઆતથી રોકાણકારોમાં નફાની આશા જાગી છે.

ગ્લોબલ શેરમાર્કેટ : DOW 111 પોઇન્ટ વધીને રેકોર્ડ હાઈ પર બંધ થયો હતો, જ્યારે નાસ્ડેક સતત ચોથા દિવસે વધીને 24 પોઈન્ટ ઉછળ્યો હતો. બીજી તરફ ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડ 5 મહિનાની નીચી સપાટીએ છે. તેની સામે ક્રૂડ 80 ડોલરની નીચે સરકી ગયું છે. રસેલ 2000 2 મહિનામાં 24 % વધ્યો છે. આ સાથે યુએસમાં મજબૂત એક્શન જોવા મળ્યું હતું.

વૈશ્વિક કોમોડિટી બજાર : ડોલર ઇન્ડેક્સ 5 મહિનામાં પ્રથમ વખત 101 ની નીચે સરકી ગયો છે. જ્યારે બે દિવસ બાદ કાચા તેલમાં તેજી પર બ્રેક લાગી છે. બ્રેન્ટ 2 % ઘટીને 80 ડોલરની નીચે ગયું છે. જ્યારે મેટલમાં જોરદાર એક્શન સાથે સોનું 3 સપ્તાહની હાઈ પર પહોંચ્યું છે. કોપર 5 મહિના અને એલ્યુમિનિયમ 8 મહિનાની ઊંચાઈએ પહોંચ્યું છે. ઉપરાંત ઝિંક દોઢ મહિનાની ઊંચાઈએ છે.

  1. Bullish Share Market : ભારતીય શેરબજારનો ઐતિહાસિક દિવસ, BSE Sensex એ 72,100 રેકોર્ડ બ્રેકિંગ સપાટી વટાવી
  2. Year Ender 2023 : 2023ના વર્ષમાં ટુ વ્હીલર માર્કેટમાં આ શ્રેષ્ઠ બાઇકો લોન્ચ કરવામાં આવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.