ETV Bharat / business

મારુતિ સુઝુકીએ ચોલામંડલમ સાથે કરી ભાગીદારી , 'બાય-નાઉ-પે લેટર ઑફર' કરી લૉન્ચ

author img

By

Published : May 22, 2020, 8:29 PM IST

આ ઑફર ગ્રાહકોને લોન મળ્યાના 60 દિવસ પછી ઇએમઆઈ ભરલાનું શરૂ કરશે. આ ઓફર પસંદગીના મારુતિ સુઝુકી મોડેલો પર ઉપલબ્ધ છે અને 30 જૂન, 2020 સુધીમાં લોન વિતરણ માટે લાગુ થશે.

મારુતિ સુઝુકી
મારુતિ સુઝુકી

નવી દિલ્હી: દેશના સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાએ શુક્રવારે રિટેલ ખરીદદારોને કસ્ટમાઇઝ્ડ ઑટો રિટેલ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ સાથે ભાગીદારીની ઘોષણા કરી છે.

મારુતિ સુઝુકી ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નવી ઑફર 'બાય-નાઉ-પે લેટર' નો હેતુ ગ્રાહકોને ફાઇનાન્સિંગના સરળ વિકલ્પો પ્રદાન કરવાનો છે.

આ ભાગીદારીના ભાગ રૂપે, કંપનીઓ કાર ગ્રાહકોને, ઇએમઆઇમાં બે મહિનાનો ડિફરન્સ પણ આપે છે.

આ ઓફર ગ્રાહકોને લોન વિતરણના 60 દિવસ પછી ઇએમઆઈનું ભુગતાન ચૂકવવાનું શરૂ કરશે. આ ઓફર પસંદગીના મારુતિ સુઝુકી મોડેલો પર ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.