ETV Bharat / business

એક દિવસના ઘટાડા પછી આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

author img

By

Published : Sep 6, 2021, 10:07 AM IST

એક દિવસના ઘટાડા પછી આજે (સોમવારે) ફરી એક વાર પેટ્રોલ-ડીઝલની કિંમતની કિંમત સ્થિર થઈ છે. આ પહેલા રવિવારે (5 સપ્ટેમ્બરે) પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 15-15 પૈસાનો ઘટાડો થયો હતો.. જોકે, આ પહેલા 1 સપ્ટેમ્બરે પણ આટલો જ ઘટાડો થયો હતો.

એક દિવસના ઘટાડા પછી આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?
એક દિવસના ઘટાડા પછી આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

  • આજે ફરી એક વાર પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price) સ્થિર રહી
  • રવિવારે (5 સપ્ટેમ્બરે) પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 15-15 પૈસાનો ઘટાડો થયો હતો
  • 18 ઓગસ્ટ પછી અત્યાર સુધી ડીઝલમાં 1.25 રૂપિયા પ્રતિલિટર સસ્તુ થયું છે

નવી દિલ્હીઃ એક દિવસના ઘટાડા પછી આજે (સોમવારે) ફરી એક વાર પેટ્રોલ-ડીઝલની કિંમતની કિંમત સ્થિર થઈ છે. આ પહેલા રવિવારે (5 સપ્ટેમ્બરે) પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 15-15 પૈસાનો ઘટાડો થયો છે. આ પહેલા 1 સપ્ટેમ્બરે પણ આટલો જ ઘટાડો થયો હતો. ઓગસ્ટ મહિનામાં બંને જ તેલની કિંમતમાં અનેક વાર ઘટાડો થયો હતો. 18 ઓગસ્ટ પછી અત્યાર સુધી ડીઝલમાં 1.25 રૂપિયા પ્રતિલિટર સસ્તુ થયું છે. જ્યારે ડીઝલ છેલ્લા કેટલાક સપ્તાહમાં 65 પૈસા પ્રતિલિટર સસ્તુ થયું છે.

આ પણ વાંચો- સપ્તાહના પ્રથમ દિવસે જ Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 17,300ને પાર

બ્રેન્ટ ક્રુડ 0.51 ટકા મજબૂત થયું

બ્રેન્ટ ક્રુડની વાત કરીએ તો, છેલ્લા વેપારી સત્રમાં શુક્રવારે બ્રેન્ટ ક્રુડ 0.51 ટકા મજબૂત થઈને 73.40 ડોલર પ્રતિ બેરલ પહોંચી હતી. અમેરિકી ડોલરની સામે રૂપિયાનો વિનિમય દર 4 પૈસાના સામાન્ય લાભની સાથે 73.02 પર બંધ થયો હતો.

આ પણ વાંચો- પોઝિટિવ પે સિસ્ટમ એટલે શું ?

કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કિંમતની કિંમત શું છે?

રાજ્યપેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર)ડીઝલ (રૂ.) (પ્રતિલિટર)
ગુજરાત98.0595.37
દિલ્હી101.1988.62
મુંબઈ107.2696.19
કોલકાતા101.6291.71
ચેન્નઈ98.9693.26
બેંગલુરુ104.7094.04
ભોપાલ109.6397.43
લખનઉ98.3089.02
પટના103.7994.55
ચંદીગઢ97.4088.35

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.