ETV Bharat / state

વડોદરામાં SOGની ટીમે પાડયા દરોડા,  50 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે 2 ઈસમોને ઝડપ્યાં - Raids conducted by SOG team

author img

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 7:17 PM IST

વડોદરામાં SOG દ્વારા કામગીરી કરાઇ હતી જેમાં મચ્છીપીઠ વિસ્તારમાં વધુ એક વખત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કોમ્પલેક્ષના પ્રથમ માળે SOGની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ SOGની ટીમને 50 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જેની અંદાજીત કિંમત રૂ. 5 લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SOGએ 50 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે બે ઇસમોને ઝડપી પાડયા
SOGએ 50 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે બે ઇસમોને ઝડપી પાડયા (etv bharat gujarat)

વડોદરામાં SOGની ટીમે દરોડા પાડયા (etv bharat gujarat)

વડોદરા: મચ્છીપીઠમાં ચાલતા નશાના કારોબાર ઉપર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરની SOG દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લાખો રુપિયાના એમ.ડી. ડ્રગ્સને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગેરરીતિ કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો: વડોદરામાં SOG દ્વારા કામગીરી કરાઇ હતી જેમાં મચ્છીપીઠ વિસ્તારમાં વધુ એક વખત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કોમ્પલેક્ષના પ્રથમ માળે SOGની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ SOGની ટીમને 50 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જેની અંદાજીત કિંમત રૂ. 5 લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ માલ હમઝા સલીમ નામના શખ્સને ત્યાંથી પકડવામાં આવ્યો હતો. વડોદરા SOG દ્વારા અગાઉ પણ શહેરમાં ડ્રગ્સનો કારોબાર કરનારાઓની કમર તોડી નાંખવામાં આવી ચુકી છે. વધુ એક વખત SOGના સપાટાને પગલે ચકચાર મચી જવા પામી છે.જેમાં 2 ઈસમોની અટકાયત કરવામાં આવી હતી.

વડોદરામાં SOGની ટીમે પાડયા દરોડા
વડોદરામાં SOGની ટીમે પાડયા દરોડા (etv bharat gujarat)

50 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું: SOG દ્વારા 50 ગ્રામ જેટલો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. SOG ટીમ દ્વારા સમગ્ર કોમ્પલેક્ષમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સવારથી SOG દ્વારા કામગીરી આરંભી હતી.આ કાર્યવાહીમાં બપોર સુધી એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ અગાઉ પણ આ જ વિસ્તારમાંથી SOGની ટીમને મોટી માત્રામાં ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. આ રીતે ગેરરીતિ સાથેના ધંધામાં સંકળાયેલા લોકોમાં ભારે ફફળાટ ફેલાઈ ગયો હતો.

  1. પોરબંદરમાંથી પાકિસ્તાનને માહિતી મોકલતો ભારતીય યુવાન ઝડપાયો, ATSએ દબોચ્યો - pakistani jasoos in porbandar
  2. World Anesthesia Day : પાટણમાં વિશ્વ એનેસ્થેસિયા દિવસની ઉજવણી, નગરજનો માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.