ETV Bharat / business

સપ્તાહના પ્રથમ દિવસે જ Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 17,300ને પાર

author img

By

Published : Sep 6, 2021, 9:37 AM IST

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સસેક્સ (Sensex) 269.92 પોઈન્ટ (0.46 ટકા)ના ઉછાળા સાથે 58,399.87ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 73.70 પોઈન્ટ (0.43 ટકા)ની મજબૂતી સાથે 17,397.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના પ્રથમ દિવસે જ Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 17,300ને પાર
સપ્તાહના પ્રથમ દિવસે જ Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 17,300ને પાર

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ
  • સેન્સેક્સ (Sensex)માં 269.92 તો નિફ્ટી (Nifty)માં 73.70 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સસેક્સ (Sensex of Bombay Stock Exchange) 269.92 પોઈન્ટ (0.46 ટકા)ના ઉછાળા સાથે 58,399.87ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 73.70 પોઈન્ટ (0.43 ટકા)ની મજબૂતી સાથે 17,397.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- પોઝિટિવ પે સિસ્ટમ એટલે શું ?

આ શેર્સ પર સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર આર.આઈ.એલ. (RIL), ડીઆરએલ (DRL), અશોકા બિલ્ડકોન (Ashoka Buildcon), ઈઆઈએલ (EIL), એમ એન્ડ એમ ફાઈનાન્શિયલ (M&M Financial), ભારત ફોર્જ (Bharat Forge), એસીઈ (ACE), ક્રેડિટએક્સેસ ગ્રામીન (Creditaccess Grameen), આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank), આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard) જેવા શેર્સ પર સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

એશિયાઈ બજારોમાં મજબૂતી સાથે વેપાર થઈ રહ્યો છે

વૈશ્વિક બજારની વાત કરીએ તો, એશિયાઈ બજારોમાં મજબૂતી સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 27.50 પોઈન્ટના વધારા સાથે 17,387ના સ્તર પર વેપાર જોવા મળી રહ્યો છે. નિક્કેઈ 1.75 ટકાના વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ્સ ટાઈમ્સ (Straits Times) 0.28 ટકાના વધારા સાથે વેપાર જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજારમાં 0.27 ટકાના વધારા સાથે 17,564.89ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.49 ટકાના વધારા સાથે 25,995.85ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.08 ટકા તૂટીને વેપાર કરી થઈ રહ્યો છે. તો લેબર ડે નિમિત્તે અમેરિકી માર્કેટ આજે બંધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.