ETV Bharat / bharat

UPSRTC will run only bs 6 buses: દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા UPSRTC દોડાવાશે માત્ર BS-6 બસો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2023, 3:41 PM IST

Updated : Oct 8, 2023, 4:43 PM IST

દિલ્હી-NCRમાં પ્રદૂષણ ઘટાડવા માટે UPSRTC હવે માત્ર BS-6 બસ જ દોડાવશે. BS-6 સાથે CNG બસો પણ દોડશે, તેનાથી પ્રદૂષણ ઘટશે. પ્રદૂષણની રોકથામ માટે UPSRTC તરફથી તમામ બસોમાં એર ફિલ્ટરની તપાસ કરીને તેને ઠીક કરવામાં આવી રહી છે.

UPSRTC will run only bs 6 buses
UPSRTC will run only bs 6 buses

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (UPSRTC) દિલ્હી એનસીઆરમાં માત્ર બીએસ 6 બસો દોડાવશે. બીએસ 6 સાથે સીએનજી બસો પણ ચાલશે. તેનાથી પ્રદૂષણ ઘટશે. બીએસ 4 બસો એનસીઆરથી બહાર દોડાવવામાં આવશે. તેનાથી પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો આવશે અને લોકોને રાહત મળશે.

CNG અને BS-6 બસો જ દોડશે: UPSRTCના ક્ષેત્રીય પ્રબંધક કેસરી નંદને જણાવ્યું હતું કે, પ્રદૂષણની રોકથામ માટે UPSRTC તરફથી તમામ બસોના એર ફિલ્ટરની તપાસ કરીને તેને ઠીક કરવામાં આવી રહી છે. જેનાથી બસો વધુ ઘુમાડો ન છોડે. NCRમાં પ્રદૂષણ સૌ કોઈ માટે મોટી સમસ્યા છે. એવામાં UPSRTC તરફથી દિલ્હી અને સમગ્ર NCRમાં માત્ર CNG અને BS-6 બસો દોડાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. BS-4 બસ વધુ ધુમાડો ફેકે છે, એવામાં આ બસોને NCR બહાર દોડાવવાશે જ્યાં પ્રદૂષણ ઓછું રહે છે.

BS-6 CNG બસો ખરીદવા પર ભાર: UPSRTCના ક્ષેત્રીય પ્રબંધક કેસરી નંદને જણાવ્યું હતું કે, પ્રદૂષણની સમસ્યાને જોતા UPSRTC તરફથી BS-6 અને CNG બસોની ખરીદી પર ભાર મુકવામાં આવ્યો છે. વર્તમાનમાં UPSRTCના સમૂહમાં 1075 BS-6 બસો છે અને 1350 બસો વધુ ખરીદવાની તૈયારી છે. 650 બસો હાલ બની રહી છે, જે વહેલી તકે માર્ગ પર દોડતી થશે. તો UPSRTCની પાસે કુલ 462 CNG બસો છે. જેમાં 60 નોઈડા પાસે અને 40 ગાઝિયાબાદ પાસે છે.

1 નવેમ્બરથી દિલ્હી આવશે BS 4 બસ: ક્ષેત્રીય પ્રબંધક કેસરી નંદને વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીના આનંદ વિહાર, સરાય કાલે ખાન અને કશ્મીરી ગેટ બસ ડેપો માંથી UPSRTCની બસો દોડે છે. વાયુ ગુણવત્તા પ્રબંઘન આયોગની માર્ગદર્શિકા છે કે, 1 નવેમ્બર 2023 થી દિલ્હીની અંદર માત્ર BS-6 બસો જ પ્રવેશ કરશે. એવામાં દિલ્હીના બસ ડેપો માંથી UPSRTCની માત્ર BS-6 બસો જ દોડાવવામાં આવશે. જેને લઈને અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

AQI 400 થી વધુ હોય તો વધશે વાહનો પર પ્રતિબંધો: જો દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400થી વધુ હોય તો ગ્રેપના ત્રીજા તબક્કાના પ્રતિબંધો લાગૂ કરી દેવામાં આવશે. જેમાં દિલ્હી, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, અને ગુરૂગ્રામામાં બીએસ-3 પેટ્રોલ અને બીએસ-4 ડીઝલ ફોર વ્હીલર વાહનોના સંચાલન પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરવામાં આવશે. દિલ્હી એનસીઆરમાં સ્વચ્છ ઈંધણથી ન ચાલતા ઈંટોના ભઠ્ઠા, મિક્સર પ્લાન્ટ, સ્ટોન ક્રશરને બંધ કરવામાં આવશે. રેલવે, મેટ્રો રાષ્ટ્રીય સુરક્ષા અને મહત્વપૂર્ણ પરિયોજનાઓનું નિર્માણ તેમજ ધ્વસ્તીકરણની છૂટ રહેશે. અન્ય નિર્માણ અને ધ્વસ્તીકરણ પર રોક રહેશે.

આ પણ વાંચો

  1. UP Politics News : અખિલેશ યાદવે INDIA મહાગઠબંધન પાસે 60 સીટોની કરી માંગણી, જાણો કોંગ્રેસ, RLD અને અન્ય પાર્ટીઓની રણનીતિ
  2. Sharad Pawar Meets Rahul Gandhi: શરદ પવારે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન સાથે મુલાકાત કરી, ઈન્ડિયાની આગામી બેઠક પર ચર્ચા થઈ
Last Updated : Oct 8, 2023, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.