ETV Bharat / bharat

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, પોલીસે હાથ ધર્યું સર્ચ ઓપરેશન

author img

By

Published : Mar 25, 2022, 11:52 AM IST

ગુરુવારે મોડી રાત્રે સાયબર સિટી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલને(Medanta Hospital Gurugram) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી(The hospital was threatened with bombing) હતી. જે બાદ માહિતી મળતા જ ભારે પોલીસ દળ હોસ્પિટલ પરિસરમાં પહોંચી ગયું હતું અને સર્ચ ઓપરેશન(Medanta Hospital search operation) હાથ ધર્યું હતું.

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, પોલીસે હાથ ધર્યું સર્ચ ઓપરેશન
ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, પોલીસે હાથ ધર્યું સર્ચ ઓપરેશન

ગુરુગ્રામ: સાયબર સિટી ગુરુગ્રામમાં ગુરુવારે ત્યા હંગામો મચી ગયો જ્યારે એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને મેદાંતા હોસ્પિટલને(Medanta Hospital in Gurugram) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી (The hospital was threatened with bombing)

હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે એક યુવકે હોસ્પિટલના મોબાઈલ ફોન પર ફોન કરીને મેદાંતા હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસ મોટી સંખ્યામાં ફોર્સ(Cyber City Gurugram Police) સાથે ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ પણ વાંચો: હરિયાણાના એક ગામમાં 160 વર્ષથી નથી ઉજવાતી હોળી

નોંધનીય છે કે એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને હોસ્પિટલમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે, સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને હોસ્પિટલમાંથી કોઈ પ્રકારનો બોમ્બ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. બીજી તરફ મામલાની ગંભીરતાને જોતા પોલીસે ગુરુગ્રામના સદર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 356/506 હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે ફોન કરનાર અજાણ્યા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: હરિયાણા કેડરની IAS ઓફિસર રાની નાગર અને તેમની બહેન પર હુમલો

સમગ્ર મામલાની જાણ ત્યારે થઈ જ્યારે મેદાંતાના ડાયરેક્ટર સંજીવ ગુપ્તાએ આ મામલે પોલીસને ફરિયાદ કરી છે. નોંધનીય છે કે આ પહેલા સાયબર સિટીના એક રહેણાંક મકાનમાંથી અડધો ડઝન હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. આવી સ્થિતિમાં મેદાંતા હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે સાયબર સિટીમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.