ETV Bharat / bharat

Top News : અમેરિકામાં ગેરકાયદે ધુસવા જતાં 4 ગુજરાતીઓના અમેરિકા-કેનેડા બોર્ડર પર મોત, જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ ... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Jan 29, 2022, 6:01 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સાયન્સ/ટૅક વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News : અમેરિકામાં ગેરકાયદે ધુસવા જતાં 4 ગુજરાતીઓના અમેરિકા-કેનેડા બોર્ડર પર મોત, જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ ... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News : અમેરિકામાં ગેરકાયદે ધુસવા જતાં 4 ગુજરાતીઓના અમેરિકા-કેનેડા બોર્ડર પર મોત, જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ ... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) દિલ્હીમાં આજે બીટિંગ રીટ્રીટ સેરેમની સમારોહનું આયોજન

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે, દર વર્ષે 29 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહનું આયોજન કરવામાં આવે છે. બીટીંગ રીટ્રીટ સેરેમની એ સદીઓ જૂની લશ્કરી પરંપરા છે જે તે સમયની છે, જ્યારે સૈનિકો સૂર્યાસ્ત સમયે યુદ્ધમાંથી છૂટા થઈ ગયા હતા, તે સૈન્યની ત્રણ પાંખ, ભારતીય ભૂમિ સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના બેન્ડ દ્વારા કરવામાં આવે છે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) અમેરિકામાં ગેરકાયદે ધુસવા જતાં 4 ગુજરાતીઓના અમેરિકા-કેનેડા બોર્ડર પર મોત, જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ ...

કલોલના ઢીંગુંચા ગામના 4 વ્યક્તિનું કેનેડાથી અમેરિકા (Gandhinagar Family Dead in Canada) બોર્ડર ક્રોસ દરમિયાન -35 ડીગ્રીમાં ઠંડીના કારણે મૃત્યુ થયું (Gujarati Family Death At Canada US Border) હોવાની અરજી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. વિદેશ જવા માટે તેમની પાસે કાયદેસર વીઝા હતા કે નહી તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. જાણો આ ગુજરાતી પરિવારના ગુમ થવાથી લઈને તેમના મોત સુધીનો સમગ્ર ઘટનાક્રમ... Click Here

2) Corona In Gujarat: રાજ્યમાં ધીમો પડ્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં 12,131 કેસ આવ્યા સામે - મોતના આંકડાએ ચોંકાવ્યા

ગુજરાતમાં આજે કોરોનાના 12,131 કેસ (Corona Cases In Gujarat) નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 30 દર્દીઓના મોત નિપજ્યા છે. કોરોનાના કેસોની સામે સાજા થનારા દર્દીઓનો આંકડો 22,070 છે જે સારા સંકેત આપી રહ્યો છે. Click Here

3) Dhandhuka Murder Case: ધંધુકા હત્યા કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા, ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્શનમાં

ધંધુકામાં કિશન બોળિયાની હત્યા (Kishan Boliya Murder Case)ને લઇને રાજ્યના ગૃહપ્રધાને માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. ગૃહપ્રધાને ન્યાય અપાવાની સંપૂર્ણ ખાતરી આપી છે. Click Here

4) ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ માટે વધુ એક જાહેરનામું: આ તારીખ સુધી કર્ફ્યૂનો અમલ યથાવત

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ (night curfew in Gujarat) 4થી ફેબ્રુઆરી સુધી અમલનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય ગ્રાહ્ય રાખવામાં આવ્યો છે. Click Here

5) કર્ણાટકના પૂર્વ CM બીએસ યેદિયુરપ્પાની પૌત્રીએ કરી આત્મહત્યા!

કર્ણાટકના પૂર્વ CM બીએસ યેદિયુરપ્પાની 30 વર્ષીય પૌત્રી સૌંદર્યા તેના ઘરે મૃત હાલતમાં મળી આવી (deadbody of Soundarya found in her house) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌંદર્યાએ કથિત રીતે બેંગલુરુમાં તેના ઘરે આત્મહત્યા (Soundarya committed suicide) કરી હતી. Click Here

  • નિષ્ણાંતોના મતે:

1) વુહાનના વૈજ્ઞાનિકોએ નવા વાઇરસ અંગે આપી ચેતવણી, 3 માંથી 1 દર્દીનું થશે મૃત્યુ

ચીનની વુહાન યુનિવર્સિટી અને ઇન્સટિટ્યુટ ઑફ બાયોફિઝિક્સ ઑફ ચાઇનિઝ એકેડમી ઑફ સાયન્સએ નીઓકોવ(NeoCov) વાઇરસ અંગેની માહિતી જાહેર કરી છે. MERS-CoV સાથે સંબંધ ધરાવતો આ વાઇરસ નવો નથી, અગાઉ 2012 અને 2015માં પશ્ચિમ એશિયામાં આ વાઇરસના કેસ જોવા મળ્યા હતાં. Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.