ETV Bharat / science-and-technology

વુહાનના વૈજ્ઞાનિકોએ નવા વાઇરસ અંગે આપી ચેતવણી, 3 માંથી 1 દર્દીનું થશે છે મૃત્યુ

author img

By

Published : Jan 28, 2022, 5:06 PM IST

ચીનની વુહાન યુનિવર્સિટી અને ઇન્સટિટ્યુટ ઑફ બાયોફિઝિક્સ ઑફ ચાઇનિઝ એકેડમી ઑફ સાયન્સએ નીઓકોવ(NeoCov) વાઇરસ અંગેની માહિતી જાહેર કરી છે. MERS-CoV સાથે સંબંધ ધરાવતો આ વાઇરસ નવો નથી, અગાઉ 2012 અને 2015માં પશ્ચિમ એશિયામાં આ વાઇરસના કેસ જોવા મળ્યા હતાં

વુહાનના વૈજ્ઞાનિકોએ નવા વાઇરસ અંગે આપી ચેતવણી
વુહાનના વૈજ્ઞાનિકોએ નવા વાઇરસ અંગે આપી ચેતવણી

ન્યૂઝ ડેસ્ક: સમગ્ર વિશ્વમાં કોરોના(Coronavirus)ની લહેર જોવા મળી રહી છે અને ભારત પણ આ લહેરમાંથી બારાત રહ્યું નથી. દરરોજ લાખો લોકો આ મહામારીમાં પટકાઇ રહ્યાં છે. આ સ્થિતિ વચ્ચે ચીનના વુહાનના વૈજ્ઞાનિકોએ એક નવા કોરોના વાઇરસ NeoCov અંગે ચેતવણી આપી છે, જે દક્ષિણ આફ્રિકામાંથી સામે આવ્યો છે. વુહાનના વૈજ્ઞાનિકોએ નિયોકોવ અંગે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે આ વાઇરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે. વૈજ્ઞાનિકોએ એવું પણ જણાવ્યું હતું કે આ વાઇરસ ખૂબ જ ઘાતકી છે અને આ વાઇરસથી સંક્રમિત 3 વ્યક્તિઓમાંથી એક દર્દીનું મૃત્યુ થાય છે.

MERS-CoV સાથે જોડાયેલો છે આ વાઇરસ

બીજી તરફ રશિયન ન્યૂઝ એજન્સી સ્પૂતનિકના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ નવો વાઇરસ નીઓકોવ(NeoCov), MERS-CoV વાઇરસ સાથે સંકળાએલો છે. સૌપ્રથમ 2012 અને પછી 2015માં પશ્ચિમી એશિયન દેશોમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: સંશોધનમાં નવો ખુલોસો: COVID-19 દરમિયાન ખાવાની કૂટેવમાં આ રીતે થયો વધારો

હજી માણસોમાં નથી જોવા મળ્યો આ વાઇરસ

જો કે રાહતના સમાચાર એ છે કે આ નવો વાઇરસ હજી માણસોમાં ફેલાયો નથી. આ વાઇરસ દક્ષિણ આફ્રિકામાં ચામાચિડીયામાં મોટાપ્રમાણમાં જોવા મળ્યો છે અને અન્ય કેટલાક પશુઓમાં જોવા મળ્યો છે.

માણસોને પણ કરી શકે છે સંક્રમિત

bioRxiv નામની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા એક પ્રાથમિક રિસર્સ અનુસાર,SARS-CoV-2ની જેમ NeoCoV અને તેમના નજીકના અન્ય વેરિયન્ટ જેમકે PDF-2180-CoV માણસોને પણ સંક્રમિત કરી શકે છે. વુહાન યુનિવર્સિટી અને ઇન્સટિટ્યુટ ઓફ બાયોફિઝિક્સ ઑફ ચાઇનિઝ એકેડમી ઑફ સાયન્સના સંશોધકોએ જણાવ્યું હતું કે નવા વાઇરસને માણસોની કોશિકાને સંક્રમિત કરવા માટે ફક્ત એક મ્યુટેશનની જરૂર છે.

આ પણ વાંચો: Pandemic to Endemic: ડોકટરો કહે છે, લોકોએ નવી વાસ્તવિકતા સાથે જીવવુ પડશે

નવા વાઇરસમાં MERS-CoV અને SARS-CoV-2ના ગુણ

રિસર્ચમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નીઓકોવમાં અત્યારે SARS-CoV-2 અને MERS-CoVના લક્ષણ જોવા મળ્યા છે. જે તેને વધુ ઘાતકી બનાવે છે સંશોધનમાં એવું પણ સામે આવ્યું છે કે NeoCoV વાઇરસથી પણ MERSની જેમ જ વધુ પ્રમાણમાં લોકોના મૃત્યુ થશે એક અંદાજ પ્રમાણે પ્રત્યેક 3 દર્દીઓમાંથી એક દર્દીનું મૃત્યુ થવાની શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.