ETV Bharat / city

અમેરિકામાં ગેરકાયદે ધુસવા જતાં 4 ગુજરાતીઓના અમેરિકા-કેનેડા બોર્ડર પર મોત, જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ ...

author img

By

Published : Jan 28, 2022, 8:57 PM IST

કલોલના ઢીંગુંચા ગામના 4 વ્યક્તિનું કેનેડાથી અમેરિકા (Gandhinagar Family Dead in Canada) બોર્ડર ક્રોસ દરમિયાન -35 ડીગ્રીમાં ઠંડીના કારણે મૃત્યુ થયું (Gujarati Family Death At Canada US Border) હોવાની અરજી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. વિદેશ જવા માટે તેમની પાસે કાયદેસર વીઝા હતા કે નહી તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. જાણો આ ગુજરાતી પરિવારના ગુમ થવાથી લઈને તેમના મોત સુધીનો સમગ્ર ઘટનાક્રમ...

Gujarati Family Death At Canada US Border: અમેરિકામાં ગેરકાયદે ધુસવા જતાં 4 ગુજરાતીઓના અમેરિકા-કેનેડા બોર્ડર પર મોત, જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ ...
Gujarati Family Death At Canada US Border: અમેરિકામાં ગેરકાયદે ધુસવા જતાં 4 ગુજરાતીઓના અમેરિકા-કેનેડા બોર્ડર પર મોત, જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ ...

અમદાવાદ: ભારતના વિદેશપ્રધાન એસ.જયશંકરે અમેરિકા-કેનેડાની સરહદ પર 4 ભારતીય લોકોના મોત (Death of 4 Gujaratis ) થયા છે, તેવી માહિતી ટ્વીટ કરીને આપી હતી. પ્રાથમિક રિપોર્ટ અનુસાર આ 4 લોકો એક જ પરિવારના (Gujarati Family Death At Canada US Border)હતા. જેમાં માતા-પિતા સાથે એક 12 વર્ષની દિકરી અને 3 વર્ષનો દિકરો હોવાનુ જાણવા મળ્યું હતુ. તે ગુજરાતના કલોલ તાલુકાના ડીંગુચા (Gandhinagar Family Dead in Canada) ગામના હતા.

માઇનસ 35થી 40 ડિગ્રી ઠંડીમાં થીજી જવાના કારણે મૃત્યું થયા

કેનેડામાં થયેલ ભારે હિમવર્ષાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. અમેરિકા-કેનેડા બોર્ડર પર ગેરકાયદેસર ધુસણખોરી કરનાર 11 લોકોમાંથી એક જ પરિવારના જગદીશભાઇ પટેલ, વૈશાલીબેન, પુત્રી વિહંગા અને પુત્ર ધાર્મિક આ ચારેય લોકોના માઇનસ 35થી 40 ડિગ્રી કાતિલ ઠંડીમાં થીજી જવાના કારણે મૃત્યું થયા હતા. કલોલ શહેરમાં તેમની કપડાંની દુકાન હોવાની વાત સામે આવી છે.

આ પણ વાંચો: Gujarati Death at Canada Border : ડીંગુચાના રહેવાસીઓ માહિતી ન આપતાં હોવાનું જણાવતાં IPS અનિલ પ્રથમ

અમેરિકાની બોર્ડરથી 10 મીટર દૂર જ થયું મોત

કેનેડાથી અમેરિકાની બોર્ડર પર એજન્ટ સાથે 11 લોકો સાથે નીકળ્યા હતા, જે આ 11 લોકો 11 કિમી માઇનસ 35 ડિગ્રીમા ચાલ્યા હતા, પરંતુ ભારે હિમવર્ષા થવાના કારણે ચારેય લોકોનો મોત થયા હતા. કેનેડિયન માઉન્ટેડ પોલીસ મુજબ આ 4 લોકોના મૃતદેહ અમેરિકાની બોર્ડરથી માત્ર 10 મીટર દુર મળી આવ્યા હતા. ફ્લોરિડાના સ્ટીવ સેન્ડ નામના એજન્ટ જોડેથી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, આ સ્ટીવ સેન્ડ લોકો પાસેથી મોટી રકમ મેળવીને ગેરકાયદેસર સ્ટુડન્ટ વિઝા અપાવીને ધુસણખોરી કરાવતા હોય તેવું સામે આવ્યું છે.

એજન્ટો મોલ અને મોટેલ્સમાં નોકરી આપવાની ગેરંટી આપતા હોય છે

સ્થાનિક એજન્ટોના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર રીત વિદેશમાં જવા માટે એજન્ટો લોકો પાસેથી લાખો રુપિયા તો લે છે પણ સાથે સાથે તેમને 100 ટકા શોપિંગ મોલ કે મોટેલ્સમાં નોકરી આપવાની ગેરંટી પણ આપવામાં આવે છે. જો અમેરિકામાં કોઇ તપાસ કરવામાં આવે તો વિઝાના સ્ટેમ્પ લગાવેલો નકલી પાસપોર્ટ બતાવવામાં આવતા હોય છે. આવા ખૂબ જ મોટા પ્રમાણ ગુજરાતીઓ અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે, પણ આ લોકો થોડાક સમય બાદ સ્વદેશ પરત આવી જતા હોવાથી કોઇ મોટા કિસ્સા બહાર આવતા હોતા નથી.

આ પણ વાંચો: Canada US Border Gujarati Family Death : પરિવાર ગાંધીનગરના ઢીંગુચા ગામના રહેવાસી હોવાની શંકા, એજન્ટ પડીયલનો?

ગુજરાત પોલીસ શરૂ કરશે સ્પેશિયલ ડ્રાઈવ

રાજ્યમાં નહિ પણ સમગ્ર દેશમાં વિદેશ જવાનો ક્રેઝ ભારે પ્રમાણમાં જોવા મળતો હોય છે, પણ જો કાયદેસર રીતે ના જઇ શકાય તો તે ગેરકાયદેસર રીતે જવાનો પ્રયાસ કરવામાં આવે છે, પણ તેનું પરિણામ શું આવે તે સામે આવ્યું, હવે ફરીવાર ગેરકાયદેસર ધુસણખોરી કરવામાં ન આવે તે માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ સ્પેશિયલ ડ્રાઇવ શરુ કરવામાં આવશે, જેમાં કોઇપણ લોકો આવી ગેરકાયદેસર રીતે વિદેશમાં જઇ શકે નહી, સાથે સાથે વિદેશમાં લઇ જવા માટે ખોટું કામ કરી રહ્યા હશે, તેવા એજન્ટો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત સરકાર એક્શન મોડમાં, DGPએ આપ્યા તપાસના આદેશ

કલોલના ડીંગુચાના પટેલ પરિવારના મોતનો મામલો સામે આવ્યા પછી ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી અને તાત્કાલિક પણ CID ક્રાઈમને તપાસ સોંપી હતી. DGP આશિષ ભાટિયાએ આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને પરિવારને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનાર એજન્ટ સહિતના લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે, તેવું નિવેદન આપ્યું હતું. આ કેસમાં અમેરિકાની તપાસ એજન્સીએ 7 જેટલા એજન્ટની ઘરપકડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ કોંભાડના તાર ગુજરાત સાથે પણ જોડાયા છે. આશિષ ભાટિયાએ જગદીશને અમેરિકા મોકલનાર એજન્ટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાથી માંડી અમેરિકા અને ભારત વચ્ચેના એજન્ટની જોડતી કડી અંગે તમામ વિગતો મેળવા માટે આદેશ આપ્યો છે. DGPએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેસની સાથે અન્ય લોકો ગેરકાયદેસર રીતે ઘુસણખોરી (Illegal intrusion) કરી ચુક્યા છે કે નહી તેની પણ માહિતી મેળવવામાં આવશે.

મૃતક પરિવાર પાસે કેનેડાના વીઝા હતા

સુત્રોના જણાવ્યાં પ્રમાણે જગદીશ પાસે કેનેડા વીઝા હતા, તે અગાઉ 2થી 3 દેશમાં ફરેલા હતા. 4 મૃતકો સહિત 11 લોકો ગેરકાયદે બોર્ડર ક્રોસ કરતા હતા. જેમાંથી 7 લોકો કેનેડા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પકડાયેલાઓની પુછપરછ ચાલુ છે, તેમની પાસેથી પણ ગેરકાયદે ગયેલા લોકો અને એજન્ટો અંગે પણ વધુ ખુલાસા થશે. ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે, જેને પગલે ભારત, કેનેડા અને અમેરિકાની તપાસ એજન્સીઓ સયુંકત રીતે તપાસ કરી રહી છે. આગામી સમયમાં ગેરકાયદેસર રીતે વિદેશ જવા અંગેના અનેક કૌભાંડ બહાર આવશે અને ખુલાસા પણ થશે. વિદેશ જવા અંગેની ઘેલછાથી આવા પરિણામ જોવા મળી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.