ETV Bharat / bharat

સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના આગામી મુખ્યપ્રધાન બનશે

author img

By

Published : Dec 10, 2022, 8:11 PM IST

કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં((Himachal Congress Legislature Party meeting)) હિમાચલ પ્રદેશના CMનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. સુખવિંદર સિંહ સુખુને હિમાચલના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા (Sukhvinder Singh in Himachal CM)છે.

Etv Bharatસુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના આગામી મુખ્યપ્રધાન બનશે
Etv Bharatસુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના આગામી મુખ્યપ્રધાન બનશે

હિમાચલ પ્રદેશ: સુખવિંદર સિંહ સુખુ હિમાચલના આગામી મુખ્યપ્રધાન (Sukhvinder Singh in Himachal CM)હશે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સુખુના નામ પર મહોર લાગી છે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સુખુને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ હાઈકમાન્ડે સુખવિન્દર સિંહ સુખુના નામને મંજૂરી આપી હતી, જે બાદ આજે હિમાચલ વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં(Himachal Congress Legislature Party meeting) સુખુના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.

CR થી CM સુધીની સફર: HPUમાંથી સ્નાતક અને LLB કરનાર સુખવિન્દર સુખુએ હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી હતી. CR એટલે કે ક્લાસ રિપ્રેઝન્ટેટિવથી કોલેજના રાજકારણમાં શરૂઆત કરનાર સુખવિંદર સિંહ સુખુ હવે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન બનવા જઈ રહ્યા છે. કોલેજના વર્ગથી લઈને કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવવા સુધીની તેમની લાંબી રાજકીય કારકિર્દી છે.

સુખવિંદર સુખુ ચોથી વખત ધારાસભ્ય બન્યા: કોંગ્રેસ ધારાસભ્ય દળના ચૂંટાયેલા નેતા સુખવિંદર સુખુ હમીરપુર જિલ્લાની નાદૌન સીટથી ધારાસભ્ય છે. આ વખતે તેઓ ચોથી ચૂંટણી જીત્યા છે. વર્ષ 2003માં પહેલીવાર ધારાસભ્ય બનેલા સુખવિંદર સિંહ સુખુ 2007 અને 2017માં પણ નાદૌન સીટથી ધારાસભ્ય બની ચૂક્યા છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. આ ચૂંટણીઓમાં કોંગ્રેસ હાઈકમાન્ડ વતી સુખવિંદર સિંહ સુખુને ચૂંટણી પ્રચાર સમિતિની કમાન સોંપવામાં આવી હતી.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે: સુખવિન્દર સિંહ સુખુ 2013થી 2019 સુધી હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ પ્રદેશ કોંગ્રેસ મહાસચિવનું પદ સંભાળી ચૂક્યા છે. જ્યારે વીરભદ્ર સિંહ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન હતા તે સમયગાળા દરમિયાન સુખવિંદર સિંહે સંગઠન સંભાળ્યું હતું. આ દરમિયાન સુખુ અને વીરભદ્ર સિંહ વચ્ચેની તકરાર ઘણી વખત હેડલાઇન્સ બની હતી.

વિદ્યાર્થી રાજનીતિથી કરી શરૂઆત: HPUમાંથી ગ્રેજ્યુએશન કરીને LLB કરનાર સુખવિન્દર સુખુએ હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી. જે બાદ તેઓ 1988 થી 1995 સુધી NSUI ના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.