મુંબઈ : ભારતીય શેરબજારમાં બે દિવસ બાદ આજે રિકવરીની રોનક પાછી આવી છે. આજે આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 66,118 અને 19,716 ના મથાળે નજીવા વધારા સાથે બંધ થયા હતા. ઉલ્લેખનિય છે કે, આજે બજાર ફરી લાલ નિશાનમાં ખુલ્યું હતું. પરંતુ એશિયાઈ માર્કેટ ખુલતાની સાથે ભારતીય શેરબજારના સેન્ટીમેન્ટ પર પોઝિટિવ અસર થઈ હતી. ત્યારે બાદ લેવાલીના પગલે બજાર સતત વધતું રહ્યું હતું. જોકે ટ્રેડિંગ સેશનના અંત પહેલા હળવું નીચે જઈને બંધ થયું હતું. સ્થાનિક નાણાકીય સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંંડના ટેકા અને ભારે લેવાલીના પગલે ભારતીય શેરમાર્કેટમાં બે દિવસ બાદ રોનક આવી છે.
BSE Sensex : આજે 27 સપ્ટેમ્બર બુધવારના રોજ BSE Sensex ગતરોજના 64,945 બંધની સામે 20 પોઈન્ટ ઘટીને 65,925 ના મથાળે ખુલ્યો હતો. જોકે, શરુઆતી કારોબારમાં ડૂબકી મારી 65,549, પોઈન્ટ ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ સ્થાનિક નાણાકીય સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંંડના ટેકાથી ભારે લેવાલી નીકળતા 623 પોઈન્ટની રિકવરી બાદ 66,172 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. આજે સતત મજબૂત વલણને જાળવી રાખી BSE Sensex ટ્રેડિંગ સેશનના અંતે 173 પોઈન્ટના સુધારા સાથે 66,118 ના મથાળે બંધ થયો હતો. જે આશરે 0.26 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ BSE Sensex 78 પોઈન્ટ ઘટીને 65,945 ના મથાળે બંધ રહ્યો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 51 પોઈન્ટ સુધારા સાથે 19,716 પોઈન્ટ પર બંધ થયો હતો. જે 0.26 પોઈન્ટનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 27 પોઈન્ટ ઘટીને 19,637 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 19,554 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે ત્યારબાદ DII નું ટેકારુપી બાઈંગ નીકળતા 176 પોઈન્ટની રિકવરી નોંધાવીને 19,730 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે ગત સપ્તાહના છેલ્લા દિવસે NSE Nifty ઈનડેક્સ 9 પોઈન્ટ વધીને 19,664 પોઈન્ટ પર બંધ થયો હતો.
ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં લાર્સન (1.70%), આઇટીસી (1.51 %), સન ફાર્મા (1.44 %), મારુતિ સુઝુકી (1.42 %) અને રિલાયન્સનો (1.18 %) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં ટાઈટન કંપની (-1.24 %), SBI (-0.81 %), HDFC બેંક (-0.68 %), ICICI બેંક (-0.57 %) અને ટાટા સ્ટીલનો (-0.54 %) સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1143 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 896 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, રિલાયન્સ, એચયુએલ અને બજાજ ફાઇનાન્સના સ્ટોક રહ્યા હતા. જ્યારે Nifty Bank પણ 35 પોઈન્ટ ઘટીને 44,588 ના મથાળે બંધ રહ્યો હતો.