ETV Bharat / bharat

Stock Market Closing Bell : ભારતીય શેરમાર્કેટ સપાટ બંધ, BSE Sensex 66,023 મથાળે બંધ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 4:08 PM IST

ભારતીય શેરબજારમાં રિકવરીના વલણ સાથે ચાલુ સપ્તાહની શરુઆત થઈ છે. આજે BSE Sensex અને NSE Nifty નજીવા વધારા સાથે ખુલ્યા હતા. જોકે ત્યારબાદ દિવસ દરમિયાન શેરમાર્કેટમાં સતત ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. જોકે એશિયાઈ માર્કેટ ખુલતાની સાથે અચાનક લેવાલી નીકળતા ટ્રેડિંગ સેશનના અંતે માર્કેટ લીલા રંગમાં બંધ થયું હતું.

Stock Market Closing Bell
Stock Market Closing Bell

મુંબઈ : આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે BSE Sensex અને NSE Nifty નજીવા વધારા સાથે ખુલ્યા હતા. ત્યારબાદ જોકે અચાનક FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. ઉપરાંત દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. જોકે શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 66,023 અને 19,674 મથાળે સપાટ બંધ રહ્યા હતા.

BSE Sensex : આજે 25 સપ્ટેમ્બર સોમવારના રોજ BSE Sensex અગાઉના 66,009 બંધની સામે 73 પોઈન્ટ વધીને 66,0082 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 65,764 પોઈન્ટ ડાઉન અને 66,225 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex હળવા સુધારા સાથે ખુલ્યા બાદ વેચવાલીના પગલે પ્રથમ ડાઉન ગયો હતો. જોકે, એશિયાઈ માર્કેટના ખુલતાની સાથે ભારતીય બજાર પર સીધી અસર થઈ હોય તેમ સતત મજબૂત વલણ રહ્યું હતું. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ લગભગ 15 પોઈન્ટ વધીને 66,023 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.02 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગત શુક્રવારે BSE Sensex 221 પોઈન્ટ તૂટીને 66,009 ના મથાળે બંધ રહ્યો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ આજે 19,678 પોઈન્ટના ઓપનીંગ સામે 19,674 પોઈન્ટ પર સપાટ બંધ થયો હતો. ત્યારબાદ NSE Nifty 19,601 પોઈન્ટ સુધી ડાઉન અને 19,734 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DIIના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો. ગત શુક્રવારના રોજ NSE Nifty 68 પોઈન્ટ ઘટીને 19,19,674 પોઈન્ટ પર બંધ થયો હતો.

બજારમાં ભરપૂર એક્શન : શેરબજારમાં ઉપરી સ્તરેથી દબાણ નોંધાઈ રહ્યું છે. તેનું કારણ આઈટી સેક્ટરમાં વેચવાલી છે. NSE પર નિફ્ટી આઈટી ઈન્ડેક્સ લગભગ 1 ટકા ઘટ્યો છે. એક ખબર અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં રહેલા લિથિયમના ભંડારની હરાજી શરુ થવા જઈ રહી છે. સરકાર આગામી થોડા અઠવાડિયામાં હરાજી શરૂ કરશે, જેમાં કેટલીક વિદેશી કંપનીઓએ રસ દાખવ્યો હોવાના અહેવાલ છે.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં બજાજ ફાયનાન્સ (4.53 %), બજાજ ફિનસર્વ (2.11 %), કોટક મહિન્દ્રા (1.53 %), એશિયન પેઇન્ટ્સ (1.45 %) અને JSW સ્ટીલ (0.74 %)નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં ઇન્ફોસીસ (-1.42 %), એમ એન્ડ એમ (-1.17 %), વિપ્રો (-1.10 %), ટીસીએસ (-0.70 %) અને SBI (-0.67 %)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 963 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1099 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં બજાજ ફાયનાન્સ, ઇન્ફોસીસ, ટાટા મોટર્સ અને HDFC બેંકના સ્ટોક રહ્યા હતા.

  1. October 2023 Bank Holidays: બેંકને લગતા તમામ મહત્વપૂર્ણ કામ જલદી પૂર્ણ કરો, ઓક્ટોબરમાં બેંકો કુલ 16 દિવસ બંધ રહેશે
  2. Stock Market Opening: સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે જ ઘટ્યા, આ શેરોની હાલત ખરાબ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.