ICC World Cup 2023: સૂર્યકુમાર યાદવને મળ્યો બેસ્ટ ફિલ્ડર ઓફ ધી મેચ, પ્લેયર્સે કર્યુ ચીયર્સ

ICC World Cup 2023: સૂર્યકુમાર યાદવને મળ્યો બેસ્ટ ફિલ્ડર ઓફ ધી મેચ, પ્લેયર્સે કર્યુ ચીયર્સ
આજ સવારે ભારતીય ફિલ્ડિંગ કોચ દ્વારા બેસ્ટ ફિલ્ડર્સ ઓફ ધી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ ભારતીય ખેલાડીઓને મેચમાં તેમની ફિલ્ડિંગના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ આપવામાં આવે છે.
બેંગાલુરુઃ વર્લ્ડ કપ 2023મં ભારતીય ટીમે નેધરલેન્ડ સામેની મેચમાં 160 રને જીત મેળવી છે. 410 રનના લક્ષ્યાંક સામે નેધરલેન્ડની ટીમ માત્ર 250 રન જ કરી શકી. ભારતીય બોલર્સ સામે નેધરલેન્ડનો એકપણ બેટ્સમેન 50 રન પણ ન બનાવી શક્યો. ભારતીય ટીમે પોતાના શાનદાર પ્રદર્શનને પરિણામે જ ગ્રૂપ તબક્કાની તરેક મેચીસ જીતી છે.
-
When the "Decision is pending" & you get the groundsmen for the BIG reveal 👌🏻🫡
— BCCI (@BCCI) November 13, 2023
Heartwarming & innovative from #TeamIndia in this edition of the Best fielder award🏅 #CWC23 | #MenInBlue | #INDvNED
WATCH 🎥🔽 - By @28anand
ભારતની મેચ બાદ દર્શકોને ફિલ્ડર ઓફ ધી મેચ એવોર્ડનો બહુ જ ઈન્તેજાર હોય છે. આ એવોર્ડ ભારતીય ફિલ્ડિંગ કોચ તરફથી શ્રેષ્ઠ ફિલ્ડિંગ કરનારા ખેલાડીને આપવામાં આવે છે. નેધરલેન્ડ વિરુદ્ધની મેચમાં બેસ્ટ ફિલ્ડર ઓફ ધ મેચ બન્યો છે સૂર્યકુમાર યાદવ. આ એવોર્ડ વિનરની જાહેરાત થઈ કે દરેક પ્લેયર્સ સૂર્યકુમારને ભેટી પડ્યા અને ચીયર્સ કર્યુ.
-
Suryakumar Yadav took a picture with the staff of Chinnaswamy as they announced the winner for best fielder of the day.
— Johns. (@CricCrazyJohns) November 13, 2023
- A lovely gesture by Sky......!!!! pic.twitter.com/cEOGecJmTj
ફિલ્ડિંગ ઓફ ધ મેચ એવોર્ડની જાહેરાત દર વખતની જેમ આ વખતે પણ અલગ રીતે કરવામાં આવી. ક્યારેક ફલાઈંગ કેમેરાથી તેની જાહેરાત કરવામાં આવે છે તો ક્યારેક ખેલાડી પાસે તેની જાહેરાત કરવામાં આવે છે. આ વખતે આ એવોર્ડની જાહેરાત એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા કરવામાં આવી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે આ સ્ટાફ સાથે ફોટો પડાવ્યા.
-
Surya Kumar Yadav won the best fielder award medal 🏅 in the Netherlands match. pic.twitter.com/NQrp0tU8jV
— Johns. (@CricCrazyJohns) November 13, 2023
ઉલ્લેખનીય છે કે આ મેચમાં દર્શકોની માંગ પર રોહિત શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માએ બોલિંગ કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એક એક વિકેટ પણ ઝડપી હતી. હવે ભારતની સેમિફાઈનલ 15 નવેમ્બરે ન્યૂઝિલેન્ડ સામે રમાવવાની છે. આ વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ 16 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.
