ETV Bharat / bharat

British High Commissioner for a Day: ચેન્નાઈની શ્રેયા ધર્મરાજન એક દિવસ માટે બની બ્રિટિશ હાઈકમિશ્નર

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 1:31 PM IST

બ્રિટન હાઈ કમિશન 2017થી દર વર્ષે 'એક દિવસ માટે હાઈ કમિશ્નર' નામક સ્પર્ધાનું આયોજન કરે છે. આ સ્પર્ધા અંતર્ગત ચેન્નાઈની શ્રેયા ધર્મરાજનને આંતરરાષ્ટરીય બાલિકા દિવસે ભારતમાં એક દિવસ માટે બ્રિટિશ હાઈ કમિશ્નર બનાવવામાં આવી છે. વાંચો શ્રેયાને શા માટે આ સન્માન આપવામાં આવ્યું?

ચેન્નાઈની શ્રેયા ધર્મરાજન એક દિવસ માટે બની બ્રિટિશ હાઈકમિશ્નર
ચેન્નાઈની શ્રેયા ધર્મરાજન એક દિવસ માટે બની બ્રિટિશ હાઈકમિશ્નર

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પર ચેન્નાઈની 21 વર્ષીય શ્રેયા ધર્મરાજનને એક દિવસ માટે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશ્નર તરીકે નિમણુક અપાઈ હતી. 11 ઓકટોબરને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બ્રિટન 2017થી આ દિવસની વિશિષ્ટ ઉજવણી રીતે કરે છે. બ્રિટન આ દિવસ પર 'એક દિવસ માટે હાઈ કમિશ્નર' સ્પર્ધાનું આયોજન કરે છે. જેમાં 18થી 23 વર્ષીય ભારતીય મહિલાઓને પોતાની શક્તિ સમગ્ર વિશ્વ સાથે શેર કરવા માટે તક આપવામાં આવે છે.

180 એપ્લિકન્ટમાંથી શ્રેયાની પસંદગીઃ સમગ્ર દેશમાંથી 180 મહિલાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાંથી શ્રેયા ધર્મરાજનની પસંદગી કરવામાં આવી છે. શ્રેયાએ બુધવારે બ્રિટિશ હાઈકમિશ્નર તરીકે દિવસ વીતાવ્યો. તેણીએ આ દિવસના અનુભવને અવિશ્વસનીય, જ્ઞાનવર્ધક, સમૃદ્ધ અને સંતોષજનક ગણાવ્યો છે. શ્રેયા જણાવે છે કે ભારતમાં બ્રિટિશ હાઈકમિશ્નર તરીકે મેં દિવસ વીતાવ્યો તે ખરેખર અવિશ્વસનીય છે. મને વ્યાપક ક્ષેત્રોમાં મહિલા નેતૃત્વના પ્રેરણાદાયી ઉદાહરણોમાંથી શીખવા મળ્યું છે. હું નસીબદાર છું કે સતત વિકાસના લક્ષ્યો હાંસલ કરવામાં ભારતના પ્રયત્નો વિષયક લાઈવ ડિસ્કસનનો એક પાર્ટ બની શકી.

પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટઃ દિલ્હીના લેડી શ્રીરામ કોલેજથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ થયેલ શ્રેયા ધર્મરાજ અત્યારે મુંબઈની એક સરકારી સ્કૂલમાં ટીચર ઓફ ઈન્ડિયા ફેલો તરીકે શિક્ષણ આપી રહી છે. શ્રેયાએ એક દિવસ માટે બ્રિટિશ હાઈકમિશ્નર બનીને ભારત વિકાસના લક્ષ્યો હાંસલ કરવામાં કેવા પ્રયત્નો કરે છે તેના વિશે જાણકારી મેળવી.

અવિશ્વસનીય અનુભવઃ શ્રેયાએ અર્થશોટ પ્રાઈઝના ફાઈનાલિસ્ટ્સ સાથે વૈશ્વિક પર્યાવરણીય પડકારોના ઉકેલો પર ચર્ચા કરી. જી-20 શિખર સમ્મેલન પછી ભારત અને યુકે વચ્ચે સહયોગ વધારતી યોજનાઓની તેણીએ સમીક્ષા કરી હતી. આ માટે તેણે ભારતના મુખ્ય વૈજ્ઞાનિક પ્રોફેસર અજય સૂદ સાથે મુલાકાત કરી હતી. શ્રેયાએ એક દિવસ માટે બ્રિટિશ હાઈકમિશ્નર તરીકે નિવેદન આપ્યું છે કે, હું જાતિય સમાનતા, સંપૂર્ણ શિક્ષા અને એસડીજી વીશે વ્યાપક શીખ મેળવીને આવી છું. આ અનુભવથી મારામાં એક નવો આત્મવિશ્વાસ અને પ્રેરણા ઉત્પન્ન થયા છે. હું એક યુવા મહિલા તરીકે શિક્ષણના ક્ષેત્રે શીખેલા જ્ઞાનનો વિશિષ્ટ ઉપયોગ કરવા તત્પર છું.

રીપોર્ટ કર્યો લોન્ચઃ એક દિવસ માટે બ્રિટિશ હાઈકમિશ્નર તરીકે શ્રેયાએ એક્સેલેરેટિંગ સ્માર્ટ પાવર એન્ડ રિન્યૂએબલ એનર્જી ઈન ઈન્ડિયા (ASPIRE) અંતર્ગત દિલ્હીના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ સાથે ઈલેક્ટ્રોનિક વ્હીકલના પ્રાથમિક માળખા પર એક રીપોર્ટ પણ લોન્ચ કર્યો હતો.

  1. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે અહીં બન્યું સેફ સ્પેસ અને એડોલેશન રિસોર્સ સેન્ટર
  2. Teachers Day 2023: "શિક્ષક કભી સાધારણ નહી હોતા" આ કહેવત સાર્થક કરી ઝાંપ પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવિણભાઈએ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.