ETV Bharat / bharat

MH Crime : મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન ઉત્તમ ખંડારે સામે દુષ્કર્મનો કેસ

author img

By

Published : Feb 16, 2023, 6:42 PM IST

મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન ઉત્તમ પ્રકાશ ખંડારે વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વિપક્ષી પાર્ટીઓએ ખંડારે સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન ઉત્તમ ખંડારે સામે દુષ્કર્મનો કેસ
મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન ઉત્તમ ખંડારે સામે દુષ્કર્મનો કેસ મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન ઉત્તમ ખંડારે સામે દુષ્કર્મનો કેસ

પુણેઃ મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો છે. 1995માં ગઠબંધન સરકારમાં રાજ્યપ્રધાન રહેલા ઉત્તમ પ્રકાશ ખંડારે વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો. સોલાપુર જિલ્લાના પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ બધું પૂણેના સરકારી આરામગૃહમાં થયું હતું. આ સંબંધમાં શિવસેનાના પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટના મામલે તપાસ કરી રહી છે.

પૂર્વ પ્રધાન વિરુદ્ધ દુષ્કર્મનો કેસ: ખંડારે ભાજપ- શિવસેના ગઠબંધન સરકારમાં સામાજિક ન્યાય અને રમતગમતના ભૂતપૂર્વ પ્રધાન હતા. 37 વર્ષીય મહિલાએ પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ બિબેવાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પુણેના સરકારી રેસ્ટ હાઉસમાં મહિલાએ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરી છે. ખંડારે વિરુદ્ધ બિબવેવાડી પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Check bounce case: કોંગ્રેસ નેતા દત્તા વિરૂદ્ધ સિટી કોર્ટે જારી કર્યું વોરંટ

વિપક્ષી દળોએ કડક કાર્યવાહીની કરી માંગ: મહિલાએ આરોપ લગાવ્યો છે કે ખંડેરે 2003થી 2006 ની વચ્ચે જ્યારે તે તેની ઓફિસમાં કર્મચારી તરીકે કામ કરતી હતી ત્યારે ઘણી વખત તેનું યૌન શોષણ કર્યું હતું. જો કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. વિપક્ષી દળોએ ઉત્તમ પ્રકાશ ખંડારે સામે કડક કાર્યવાહીની માંગ કરી છે અને શિવસેનાની ટીકા કરી છે કે તેઓએ તેમની સામે અગાઉ કાર્યવાહી ન કરી.

આ પણ વાંચો: FIR against NCP leader : NCP નેતા સહિત 7 અન્ય લોકો વિરુદ્ધ FIR, આસિસ્ટન્ટ કમિશનર પર હુમલો કરવાનો આરોપ

મહિલાને જાનથી મારી નાખવાની ધમકી: સામે આવેલી માહિતી પ્રમાણે મહિલાને આ ઘટના વિશે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કારણે મહિલા ઘણા દિવસો સુધી ચૂપ રહી. કારણ કે તે આ વાતથી ડરી ગઈ હતી. પરંતુ પોતાના જીવ પર ખતરો હોવાની જાણ થતાં તે પોલીસ પાસે પહોંચી અને સમગ્ર વાત પોલીસને જણાવી. આ સમયે પુણેમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. દિવસેને દિવસે બનતી ઘટનાઓ દર્શાવે છે કે મહિલાઓ પરના અત્યાચારમાં વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.