ETV Bharat / bharat

તરત જ પેટ્રોલની ટાંકી ભરી દો, મોદી સરકારની ચૂંટણી ઓફરનો અંત આવી રહ્યો છેઃ રાહુલ ગાંધી

author img

By

Published : Mar 5, 2022, 7:26 PM IST

ભારતમાં ચૂંટણીનો છેલ્લો તબક્કો આવવાનો બાકી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ (rahul gandhi on petrol price) ટ્વીટ કર્યું છે, કે તરત જ પેટ્રોલની ટાંકી ભરી લો, મોદી સરકારની ચૂંટણી ઓફર ખતમ થવા જઈ રહી છે.

તરત જ પેટ્રોલની ટાંકી ભરી દો, મોદી સરકારની ચૂંટણી ઓફરનો અંત આવી રહ્યો છેઃ રાહુલ ગાંધી
તરત જ પેટ્રોલની ટાંકી ભરી દો, મોદી સરકારની ચૂંટણી ઓફરનો અંત આવી રહ્યો છેઃ રાહુલ ગાંધી

હૈદરાબાદ: રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 120 ડોલરને વટાવી (rahul gandhi on petrol price) ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે, કે પેટ્રોલની ટાંકી તાત્કાલિક ભરી (petrol tanks full immediately) દો. મોદી સરકારની 'ચૂંટણી' ઓફર ખતમ (Modi governments election offe) થવા જઈ રહી છે. વાસ્તવમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવને લઈને વિપક્ષ સરકાર પર નિશાન સાધી રહ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે.

  • फटाफट Petrol टैंक फुल करवा लीजिए।

    मोदी सरकार का ‘चुनावी’ offer ख़त्म होने जा रहा है। pic.twitter.com/Y8oiFvCJTU

    — Rahul Gandhi (@RahulGandhi) March 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Rahul Gandhi In Dwarka: રાહુલ ગાંધીએ ભાજપને ગણાવ્યું 'કૌરવ', શ્રીકૃષ્ણ-ગાંધીજીનું ઉદાહરણ ટાંકી આપ્યો સત્ય માટે લડવાનો મંત્ર

ચૂંટણીના કારણે છેલ્લા 4 મહિનાથી ઈંધણના ભાવમાં વધારો થયો નથી

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના કારણે છેલ્લા 4 મહિનાથી ઈંધણના ભાવમાં વધારો થયો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે સરકાર પર દબાણ છે. ગુરુવારે ક્રૂડ ઓઈલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા હતા, જે છેલ્લા નવ વર્ષમાં સૌથી વધુ છે. જોકે, શુક્રવારે કિંમત થોડી ઘટીને $111 પ્રતિ બેરલ થઈ ગઈ. આમ છતાં, તેલની કિંમત અને છૂટક વેચાણ દરો વચ્ચેનું અંતર વધી રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 રૂપિયાથી વધુ વધારો કરવાની જરૂર છેઃ રિપોર્ટ

ICICI સિક્યોરિટીઝના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા બે મહિનામાં તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા વધારાને કારણે સરકારી માલિકીના રિટેલરોએ ખર્ચ વસૂલવા માટે 16 માર્ચ, 2022ના રોજ અથવા તે પહેલાં ઇંધણના ભાવમાં 12.1 પ્રતિ લિટરનો વધારો કરવો પડશે. તે જ સમયે, તેલ કંપનીઓના માર્જિનને ઉમેરીને, પ્રતિ લિટર 15.1 રૂપિયાના ભાવ વધારાની જરૂર છે.

ક્રૂડ ઓઈલની કિંમત 3 માર્ચે પ્રતિ બેરલ $ 117.39 થઈ ગઈ હતી

પેટ્રોલિયમ મંત્રાલય હેઠળના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) અનુસાર, ભારત જે ક્રૂડ ઓઈલ ખરીદે છે તેની કિંમત 3 માર્ચે પ્રતિ બેરલ $ 117.39 થઈ ગઈ હતી. ઈંધણની આ કિંમત વર્ષ 2012 પછી સૌથી વધુ છે. ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં, જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર રોક લગાવવામાં આવી હતી, ત્યારે ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમત બેરલ દીઠ $ 81.5 હતી.

આ પણ વાંચો: રાહુલે કર્યાં મોદી પર પ્રહાર કહ્યું, સરકાર લખનૌ અને દિલ્હીથી નહીં પણ અદાણી અને અંબાણીથી ચાલે છે

ઉત્તર પ્રદેશમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચે યોજાશે

ઉત્તર પ્રદેશમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચે યોજાશે. ઉત્તર પ્રદેશ સહિત તમામ પાંચ રાજ્યોની મતગણતરી 10 માર્ચે થવાની છે. એક રિપોર્ટ અનુસાર, કાચા તેલની કિંમતોમાં વધારાને કારણે સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર 5.7 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.