ETV Bharat / bharat

Parliament Budget Session: વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભા અને લોકસભા સ્થગિત

author img

By

Published : Feb 3, 2023, 11:52 AM IST

Updated : Feb 3, 2023, 12:18 PM IST

સંસદમાં બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. આજે ફરી એકવાર અદાણી મામલાને લઈને વિપક્ષે બંને ગૃહમાં હંગામો મચાવ્યો હતો. બંને ગૃહોમાં કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ પક્ષોના નેતાઓ સાથે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સરકારને ઘેરવાની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

budget
budget

નવી દિલ્હી: વિપક્ષના હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. આજે પણ સરકારને ઘેરવા ગૃહમાં વિરોધ પક્ષોના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી.

વિપક્ષનો હંગામો: આ બેઠક રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બોલાવી હતી. અદાણી મામલાને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ પક્ષોના નેતાઓ સાથે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સરકારને ઘેરવાની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મલ્લિકાર્જુન ખડગેએ બોલાવી હતી બેઠક: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદ પરિસરમાં આ મામલાને લઇને વિપક્ષ પાર્ટીની મીટિંગ બોલાવી હતી. જેમાં કોંગ્રેસ, TMC, આમ આદમી પાર્ટી (AAP), સપા, DMK, જનતા દળ અને લેફ્ટ સહિત 13 પાર્ટીઓ સામેલ થઈ હતી.

હિંડનબર્ગના અહેવાલને લઈને હંગામો: અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગના અહેવાલને લઈને ગુરુવારે પણ વિરોધ પક્ષોએ બંને ગૃહોમાં હંગામો કર્યો હતો. વિપક્ષ આ અંગે તપાસની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસ 6 ફેબ્રુઆરીએ દેશભરમાં એલઆઈસી અને એસબીઆઈની ઓફિસો સામે વિરોધ પ્રદર્શન કરશે.

આ પણ વાંચો: Adani group rout: અદાણી વિવાદ મામલે સંસદથી શેરબજાર સુધી સંગ્રામ, 3 કંપનીના શેર ASM ના ફ્રેમવર્ક હેઠળ

દેશના પ્રશ્નોને સંસદમાં ઉઠાવવામાં આવશે: ખડગેએ બજેટ સત્ર દરમિયાન પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. ખડગેએ કહ્યું કે તમામ પક્ષોએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે દેશમાં જે પણ ઘટનાઓ બની રહી છે જે આર્થિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે, તેને ગૃહમાં ઉઠાવવામાં આવશે. તે જ સમયે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષને કહ્યું કે પાયાવિહોણા દાવા ન કરો અને ગૃહને કામ કરવા દો. પ્રશ્નકાળ સંસદીય કાર્યવાહીનો મહત્વનો ભાગ છે. તેમાં વિક્ષેપ ન થવો જોઈએ.

આ પણ વાંચો: Adani vs Hindenburg: RBIએ બેંકો પાસે અદાણી ગ્રુપના દેવા અને રોકાણની વિગતો માંગી

દૂધના ભાવમાં વધારો: અમુલ દુધના ભાવમાં લિટરે ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે મામલે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જો અમૂલ દૂધના ભાવમાં વધારો થશે તો સામાન્ય માણસને સૌથી વધુ અસર થશે. દૂધના ભાવમાં વધારો કરીને સરકારે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે.

Last Updated : Feb 3, 2023, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.