ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં હંદવાડાના તારાતપોરામાં થયો બ્લાસ્ટ, એક બાળકીનું મોત, અનેક ઈજાગ્રસ્ત

author img

By

Published : Sep 17, 2021, 8:38 AM IST

જમ્મુ-કાશ્મીરમાં હંદવાડાના તારાતપોરામાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટે જમ્મુ-કાશ્મીરને ધમરોળી નાખ્યું છે. ત્યારે આ અંગે મળતી માહિતી અનુસાર, વિસ્ફોટમાં એક બાળકીનું મોત થયું છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

જમ્મુ-કાશ્મીરમાં હંદવાડાના તારાતપોરામાં થયો બ્લાસ્ટ, એક બાળકીનું મોત, અનેક ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરમાં હંદવાડાના તારાતપોરામાં થયો બ્લાસ્ટ, એક બાળકીનું મોત, અનેક ઈજાગ્રસ્ત

  • જમ્મુ-કાશ્મીરમાં હંદવાડાના તારાતપોરામાં મોટો વિસ્ફોટ થયો
  • વિસ્ફોટના કારણે એક બાળકીનું મોત, અનેક ઈજાગ્રસ્ત
  • વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તાર ધ્રુજી ઉઠ્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વાર વિસ્ફોટની ઘટના સામે આવી છે. અહીં હંદવાડાના તારાતપોરામાં મોટો વિસ્ફોટ થયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર, વિસ્ફોટમાં એક બાળકીનું મોત થયું છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જોકે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. જોકે, આ બ્લાસ્ટ એક ઘરમાં થયો છે. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, આસપાસના વિસ્તાર ધ્રુજી ગયા હતા. ત્યારબાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જોકે, હાલમાં પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી છે. જ્યારે અત્યાર સુધી કોઈ આતંકી ગૃપે આ બ્લાસ્ટની જવાબદારી નથી લીધી. તો પોલીસ બ્લાસ્ટની તપાસમાં લાગી છે.

આ પણ વાંચો- આતંકી હુમલા અંગે કાશ્મીરમાં એલર્ટ, આંતકવાદીઓ દ્વારા LoC પર રેકી

શ્રીનગરમાં સક્રિય 4 આતંકીને મારવા પોલીસનો પ્રયાસ

આપને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીર પોલીસે બુધવારે કહ્યું હતું કે, શ્રીનગર શહેરમાં હજી પણ ચાર આતંકવાદી સક્રિય છે અને પોલીસ તેમની ધરપકડ કરવા કે તેમને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. IPG કમિશનર વિજય કુમારે શ્રીનગરમાં એક રમત આયોજન દરમિયાન સંવાદદાતાઓને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, યુવાઓને નશા અને ઉગ્રવાદથી દૂર રાખવા માટે રમત પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અને હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તો અમે આગામી મહિનાઓમાં વધુ રમત આયોજન કરીશું.

આ પણ વાંચો- પંજાબના જલાલાબાદ જિલ્લામાં એક બાઈકની પેટ્રોલ ટાંકી ફાટતા થયો બ્લાસ્ટ, બાઈકસવારની હાલત ગંભીર

આ પહેલા બેમિનાથી 7 ચીની ગ્રેનેડ મળ્યા હતા

આ પહેલા CRPFએ સોમવારે શ્રીનગરના લાલ ચોકથી 4 કિલોમીટર દૂર બેમિનાથી 7 ચીની ગ્રેન્ડ કબજે કર્યા હતા. અધિકારીઓના મતે, બળની 73મી બટાલિયન દ્વારા રસ્તો ખોલવાના અભ્યાસ દરમિયાન હાથગોળા કબજે થયા હતા અન તેમના એનએચ 44ના રોડ ડિવાઈડર પર રાખવામાં આવેલા રેતીના થેલામાં રાખવામાં આવ્યા હતા. અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હાઈવે પર ભીડને જોતા ગ્રેનેડને સાઈટ પર ફેલાવવામાં નહતો આવ્યો અને સુરક્ષા પ્રોટોકોલ તેમ જ સ્ટાન્ડર્ડ સંચાલન પ્રક્રિયાનું પાલન કરવા માટે બળ અને રાજ્ય પોલીસને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને સોંપવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થામાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, આ પહેલી વાર નથી જ્યારે ચીની ગ્રેનેડ ઘાટીમાં મળ્યા છે. આ પહેલા પણ અનેક વખત આ મળી આવ્યા છે, જે જમ્મુ-કાશ્મીરમાં વિદ્રોહની ઘટના પાછળ પાકિસ્તાનનો હાથ હોય તેવા સ્પષ્ટ સંકેત આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.