ETV Bharat / bharat

Omicron Cases in India: કેરળ, આંધ્રપ્રદેશ, ચંદીગઢમાં એક-એક, જયપુરમાં 4 કેસ, દેશમાં ઓમિક્રોનના કુલ 42 કેસ

author img

By

Published : Dec 13, 2021, 9:10 AM IST

Omicron Cases in India: કેરળ, આંધ્રપ્રદેશ, ચંદીગઢમાં એક-એક, જયપુરમાં 4 કેસ, દેશમાં ઓમિક્રોનના કુલ 42 કેસ
Omicron Cases in India: કેરળ, આંધ્રપ્રદેશ, ચંદીગઢમાં એક-એક, જયપુરમાં 4 કેસ, દેશમાં ઓમિક્રોનના કુલ 42 કેસ

દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ કેસ (Omicron Cases in India) વધી રહ્યા છે. તો અહીં જાણીએ કયા રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ (The new variant of the Corona is Omicron) ઓમિક્રોનના કેટલા કેસ સામે આવ્યા છે.

  • દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ કેસ (Omicron Cases in India) વધી રહ્યા છે
  • કેરળ, આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં ઓમિક્રોનના એક-એક, જયપુરમાં 4 કેસ નોંધાયા
  • દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 42 થઈ

ચંદીગઢ/બેંગલુરુ/તિરુવનંતપુરમઃ કેરળ, આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં રવિવારે કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયા છે. ત્રણેય જગ્યા પર વાઈરસના આ નવા વેરિયન્ટનો પહેલો કેસ (The new variant of the Corona is Omicron) સામે આવ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર્ (Omicron Cases in Maharashtra) અને કર્ણાટકમાં (Omicron Cases in Karnataka) ઓમિક્રોનના એક-એક વધુ દર્દી, રાજસ્થાનના જયપુરમાં (Omicron Cases in Jaipur) 4 મળ્યા પછી દેશમાં આવા કેસની સંખ્યા વધીને 42 થઈ (Omicron Cases in India) છે.

કેરળના આરોગ્યપ્રધાને આપી માહિતી

રવિવારે નોંધાયેલા આ તમામ કેસમાં દર્દીઓએ વિદેશ યાત્રા કરી (Infected tourist Omicron returning from foreign travel) હતી. કેરળનાં આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે (Kerala Health Minister Veena George) રવિવારે કહ્યું હતું કે, રાજ્યમાં ઓમિક્રોનના પહેલા કેસની પુષ્ટિ થઈ (Omicron Cases in Kerala) છે. પ્રધાને ફેસબુક પેજ પર શેર કરેલા એક વીડિયોમાં કહ્યું હતું કે, દર્દી કેરળનો રહેવાસી છે, જે હાલમાં બ્રિટનથી પરત ફર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, દર્દીની હાલત સ્થિર છે અને ગભરાવવાની આવશ્યકતા નથી. કારણ કે, સરકાર સંક્રમણના નવા વેરિયન્ટ ફેલાવવાથી રોકવા માટે તમામ આવશ્યક પગલા ઉઠાવી (Necessary steps to prevent omicron) રહ્યા છે.

અબુધાબીથી આવેલો યુવક ઓમિક્રોન સંક્રમિત

ત્યારબાદ પ્રધાને એક નિવેદનમાં કહ્યું હતું કે, દર્દીની પત્ની અને તેમના સાસુ પણ સંક્રમિત થયાં છે, જેમની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, ત્રણેય દર્દીની હાલત સ્થિર છે. એક નિવેદન અનુસાર, એર્નાકુલમના રહેવાસી દર્દી 6 ડિસેમ્બરે અબુ ધાબી થઈને તેમની પત્નીની સાથે કોચ્ચી પહોંચ્યો હતો. શરૂઆતમાં જ બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે આગલા દિવસે લક્ષણ દેખાયા પછી ફરીથી તપાસ કરતા સંક્રમણની પુષ્ટિ (The new variant of the Corona is Omicron) થઈ હતી. એક નિવેદન અનુસાર, ત્યારબાદ સેમ્પલ જિનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે, જેમાં વ્યક્તિના વાઈરસના ઓમિક્રોન સ્વરૂપથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.

ઈટલીથી ચંદીગઢ આવેલો યુવક ઓમિક્રોન સંક્રમિત

તો આ તરફ વિદેશથી પોતાના સંબંધીઓને મળવા ચંદીગઢ પહોંચેલા 20 વર્ષીય એક યુવક ઓમિક્રોન સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. ચંદીગઢના આરોગ્ય સેવા નિદેશક ડોક્ટર સુમન સિંહે જણાવ્યું હતું કે, તે ઈટલીમાં રહેતો હતો. હાલમાં તે પોતાના સંબંધીઓને મળવા અહીં પહોંચ્યો હતો. જિનોમ ટેસ્ટિંકનો તેનો રિપોર્ટ 11 ડિસેમ્બેર મોડી રાત્રે મળ્યો હતો અને આમાં ઓમિક્રોનથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. યુવકે વેક્સિનના ડોઝ લઈ રાખ્યા છે અને અત્યારે તે ઈન્સ્ટિટ્યુશનલ આઈસોલેશનમાં છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, વ્યક્તિ 22 નવેમ્બરે ભારત આવ્યો હતો. તે ચંદીગઢમાં પોતાના સંબંધીઓને મળવા અહીં આવ્યો હતો અને આઈસોલેશનમાં (Omicron infected patients in isolation) હતો તથા એક ડિસેમ્બરે ફરી તપાસમાં સંક્રમિત આવ્યો હતો.

યુવકના સેમ્પલને જિનોમ ટેસ્ટિંગ માટે નવી દિલ્હી મોકલાયા

એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ત્યારબાદ તેને આઈસોલેશનમાં (Omicron infected patients in isolation) મોકલવામાં આવ્યો હતો અને તેના સેમ્પલને જિનોમ ટેસ્ટિંગ માટે નવી દિલ્હી મોકલવામાં આવ્યા હતા. મોટા જોખમનો સામનો કરી રહેલા તેમના પરિવારના 7 સભ્યોને પણ આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. તેમાંથી કોઈમાં પણ સંક્રમણની પુષ્ટિ નથી થઈ. એવું જણાવવામાં આવ્યું હતું કે, વ્યક્તિમાં સંક્રમણના લક્ષણ નહતા. તો, આંધ્રપ્રદેશમાં આયર્લેન્ડથી પહોંચેલો 34 વર્ષીય એક વિદેશી પ્રવાસીને ઓમિક્રોન હોવાનું (Omicron infected patients in isolation) સામે આવ્યું છે. તે વ્યક્તિ પહેલા મુંબઈ પહોંચ્યો હતો અને કોરોનાની તપાસમાં તે સંક્રમિત હોવાનું જણાયું હતું. ત્યારબાદ 27 નવેમ્બરે તેને વિશાખાપટ્ટનમ જવાની મંજૂરી મળી હતી.

આ પણ વાંચો- Omicron Booster Shots: ટોચના વાઈરોલોજિસ્ટ કહે છે કે, ભારતમાં બુસ્ટર શોટ્સ જરૂરી હોઈ શકે

કર્ણાટકમાં રવિવારે ત્રીજો કેસ નોંધાયો

જાહેર આરોગ્ય નિયામકે એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે, વિજયનગરમમાં બીજી વખત RT-PCR તપાસમાં તેના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તેના સેમ્પલને જિનોમ ટેસ્ટિંગ માટે હૈદરાબાદમાં આવેલી સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (Testing of Omicron at the Center for Cellular and Molecular Biology, Hyderabad) મોકલવામાં આવી અને તેના રિપોર્ટમાં ઓમિક્રોન હોવાની પુષ્ટિ થઈ હતી. નિયામકે વધુમાં કહ્યું હતું કે, જોકે, વ્યક્તિમાં સંક્રમણના લક્ષણ નહતા અને 11 ડિસમ્બરે ફરીથી તપાસમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ઓમિક્રોનને વધુ કોઈ કેસ નથી. આ તમામની વચ્ચે કર્ણાટકમાં રવિવારે ઓમિક્રોનનો ત્રીજો કેસ નોંધાયો છે. આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી આવ્યો હતો અને કોરોના સંક્રમિત હતો.

કર્ણાટકમાં દક્ષિણ આફ્રિકાથી આવેલો યુવક ઓમિક્રોન સંક્રમિત

રાજ્યના આરોગ્ય પ્રધાન ડો. કે. સુધાકરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કર્ણાટકમાં ઓમિક્રોનનો ત્રીજો કેસ (Omicron Cases in Karnataka) સામે આવ્યો છે. દક્ષિણ આફ્રિકાથી પરત આવેલો 34 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત આવ્યો છે. અને તેને આઈસોલેટ કરી સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેના પ્રાથમિક સંપર્કમાં 5 લોકો અને બીજા સંપર્કમાં 15 લોકો આવ્યા હોવાની જાણકારી મળી છે, જેના ટેસ્ટ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તો આ તરફ મહારાષ્ટ્રમાં એક દક્ષિણ આફ્રિકી દેશથી નાગપુર પરત આવેલા 40 વર્ષીય વ્યક્તિમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનના 18 કેસ આવ્યા છે.

આ પણ વાંચો- Omicron In India: સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી- 59 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, નિયમોનું પાલન કરવું જરૂરી

આ યુવક 8 દિવસ પહેલા આવ્યો હતો

નાગપુર નગર નિગમના કમિશનર રાધાકૃષ્ણન બી.એ કહ્યું હતું કે, સ્થાનિક રહેવાસી આ વ્યક્તિ લગભગ 8 દિવસ પહેલા પશ્ચિમ આફ્રિકાથી આવ્યો હતો. અહીં પહોંચવા પર તે કોરોનાથી પીડિત હોવાનું જણાયું હતું. ત્યારબાદ તેને નગરના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આજે આવેલા રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ હતી કે, તે ઓમિક્રોથી પીડિત છે. તેમણે કહ્યું હતું કે, પરંતુ તેના સંપર્કમાં આવેલા લોકો સંક્રમિત નહતા. કમિશનરે કહ્યું હતું કે, રોગીની હાલત સ્થિર છે અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.