ETV Bharat / bharat

Ludhiana Court Blast Case : લુધિયાણા બ્લાસ્ટના શંકાસ્પદ મુલતાનીની પૂછપરછ માટે NIAની ટીમ જર્મની જશે

author img

By

Published : Dec 31, 2021, 12:25 PM IST

Updated : Dec 31, 2021, 2:43 PM IST

લુધિયાણા કોર્ટ બ્લાસ્ટના(Ludhiana Court Blast Case) માસ્ટર માઈન્ડ જસવિંદર સિંહ મુલતાનીની થોડા દિવસ પહેલા જર્મનીમાં ધરપકડ(Arrest of Jaswinder Singh Multani) કરવામાં આવી હતી, હવે NIAની ટીમ પણ તેની પૂછપરછ કરવા માટે જર્મની(Germany for Interrogation of Multani) જશે. NIAએ મુલતાની સામે કેસ નોંધ્યો છે.

Ludhiana Court Blast Case : NIAની ટીમ લુધિયાણા બ્લાસ્ટના શંકાસ્પદ મુલતાનીની પૂછપરછ માટે જર્મની જશે
Ludhiana Court Blast Case : NIAની ટીમ લુધિયાણા બ્લાસ્ટના શંકાસ્પદ મુલતાનીની પૂછપરછ માટે જર્મની જશે

નવી દિલ્હીઃ લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસમાં(Ludhiana Court Blast Case) જસવિંદર સિંહ મુલતાનીની પૂછપરછ કરવા NIAની ટીમ જર્મની જશે. 28 ડિસેમ્બરના રોજ, જર્મનીમાં(Germany for Interrogation of Multani) પોલીસે પ્રતિબંધિત સંગઠન સિખ્સ ફોર જસ્ટિસ સાથે સંકળાયેલા આતંકવાદી જસવિંદર સિંહ મુલતાનીની ધરપકડ(Arrest of Jaswinder Singh Multani) કરી હતી, જસવિન્દર સિંહ લુધિયાણા કોર્ટ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ હોવાનું માનવામાં આવે છે.

મુલતાનીને તપાસ માટે ભારત લાવવાની તૈયારી

NIAના જણાવ્યા અનુસાર જસવિંદર સિંહ મુલતાનીને રાજદ્વારી માધ્યમથી ભારત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જસવિંદર સિંહ મુલતાની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત શીખ ફોર જસ્ટિસ સંગઠન(Sikh for Justice Organization) કે જેની સાથે મુલતાની સંકળાયેલા છે, તેને ભારતે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠન સોશિયલ મીડિયા દ્વારા પંજાબના યુવાનોને ખાલિસ્તાનના નામે છેતરે છે. થોડા દિવસો પહેલા શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે જર્મન પોલીસે જસવિંદરની ધરપકડ કરી ન હતી. પરંતુ પૂછપરછ માટે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.એનઆઈએની પ્રસ્તાવિત મુલાકાતે ગુરપતવંત સિંહના દાવાઓને ઉજાગર કર્યા છે. NIA(National Investigation Agency) ની ટીમ ખાલિસ્તાન તરફી એવા આતંકવાદી સંગઠનો(Khalistan Terrorist Organization) અને દેશની બહાર કામ કરતા જૂથો પર નજર રાખી રહી છે, જેઓ પંજાબ અને દેશમાં અસ્થિરતા પેદા કરવા માંગે છે. મુલતાનીને તપાસ માટે ભારત લાવવાની તૈયારી ચાલી રહી છે.

પંજાબના લુધિયાણા જિલ્લા કોર્ટ સંકુલમાં બ્લાસ્ટ

ઉલ્લેખનીય છે કે 23 ડિસેમ્બરે પંજાબના લુધિયાણા જિલ્લા કોર્ટ સંકુલમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તેમજ અન્ય છ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પંજાબ સરકારે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું હતું. પોલીસને શંકા છે કે કોર્ટ સંકુલમાં એક બિલ્ડિંગના બીજા માળે શૌચાલયમાં વિસ્ફોટમાં માર્યા ગયેલા વ્યક્તિએ વિસ્ફોટક ઉપકરણ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો અથવા તે આત્મઘાતી બોમ્બર હોઈ શકે છે.

વિસ્ફોટ રાજ્યમાં અરાજકતા બનાવવાનો પ્રયાસ

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કેમ્પસની એક દિવાલને નુકસાન પહોંચ્યું હતું અને પરિસરમાં પાર્ક કરાયેલા કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું. વિસ્ફોટ થયો ત્યારે સ્થાનિક ધારાસભ્ય બલવિંદર સિંહ બેન્સ ત્રીજા માળે વકીલના રૂમમાં હતા. મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ આશંકા વ્યક્ત કરી હતી કે વિસ્ફોટ રાજ્યમાં અરાજકતા બનાવવાનો પ્રયાસ હોઈ શકે છે. જ્યાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ(Assembly Elections 2022) થવાની છે. હુમલામાં માર્યા ગયેલા માણસની બાદમાં પંજાબ પોલીસના બરતરફ કોન્સ્ટેબલ તરીકે ઓળખ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Ludhiana Court Blast Case : લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસનો માસ્ટરમાઈન્ડ જર્મનીથી ઝડપાયો

આ પણ વાંચોઃ Punjab Assembly Election : બીજેપીએ અમરિન્દર, ધીંડસા સાથે ગઠબંધનની જાહેરાત કરી

Last Updated :Dec 31, 2021, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.