ETV Bharat / bharat

TOP NEWS: આજથી નવરાત્રીનો પ્રારંભ, PM મોદી 35 PSA ઓક્સિજન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Oct 7, 2021, 6:00 AM IST

NEWS TODAY
NEWS TODAY

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. આજે નવરાત્રીનો પ્રથમ દિવસ, અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે

આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. તેઓ સહપરિવાર પાનસર ગામે પોતાના કુળદેવીના દર્શન કરશે. સાથે જ તેઓ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલને પણ મળશે.

2. PM મોદી આજે 35 PSA ઓક્સિજન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 35 PSA (PRESSURE SWING ADSORPTION) ઓક્સિજન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે

3. કોંગ્રેસ આજે પંજાબથી યુપીના લખીમપુર ખેરી સુધી કૂચ કરશે

પંજાબ કોંગ્રેસ આજે પંજાબના મોહાલીથી ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરી સુધી કૂચ કરશે. આ પદયાત્રાનું નેતૃત્વ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ કરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ લખીમપુર ખેરી પહોંચ્યા

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઈકાલે લખીમપુર ખેરી પહોંચ્યા હતા, તેમની સાથે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ અને પંજાબના મુખ્યપ્રધાન પણ હાજર હતા.

2. સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે PM મોદીએ કરી વાતચીત

વડાપ્રધાન મોદી (PM Modi)એ ગઈકાલે સ્વામિત્વ યોજના (Swamitva Yojana)ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે સ્વામિત્વ કાર્ડ (Swamitva Yojana)ને સમૃદ્ધિનું સાથે અને વિકાસ અને વિશ્વાસનો નવો મંત્ર ગણાવ્યું હતું. PM મોદીએ જણાવ્યું કે, લોકો ડિજી લોકરના માધ્યમથી પોતાના મોબાઇલ પર પોતાનું પ્રોપર્ટીકાર્ડ (Property Card) ડાઉનલોડ પણ કરી શકે છે.

3. રેલવે કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ, મળશે 78 દિવસનું બોનસ

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે ગઈકાલે કહ્યું કે, કેબિનેટની બેઠક (Cabinet Meeting)માં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે પણ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારી (Non-Gazetted Railway Employees)ઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે, ROSCTL માટેની યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેને 2024 સુધી લંબાવવામાં આવી છે. click here

  • explaires:

બદલાઈ નહીં, બગડી રહ્યો છે હવામાનનો મિજાજ, ચોમાસાની મોડી વિદાય સંકટના એંધાણ

આ વર્ષે પણ ચોમાસાની વિદાય(Departure Of The Monsoon) મોડેથી થઈ રહી છે અને હવામાનનો આ બદલાતો ટ્રેન્ડ (Changing Trend Of The Weather) ખતરાની ઘંટડી છે. આખરે શું છે ચોમાસાનો બદલાતો ટ્રેન્ડ? હવામાનની બદલાતી પેટર્નથી શું નુકસાન છે? જાણવા માટે વાંચો Etv ભારતનું એક્સપ્લેનર. click here

  • exclusive:

સરકાર કલાકારોને માટે નવરાત્રીને લઈને યોગ્ય નિર્ણય લે: હેમંત ચૌહાણ

નવલાં નોરતાના બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં શેરી ગરબાઓને ગણતરીના લોકો સાથે યોજવાની છૂટ આપવામાં આવી છે. જોકે મોટા ગરબા આયોજનની છૂટ આપવામાં આવી નથી. આ મુદ્દે વિખ્યાત ગાયક કલાકાર હેમંત ચૌહાણે ઈટીવી ભારત સાથે ખૂલીને વાતચીત કરી હતી. click here

  • Sukhibhava:

આંખો નીચે Dark Circles દૂર કરી ત્વચાની સંભાળ લેવા આ રહી અસરદાર ટિપ્સ

લાંબા સમયનો સ્ક્રીનટાઈમ આપણી આંખોના સ્વાસ્થ્ય તેમ જ તેની આસપાસની ત્વચાને ઘણી અસર કરે છે. જેથી આંખોની આસપાસ કાળાશ-Dark Circles જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે. આવો જાણીએ કે તમે થોડી કાળજી રાખીને આ સમસ્યાથી કેવી રીતે છૂટકારો મેળવી શકશો. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.