ETV Bharat / bharat

બદલાઈ નહીં, બગડી રહ્યો છે હવામાનનો મિજાજ, ચોમાસાની મોડી વિદાય સંકટના એંધાણ

author img

By

Published : Oct 6, 2021, 8:28 PM IST

બદલાઈ નહીં, બગડી રહ્યો છે હવામાનનો મિજાજ, ચોમાસાની મોડી વિદાય સંકટના એંધાણ
બદલાઈ નહીં, બગડી રહ્યો છે હવામાનનો મિજાજ, ચોમાસાની મોડી વિદાય સંકટના એંધાણ

આ વર્ષે પણ ચોમાસાની વિદાય(Departure Of The Monsoon) મોડેથી થઈ રહી છે અને હવામાનનો આ બદલાતો ટ્રેન્ડ (Changing Trend Of The Weather) ખતરાની ઘંટડી છે. આખરે શું છે ચોમાસાનો બદલાતો ટ્રેન્ડ? હવામાનની બદલાતી પેટર્નથી શું નુકસાન છે? જાણવા માટે વાંચો Etv ભારતનું એક્સપ્લેનર.

  • 1960 બાદ બીજીવાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મોડું વિદાય લેશે
  • ચોમાસુ વિદાય લેવાની શરૂઆત 6 ઑક્ટોબરથી થવાની સંભાવના
  • વરસાદના સમય અને પ્રમાણમાં સતત બદલાવ ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યો છે

હૈદરાબાદ: આ વર્ષે ચોમાસાની વિદાય થવા લાગી છે. હવામાન વિભાગ (Meteorological Department) પ્રમાણે 6 ઑક્બરથી ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પાછા જવાની શરૂઆત (Southwest Monsoon) થઈ જશે. વિદાય લઇ રહેલું ચોમાસું કેટલાક રાજ્યોને આવનારા દિવસોમાં પલાળશે, પરંતુ આ વખતે જે રીતે ચોમાસાની ચાલ ચાલી રહી છે એ ડરાવી રહી છે. ચોમાસાની આ ચાલે ભવિષ્ય માટે ચિંતાઓ વધારી (Ongoing Monsoon Raised Concerns For The Future) દીધી છે. આખરે કેમ ચોમાસાની ચાલથી ખતરાની ઘંટડી વાગી રહી છે? આની અસર શું થઈ રહી છે? જાણવા માટે વાંચો Etv ભારત એક્સપ્લેનર.

ચોમાસુ મોડું જઈ રહ્યું છે

હવામાન વિભાગના અધિકારીઓનું માનીએ તો વર્ષ 1960 બાદ આ બીજીવાર છે જ્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આટલું મોડું જઈ રહ્યું છે. આ પહેલા વર્ષ 2019માં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસુ પાછું જવાની શરૂઆત 9 ઑક્ટોબરના થઈ હતી, જ્યારે વર્ષ 2020માં 28 સપ્ટેમ્બરથી ચોમાસાના પાછા જવાની શરૂઆત થઈ હતી. સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમ ભારતથી ચોમાસુ પાછું જવાની શરૂઆત 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ જતી હતી, જેની શરૂઆત આ વખતે 6 ઑક્ટોબરથી થવાની સંભાવના છે. વર્ષ 1961માં ચોમાસુ 1 ઑક્ટોબરથી પાછું જવાનું શરૂ થયું હતું.

મોડેથી ચોમાસુ આવ્યું, મોડેથી જઈ રહ્યું છે, પરંતુ વરસાદ સામાન્ય

ચોમાસાનું આગમન દર વર્ષે એક જૂનથી કેરળથી થાય છે. આ વખતે ચોમાસુ 2 દિવસ મોડેથી 3 જૂનના કેરળ પહોંચ્યું હતું. આ વખતે ચોમાસાની વિદાય ભલે મોડાથી થઈ રહી છે, પરંતુ વરસાદનું સ્તર સામાન્ય જ રહ્યું. હવામાન વિભાગ પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિના દરમિયાન ચોમાસાની ઋતુમાં દેશમાં સામાન્ય વરસાદ થયો. એક જૂનથી 30 સપ્ટેમ્બર સુધી દેશભરમાં 87 સેમી. ચોમાસાનો વરસાદ થયો, જ્યારે 1961થી લઇને 2010 દરમિયાન આની સરેરાશ 88 સેમી રહી. આ સતત ત્રીજુ વર્ષ છે જ્યારે દેશમાં સામાન્ય અથવા સામાન્યથી વધારે વરસાદ નોંધાયો. 2019 અને 2020માં સામાન્યથી વધારે વરસાદ નોંધાયો હતો. કુલ મળીને દેશભરમાં વરસાદ જૂનમાં 110 ટકા, જુલાઈમાં 93 ટકા અને ઑગષ્ટમાં 76 ટકા થયો. આ મહિનાઓમાં સૌથી વધારે વરસાદ થાય છે. જો કે જુલાઈ અને ઓગષ્ટમાં વરસાદ ઓછો થયો, પરંતુ આની કમી સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ ગઈ, જ્યારે LPAનો 135 ટકા વરસાદ નોંધાયો.

કયા વિસ્તારોમાં વધારે અને ઓછો વરસાદ થયો?

હવામાન વિભાગ પ્રમાણે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને લક્ષદ્વીપમાં ઓછો વરસાદ થયો. તો પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તર આંતરિક કર્ણાટક, પશ્ચિમ બંગાળ ગંગાનો વિસ્તાર, કોંકણ અને ગોવા, મરાઠાવાડા અને આંદમાન અને નિકોબારમાં ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ નોંધાયો.

3 મહિનામાં 435 લોકોના મોત

હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના કારણે ખરાબ હવામાનની ઘટનાઓમાં છેલ્લા 3 મહિનામાં દેશભરમાં ઓછામાં ઓછા 435 લોકોના મોત થયા છે. આંકડાઓ પ્રમાણે કુલ મોતમાંથી 50 ટકાથી વધારે મોત આકાશીય વીજળી પડવાથી થયા છે. જૂનથી ઑગષ્ટ દરમિયાન 240 લોકોના મોત આકાશીય વીજળી પડવાથી થયા છે. 3 મહિનામાં ખરાબ હવામાનથી કુલ મોતમાંથી એક તૃતિયાંશ મોત એકલા મહારાષ્ટ્રમાં થયા છે. આંકડાઓ પ્રમાણે ખરાબ હવામાનની ઘટનાઓમાં આકાશીય વીજળી પડવી, ભારે વરસાદ અથવા અન્ય ઘટનાઓ સામેલ છે, જેમાં જૂનમાં 109, જુલાઈમાં 301 અને ઑગષ્ટમાં 25 લોકોના મોત થયા છે.

કેમ ડરાવી રહ્યું છે ચોમાસુ?

(1) ખેતી માટે ઘાતક છે ચોમાસાની મોડી વિદાય

જાણકારોનું માનવું છે કે ચોમાસાની તારીખોમાં વારંવાર બદલાવ સૌથી વધારે કૃષિ માટે ઘાતક સાબિત થશે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની તારીખોમાં થઈ રહેલા બદલાવના કારણે ખેડૂતો વાવણીનો સમય નક્કી નથી કરી શકી રહ્યા. આજે પણ દેશની મોટાભાગની ખેતી ચોમાસા પર નિર્ભર કરે છે. વરસાદના સમયની સાથે પ્રમાણમાં પણ સતત બદલાવ ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યો છે. ઓછા વરસાદથી પાક સૂકાઈ રહ્યો છે અને વધારે વરસાદ થવાથી પણ પાક બરબાદ થઈ રહ્યો છે.

(2) ઓછા સમયમાં વધારે વરસાદ

છેલ્લા કેટલાક વર્ષો ઉપરાંત આ વર્ષે પણ અનેક શહેરોમાં ઓછા સમયમાં વધારે વરસાદોનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર, પાણી ભરાવા જેવી સ્થિતિ જોવા મળી છે. આ વખતે ચોમાસા દરમિયાન 874.6 મિમી વરસાદ થયો છે. 3 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીની ચોમાસાની સીઝનમાં થનારો વરસાદ 99 ટકા છે, પરંતુ દેશના 22 પ્રમુખ શહેરોમાં ચોમાસાનો લગભગ 95 ટકા વરસાદ ફક્ત 3થી 27 દિવસ થઈ ગયો હતો. દિલ્હીમાં લગભગ 95 ટકા વરસાદ ફક્ત 4થી 5 દિવસમાં અને મુંબઈમાં અડધો વરસાદ 6 દિવસમાં થયો છે. જાણકારો માને છે કે છેલ્લા 3 દાયકામાં હવામાનની ચાલ બગડી ગઈ છે. જેનાથી ઝડપી વરસાદવાળા દિવસ તો વધ્યા છે, પરંતુ તેમ છતાં અનેકવાર ચોમાસાનો વરસાદ સામાન્યથી ઓછો હોય છે. પૂર તો આવે છે, પરંતુ સિંચાઈ નથી થઈ શકતી. લોકોના જીવ જઈ રહ્યા છે અને લાખો લોકો બેઘર થઈ જાય છે. સૂકા વિસ્તારોમાં પૂર અને સારા વરસાદવાળા વિસ્તારોમાં દૂકાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

(3) ભૂગર્ભ જળ અને જળાશયોમાં પાણીની અછત

ચોમાસા દરમિયાન વરસાદની પેટર્નમાં ફેરફારને કારણે ભૂગર્ભ જળસ્તર અને જળાશયોમાં પણ પાણીની તંગી છે. નિષ્ણાતો માને છે કે, હવામાનની પેટર્નમાં ફેરફારને કારણે ટૂંકા સમયમાં વધુ પડતા વરસાદને કારણે પૂર અથવા પાણી ભરાવા જેવી સ્થિતિ સર્જાય છે, પરંતુ તેનો લાભ ભૂગર્ભ જળસ્તરમાં ઉપયોગમાં લેવાતો નથી. 2 થી 3 દાયકા પહેલા આખા ચોમાસાના 4 મહિનામાં જેટલો વરસાદ પડતો હતો, તેટલો વરસાદ હવે કેટલાક વિસ્તારોમાં થોડાક દિવસોમાં પડી રહ્યો છે. જેના કારણે મોટાભાગનું પાણી વહે છે અને દરિયામાં પહોંચી રહ્યું છે.

(4) જીવલેણ થઈ રહેલું ચોમાસું

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના ઘણા ભાગોમાં ચોમાસુ સંકટ બનીને આવ્યું છે. પૂરથી લઈને ભૂસ્ખલન સુધીની ઘટનાઓ હિમાચલ, ઉત્તરાખંડ સહિત મહારાષ્ટ્ર અને બંગાળ સહિત લગભગ દરેક રાજ્યમાંથી નોંધાઈ છે. જેમાં જાન -માલનું ઘણું નુકશાન થાય છે.

બગડી રહ્યો છે હવામાનનો મિજાજ

નિષ્ણાતો માને છે કે, હવામાનની પેટર્નમાં આ ફેરફાર ખાસ કરીને ચોમાસામાં આગામી 2થી 3 વર્ષ સુધી ચાલું રહી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આબોહવા પરિવર્તનને કારણે હવામાનની પેટર્ન બદલાઈ નથી, પરંતુ બગડી ગઈ છે, જે આગળ પણ ચાલું રહેશે. હવામાનના બગડેલા મિજાજના કારણે કારણે ચોમાસાની શરૂઆત, ચોમાસાનું પ્રમાણ, સમય અને વિદાયની આગાહી કરવી વધુને વધુ મુશ્કેલ બની રહી છે. જે ખેતી માટે સૌથી હાનિકારક સાબિત થશે. આગામી 2થી 3 વર્ષ સુધી હવામાનની પેટર્ન આવી જ રહેવાની ધારણા છે. નિષ્ણાતો માને છે કે ચોમાસામાં અનિયમિત વરસાદના ટ્રેન્ડથી પાક અને લોકોના જીવન-મિલકતને નુકસાન આગામી વર્ષોમાં વધુ થઈ શકે છે, જે ડરામણું છે.

ગ્લોબલ વૉર્મિંગ છે આનું કારણ

ગ્લોબલ વોર્મિંગ અને અન્ય કારણોસર પ્રકૃતિમાં પરિવર્તનના ભણકારા દાયકાઓ પહેલા સંભળાવા લાગ્યા હતા. હવે તે ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે. વરસાદનું વલણ અને પેટર્ન બંને કૃષિને અસર કરે છે. છેલ્લા 5 દાયકામાં હવામાનશાસ્ત્રીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસોના આધારે જાણવા મળ્યું છે કે, માર્ચ અને મે વચ્ચે વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે અને જૂનથી સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી ચોમાસામાં વરસાદ અપેક્ષા કરતા ઓછો વરસી રહ્યો છે. ઉનાળામાં વરસાદ વધવાને કારણે ગરમીમાંથી રાહત તો મળે છે, પણ ખેડૂતોની મહેનત પર પાણી ફરી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ભારતીય અર્થતંત્ર માટે નિર્ણાયક છે, કારણ કે દેશની GDP હજુ પણ ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓ પર ઘણો આધાર રાખે છે. પીવાના પાણી પુરવઠા અને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા જળાશયોને ભરવા માટે પણ આ મહત્વપૂર્ણ છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાન સતત બદલાતું રહે છે અને ખેતીના દિવસોમાં આવા જળાશયોમાં પાણીની અછત રહે છે.

આ પણ વાંચો: PM ડિજિટલ હેલ્થ મિશન: હવે દરેક ભારતીય પાસે હશે ડિજિટલ હેલ્થ કાર્ડ, જાણો તેનાથી કયા-કયા ફાયદા થશે

આ પણ વાંચો: ભારત બંધ : જાણો શું છે કૃષિ કાયદાઓ, જેના પર સરકાર અને ખેડૂતો છે આમને-સામને

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.