ETV Bharat / bharat

મોદી સરકારે આપી 15 લાખ રૂપિયા જીતવાની તક, બસ કરો આ કામ

author img

By

Published : Jul 31, 2021, 9:17 AM IST

જો તમે પણ ઘરે બેસીને શ્રીમંત બનવા માંગો છો, તો તમારી પાસે સુવર્ણ તક છે, કારણ કે મોદી સરકાર હવે ઘરે બેઠા કરોડપતિ બનવાની તક આપી રહી છે. મોદી સરકારની આ પહેલનો લાભ લઈને કોઈપણ વ્યક્તિ 15 ઓગસ્ટ સુધીમાં કરોડપતિ બની શકે છે. આ માટે તમારે માત્ર એક નામ આપવું પડશે અથવા તમે લોકો અને ટેગલાઇન બનાવીને આ પુરસ્કાર જીતી શકો છો. MY Gov India એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

મોદી સરકારે આપી 15 લાખ રૂપિયા જીતવાની તક, બસ કરો  આ કામ
મોદી સરકારે આપી 15 લાખ રૂપિયા જીતવાની તક, બસ કરો આ કામ

  • મોદી સરકારે આપી 15 લાખ રૂપિયા જીતવાની તક
  • ઘરે બેસીને શ્રીમંત બનવા તમારી પાસે સુવર્ણ તક
  • પહેલનો લાભ લઈ 15 ઓગસ્ટ સુધીમા બનો શ્રીમંત

લખનઉ: મોદી સરકારની એક પહેલ તમને લખપતિ બનવાની ઉત્તમ તક આપી રહી છે. નાણાં મંત્રાલયે આ માટે એન્ટ્રી પણ મંગાવી છે. આ સ્પર્ધા વિકાસ નાણાકીય સંસ્થા (DFI) માટે છે. જેમાં પ્રથમ સ્થાન મેળવનારને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

  • .@FinMinIndia in association with @mygovindia is announcing a contest to crowdsource the name, tagline and logo of the new Development Financial Institution. Cash prizes of up to Rs 5 lakh in each category! Last date for entries is 15.08.2021. https://t.co/uK5AojlWlB (1/2)

    — NSitharamanOffice (@nsitharamanoffc) July 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

DFI માટે નામ, ટેગલાઇન અને લોગો માટે નાગરિકો પાસેથી એન્ટ્રી મંગાવી

નાણાં મંત્રાલયે બુધવારે નવી ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન (DFI) માટે નામ, ટેગલાઇન અને લોગો માટે નાગરિકો પાસેથી એન્ટ્રી મંગાવી હતી. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ માટે આ સંસ્થા એક ડાઇસ ટર્નર માનવામાં આવે છે. આ માટે દરેક કેટેગરીમાં પસંદ કરેલી એન્ટ્રીઓને 55 લાખ રૂપિયા સુધીના રોકડ ઇનામો આપવામાં આવશે. અગાઉ, મંત્રાલયે સરકારના મુખ્ય નાણાકીય સમાવેશ કાર્યક્રમ પ્રધાનમંત્રી જન ધન યોજના માટે નામો પસંદ કરવા માટે 2014 માં આવી જ કવાયત હાથ ધરી હતી.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કર્યું હતું ટ્વિટ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ટ્વિટ કર્યું હતું કે, નાણાં મંત્રાલય My Gov India સાથે મળીને નવી ડેવલપમેન્ટ ફાઇનાન્સ સંસ્થાના નામ ટેગલાઇન અને લોગો માટે સ્પર્ધાની જાહેરાત કરી રહ્યું છે. દરેક કેટેગરીમાં 5 લાખ રૂપિયા સુધીના રોકડ ઇનામો આપવામાં આવશે. પ્રવેશ માટેની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2021 છે.

આ પણ વાંચો: Pegasus espionage case: સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસની અરજીની સુનાવણી માટે સંમતિ આપી

નાણાપ્રધાનએ 2021-22 ના બજેટમાં DFIની રચનાની જાહેરાત કરી

તમને જણાવી દઈએ કે, નાણાપ્રધાનએ 2021-22 ના બજેટમાં DFIની રચનાની જાહેરાત કરી હતી. માર્ચમાં સંસદે નેશનલ બેન્ક ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સિંગ (એનએબીએફઆઇડી) બિલને મંજૂરી આપી હતી. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે પહેલા mygov.in પોર્ટલ પર જવું પડશે. આ પછી તમારે લોગ ઈન ટુ પાર્ટિસિપેટ ટેબ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી તમારે નોંધણીની વિગતો ભરવી પડશે. નોંધણી પછી તમારે તમારી એન્ટ્રી કરવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.