ETV Bharat / bharat

બંગાળમાં મેડિકલ સાયન્સનો ચમત્કાર, પ્રથમ બાળકના મૃત્યુના 125 દિવસ પછી મહિલાએ બીજા બાળકને જન્મ આપ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 8:19 PM IST

બંગાળમાં મેડિકલ સાયન્સનો ચમત્કાર
બંગાળમાં મેડિકલ સાયન્સનો ચમત્કાર

પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની ઉમદા કામગીરી અને મેડિકલ સાયન્સના પ્રતાપે એક ચમત્કાર થયો છે. પશ્ચિમ બંગાળની બર્દવાન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લગભગ 18 અઠવાડિયા પહેલા જોડિયા બાળકોમાંથી પ્રથમ બાળકનું દુઃખદ મોત થયા બાદ બીજા બાળકનો જન્મ થયો હતો. બીજા બાળકને માતાના ગર્ભાશયમાં 125 દિવસ સુધી સ્વસ્થ રાખવાનો અભૂતપૂર્વ પડકાર તબીબી ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. Medical miracle in Bardhaman, twins born 125 after death of first one

પશ્ચિમ બંગાળ : પશ્ચિમ બંગાળની બર્દવાન મેડિકલ કોલેજ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા એક પડકારજનક કેસને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે. અહીં એક જોડિયા બાળકોમાંથી એકનું 18 અઠવાડિયા પહેલા મૃત્યુ થયા બાદ અભૂતપૂર્વ પડકારનો સામનો કરી 125 દિવસ બાદ બીજા જોડિયા બાળકનો જન્મ થયો છે. 14 નવેમ્બરે જન્મેલા નવજાત બાળક અને માતા બંનેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

જોડિયા બાળકનો પડકારજનક કેસ : આ વર્ષે જુલાઈમાં બર્દવાન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 41 વર્ષીય મહિલાએ તબીબી સહાય અર્થે આવી હતી. તપાસ બાદ ડોકટરોને જાણવા મળ્યું કે મહિલા જોડિયા બાળકો સાથે ગર્ભવતી છે. પરંતુ કમનસીબે એક બાળક ગર્ભાશયમાં જ મૃત્યુ પામ્યો હતો. ગંભીર પરિસ્થિતિની ગૂંચવણોને દૂર કરવા ડોક્ટરોની ટીમે મૃત બાળકને મૃત જન્મ આપવાનો નિર્ણય કર્યો હતો. ખૂબ વિશેષ રૂપે ગર્ભનાળને સાચવીને બીજા ગર્ભને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું. જોકે આ કાર્ય ડોકટરો માટે પડકારજનક હતું કારણ કે, બિનપરંપરાગત પ્રક્રિયાથી તંદુરસ્ત બાળકની આવનારી કુદરતી ડિલિવરી દરમિયાન સંક્રમણનું જોખમ વધી જાય છે.

ડોક્ટરોની સિદ્ધિ : આ જોખમ ઘટાડવા માટે ગર્ભવતી સ્ત્રીને ડિસ્ચાર્જ કરવાને બદલે તેની નજીકથી દેખરેખ રાખવા અને સારવાર માટે એક વિશેષ તબીબી ટીમ તૈનાત કરવામાં આવી હતી. સારવાર શરૂ કરીને મહિલાને 125 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. 14 નવેમ્બર બાલ દિવસના રોજ તબીબી ટીમે સિઝેરિયન સેક્શનના માધ્યમથી બીજા બાળકની સફળતાપૂર્વક ડિલિવરી કરી હતી. હાલની મળતી માહિતી અનુસાર નવજાત બાળકનું વજન 2.9 કિલો છે અને બાળક અને માતા બંને સ્વસ્થ છે.

જ્યારે અમે પહેલીવાર આ સમાચાર સાંભળ્યા ત્યારે અમે ખરેખર નિરાશ થઈ ગયા હતા. અમે વિચાર્યું કે બધું ખતમ થઈ ગયું છે. ડોક્ટર અને હોસ્પિટલનો આભાર કે તેમણે મારા બાળકને અને મારી પત્નીને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. હું ખરેખર તેમનો આભારી છું. -- અનૂપ પ્રામાણિક (નવજાત શિશુના પિતા)

એક બાળકનું ગર્ભમાં મૃત્યુ : બર્દવાન મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડેન્ટ તાપસ ઘોષે જણાવ્યું હતું કે, 41 વર્ષીય મહિલાએ વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) કરાવ્યું હતું. પરંતુ તેનો પ્રારંભિક પ્રયાસ અસફળ સાબિત થયો હતો. IVF ના બીજા રાઉન્ડમાંથી પસાર થયા બાદ તે જોડિયા બાળકો સાથે ગર્ભવતી થઈ હતી. દુર્ભાગ્યથી જુલાઈમાં 125 ગ્રામ વજનનો એક ગર્ભ ગર્ભાશયમાં જ મૃત્યુ પામ્યો હતો. બીજા બાળકનું રક્ષણ કરવું એ એક પડકાર હતો.

125 દિવસ બાળકની દેખરેખ : અમારી સર્જિકલ ટીમે પરિસ્થિતિનો સામનો કરવા માટે તાત્કાલિક અને સાવચેતીભર્યા પગલાં લીધાં અને પ્રથમ ડિલિવરી પછી ગર્ભનાળને બાંધી દેવામાં આવી હતી. બીજા બાળકના સ્વસ્થ વિકાસને સરળ બનાવવા માટે તેને કાળજીપૂર્વક ગર્ભાશયમાં પાછી મૂકી દેવામાં આવ્યું. સંક્રમણને રોકવા માટે બીજા બાળકની દેખરેખ રાખવી તે ખાસ કરીને પડકારજનક હતું. માતાની ઉંમરનો પડકાર હતો અને તે આઈવીએફમાંથી પસાર થઈ હતી.

મેડિકલ સાયન્સનો ચમત્કાર : પરિસ્થિતિ ખરેખર જટિલ હતી અને તેથી અમે માતાને 125 દિવસ સુધી અમારી દેખરેખમાં રાખવા માંગતા હતા. આ ખરેખર એક નોંધપાત્ર સિદ્ધિ હતી અને અમને આનંદ છે કે માતા અને બાળક બંને સ્વસ્થ અને સુરક્ષિત છે. નવજાત બાળકનું વજન 2 કિલોગ્રામ (900 ગ્રામ) હતું અને બાળક અને માતા બંને હવે સ્વસ્થ છે. આ ઘટના અપવાદરૂપે દુર્લભ છે. ગર્ભાશયમાં 125 દિવસ સુધી ગર્ભ રહેવાનો કોઈ કેસ નોંધાયો નથી, જોકે વર્ષ 1996 માં બાલ્ટીમોરમાં એક કેસમાં ગર્ભને 90 દિવસ સુધી ગર્ભમાં રાખવામાં આવ્યો હતો.

અપવાદરૂપે દુર્લભ કિસ્સો : 125 દિવસના લાંબા સમય સુધી ગર્ભને જાળવી રાખવાનો આ અસાધારણ કેસ 1996 માં સ્થાપિત 90 દિવસના અગાઉના રેકોર્ડને વટાવી ગયો છે. બર્દવાન મેડિકલ કોલેજ હોસ્પિટલ આ સિદ્ધિને નોંધપાત્ર સફળતા માને છે. જે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ઓફિસર અને વાઇસ-પ્રિન્સિપાલ ડો. મલય સરકારના નેતૃત્વ હેઠળ તબીબી ટીમની કુશળતા અને સમર્પણ દર્શાવે છે.

  1. વાયુ પ્રદૂષણના મોનિટરિંગ માટે તમિલનાડુના 16 વર્ષીય તરુણે લો બજેટ ઉપગ્રહ તૈયાર કર્યો
  2. Floriculture Industry : ફૂલને ફેંકવાની જગ્યાએ યોગ્ય ઉપયોગ કરી કમાણી કરો ! આંતરરાષ્ટ્રીય બજારમાં સૂકાં ફૂલની ભારે માંગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.