ETV Bharat / bharat

વાયુ પ્રદૂષણના મોનિટરિંગ માટે તમિલનાડુના 16 વર્ષીય તરુણે લો બજેટ ઉપગ્રહ તૈયાર કર્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 1:53 PM IST

વાયુ પ્રદૂષણના મોનિટરિંગ માટે તમિલનાડુના 16 વર્ષીય તરુણે લો બજેટ ઉપગ્રહ તૈયાર કર્યો
વાયુ પ્રદૂષણના મોનિટરિંગ માટે તમિલનાડુના 16 વર્ષીય તરુણે લો બજેટ ઉપગ્રહ તૈયાર કર્યો

તમિલનાડુના કરુર જિલ્લાના વિદ્યાર્થી જયપ્રકાશે ઓછા બજેટમાં ઉપગ્રહ તૈયાર કર્યો છે. આ ઉપગ્રહ વાતાવરણમાં વાયુ પ્રદૂષકોનું મોનિટરિંગ કરવા સક્ષમ છે.

કરુર(તમિલનાડુ): તમિલનાડુના કરુર જિલ્લામાં 16 વર્ષીય જયપ્રકાશે વાયુ પ્રદૂષણ સ્તરના મોનિટરિંગ માટે ઓછા બજેટમાં એક ઉપગ્રહનું નિર્માણ કર્યુ છે. આ તરુણની વૈજ્ઞાનિક બનવાની સફર વાયુ પ્રદૂષણની જાણકારી મેળવવા માટેના ઉપગ્રહ બનાવવાની ઈચ્છાથી શરુ થઈ. ત્યારબાદ આ તરુણ જ્યાં અભ્યાસ કરે છે તેના વિજ્ઞાન શિક્ષક રામચંદ્રન અને ભરણી એજ્યુકેશન ગ્રૂપના પ્રિન્સિપાલ ડૉ. રામસુબ્રમણ્યમનું માર્ગદર્શન મેળવ્યું હતું.

જયપ્રકાશની કુશળતાને પરિણામે પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટર સુધી વાયુમંડળમાં વાયુ પ્રદૂષણનું સ્તર કેટલું છે તે જાણકારી આપી શકે તેવા એક નાનકડા ઉપગ્રહની રચના થઈ. કરોડના ખર્ચે તૈયાર થતા ઉપગ્રહથી વિપરિત આ તરુણે માત્ર 1000 રુપિયાના ખર્ચે એક ઉપગ્રહ તૈયાર કરવામાં સફળતા મેળવી છે.

આ તરુણ જયપ્રકાશે ઈટીવી ભારતને આપેલ ખાસ મુલાકાતમાં જણાવ્યું છે કે તેણે બનાવેલ ઉપગ્રહ એક રીતે હીલિયમ ગેસ બલૂન છે. જે પરંપરાગત અવકાશીય ઉપગ્રહો માટે એક બેસ્ટ ઓપ્શન છે. સમગ્ર પરિયોજનાનું કુલ બજેટ 30,000 રુપિયા છે. આ કિફાયતી કિંમતના ઉપગ્રહથી ઔદ્યોગિક વાયુ પ્રદૂષણના સ્તરનું સતત મોનિટરિંગ કરી શકાય છે.

વ્યાપક પ્રમાણમાં વાયુ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓમાંથી નીકળતા ગેસ વિષયક માહિતી મેળવવા માટે આ લઘુ સ્તરીય ઉપગ્રહ તૈયાર કરવામાં આવ્યો છે. જે વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં દૂરોગામી અસર કરશે. વાયુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જયપ્રકાશે તૈયાર કરેલ ઉપગ્રહ વાતાવરણમાં કેટલા વાયુ પ્રદૂષકો છે તેની જાણકારી મેળવવામાં યોગ્ય મદદ કરી શકશે.

જયપ્રકાશનું સપનું ઈસરોના વૈજ્ઞાનિક બનવાનું છે. તેનું લક્ષ્ય વાતાવરણમાં વાયુ પ્રદૂષણને દૂર કરીને એક પ્રદૂષણ મુક્ત દુનિયા માટે યોગદાન પ્રદાન કરી દેશની સેવા કરવાનું છે. અત્યંત નાણાકીય પડકારો હોવા છતાં જયપ્રકાશે પોતાની શાળામાં ગ્રિફોન એરો સ્પેસ કલબની સ્થાપના કરી છે. આ કલબ 1000થી વધુ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સંશોધનમાં ઉપયોગી એવા ઉપગ્રહોની કાર્યપદ્ધતિ અને ઉપકરણો વિષયક જ્ઞાન પૂરુ પાડે છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન સમ્મેલનમાં જયપ્રકાશ દ્વારા તૈયાર કરવામાં આવેલ હીલિયમ બલૂન ઉપગ્રહનું પ્રદર્શન કરવામાં આવશે. ઈસરોના બેંગાલુરુ સેટેલાઈટ સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર, માયલાસ્વામી અન્નાદુરાઈએ જયપ્રકાશને માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. જેઓ અત્યારે પૃથ્વીની સપાટીથી લાંબા અંતરે વાયુ પ્રદૂષણ પેદા કરતા ગેસ વિષયક માહિતી આપતા 2 મિનિ ઉપગ્રહો બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ આ આશાસ્પદ પ્રોજેક્ટનું સમર્થન અને ફંડિંગ કરવા તૈયાર છે...ડૉ. રામસુબ્રમણ્યન(પ્રિન્સિપાલ, ભરણી એજ્યુકેશન ગ્રૂપ)

  1. Navsari News: નવસારી ખાતે સ્પેસ ઓન વ્હીલ કાર્યક્રમ યોજાયો
  2. ISRO Associate Director : ઈસરો એસોસિએટ ડાયરેક્ટર બન્યા રાજકોટના મહેમાન, ચંદ્રયાન 3 પ્રોજેક્ટને લઇ મહત્ત્વની વાતચીત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.