ETV Bharat / bharat

એક ગુજરાતીએ 1321 કિલો ચાંદીની આ રીતે કરી તસ્કરી, બીજા રાજ્યની પોલીસ પણ ચોંકી

author img

By

Published : May 9, 2022, 1:17 PM IST

બસમાં ટાયર પાસે એક એવું ચોરખાનું બનાવ્યું હતું કે સીધી રીતે એના પર કોઈની નજર જ ન પડે. એટલું જ નહીં પ્રવાસીઓની બેસવાની સીટની નીચે એક બોક્સ બનાવી એમાં ચાંદી, સોનું તથા મોતી ( Silver Smuggling ) છુપાવ્યા હતા. પકડાયેલા આરોપીમાંથી એક વ્યક્તિ અમદાવાદનો રહેવાસી છે. એક અઠવાડિયામાં રાજસ્થાન પોલીસ (Rajasthan police Smuggling Operation )નું આ બીજું મોટુ ઑપરેશન છે.

બસમાં ચોરખાનું બનાવીને ગેરકાયદેસર 1321 કિલો ચાંદી ઝડપાઈ, આ રીતે થઈ રહી હતી તસ્કરી
બસમાં ચોરખાનું બનાવીને ગેરકાયદેસર 1321 કિલો ચાંદી ઝડપાઈ, આ રીતે થઈ રહી હતી તસ્કરી

ડુંગરપુર: પાડોશી રાજ્ય રાજસ્થાનના બિછીવાડા જિલ્લા પોલીસે એક મોટું ઑપરેશન ( Rajasthan police Smuggling Operation ) પાર પાડતા આગ્રાથી ગુજરાત જઈ રહેલી બસમાંથી ( Private Bus From Rajasthan ) પોલીસે 1321 કિલો ચાંદી જપ્ત કરી લીધી છે. આ સાથે રાજસ્થાન પોલીસે આ કેસમાં ડ્રાઈવર, ક્લિનર અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની પૂછપરછ શરૂ કરી દીધી છે. આગ્રાથી ગુજરાત જઈ રહેલી એક ટ્રાવેલ્સની બસમાંથી આ ચાંદી પકડાઈ (Silver Smuggling) છે. જેની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહી હતી. બસમાં એક ચોરખાનું બનાવીને આ ચાંદી છુપાવવામાં આવી હતી. પોલીસે બસ સહિત ચાંદી તેમજ કેટલીક રોકડ જપ્ત કરી લીધી છે. આ ચાંદી કોણે મંગાવી એ અંગે વિગત સામે આવી નથી.

આ પણ વાંચો: Jodhpur violence: જોધપુર હિંસામાં અત્યાર સુધીમાં 150 લોકોની ધરપકડ, કર્ફ્યૂ 2 દિવસ લંબાયો

આવી રીતે છુપાવી ચાંદી: રાજસ્થાન પોલીસના ડીસીપી રાકેશ કુમાર શર્માએ (DCP Rakesh Kumar Sharma) જણાવ્યું હતું કે, શ્રીનાથ ટ્રાવેલ્સની બસ (Shrinath Travels ) રવિવારે સવારે 11.20 વાગ્યે નેશનલ હાઈવે 48 પરથી પસાર થઈ રહી હતી. જ્યારે બસ રતનપુર બોર્ડર (Gujarat-Rajasthan Border ) પર પહોંચી ત્યારે પોલીસે બસને અટકાવી હતી. પહેલી વખત જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે બસમાંથી કંઈ મળ્યું ન હતું. પણ જ્યારે બસની નીચેની બાજું તપાસ કરવામાં આવી ત્યારે સ્પેર વ્હીલની નીચે એક બોક્સ જોવા મળ્યું હતું. જે અંદરની બાજુ હોવાથી સીધી રીતે નજરે ચડે એમ ન હતું. આ બોક્સ પર પોલીસને આશંકા ગઈ હતી. પોલીસે આ બોક્સ ખોલાવ્યું હતું. એટલું જ નહીં બસમાં અંદર સીટની નીચે પણ એક બોક્સ તૈયાર કરાયું હતું. જેમાં કેટલાક પાર્સલ બોક્સ હતા. મોટા પેકેજ પણ હતા.

કુલ 70 પાર્સલ: કુલ મળીને 70 પાર્સલ પેકેટ પોલીસ તપાસમાં મળી આવ્યા હતા. ડ્રાઈવર અને ક્લિનરને પૂછતા તેમણે કહ્યું કે, એમાં સોનું, ચાંદી અને મોતી છે. જ્યારે પોલીસે આ 70 કાર્ટુન ખોલીને જોયા ત્યારે એમાંથી ઝવેરાત, ચાંદીની મૂર્તિઓ અને અન્ય સામાન મળ્યો હતો. પોલીસ અધિકારી રાકેશ કુમારે ઉમેર્યું કે, પકડાયેલા સામાનની ગણતરી કરવામાં અને ગણવામાં કુલ 10 કલાકનો સમય પસાર થયો. રાત્રે 11 વાગ્યે ગણતરી પૂર્ણ થઈ હતી. કુલ 1321 કિલો ચાંદી, 923 ગ્રામ મોતી, 202 કિલો અને 432 કિલો નંગ, 210 ગ્રામ સોનું સહિત 56 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં આદિવાસી યુવકોને કયા કારણોસર મોતને ઘાટ ઉતારવવામાં આવ્યા, જાણો સમગ્ર ઘટના

ચાંદીની તકસ્કરીની બીજી મોટી ઘટના: જ્યારે રાજસ્થાન પોલીસે કરોડોની કિંમતના મોતી અને સોના-ચાંદી અંગે પૂછપરછ કરી ત્યારે ડ્રાઈવર અને ક્લિનર તથા સાથે રહેલા અન્ય એક વ્યક્તિએ કોઈ પ્રકારનો જવાબ આપ્યો નહીં. આ કેસમાં પોલીસે ધર્મેન્દ્રસિંહના પુત્ર શેરસિંહ પરમાર (રહે. રેવિયાપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા બસેડી, ધૌલપુર), લકદીરના પુત્ર મગન રબારી (રહે. અમરાઈ વાડી, અમદાવાદ), નારાયણલાલના પુત્ર અમરા ખરાડી (રહે. ઝિંઝવા, બિછીંવાડા)ની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. આ પહેલા તારીખ 6 મેના રોજ આ જ બસમાંથી ઉદયપુર પોલીસે 1222 કિલોથી વધારે ચાંદી જપ્ત કરી હતી. એના બરોબર બે દિવસ બાદ ફરીથી એ જ બસમાં કરોડો રૂપિયાના સોના-ચાંદી તેમજ મોતી જપ્ત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.