ETV Bharat / bharat

હોળી પર્વે પર સોમનાથ મહાદેવને અબીલ ગુલાબનો શણગાર

author img

By

Published : Mar 18, 2022, 11:34 AM IST

Updated : Mar 18, 2022, 1:51 PM IST

હોળીના (Holi 2022) પર્વે પર સોમનાથ મહાદેવને અબીલ ગલાલ અને ગુલાબનો અલોકીક શણગાર કરાવામાં આવ્યો હતો. રંગોના તહેવાર હોળી-ઘુળેટી (Holi 2022) પર્વની ભોળાનાથના સાનિધ્યમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

હોળી પર્વે પર સોમનાથ મહાદેવને અબીલ ગુલાબનો શણગાર
હોળી પર્વે પર સોમનાથ મહાદેવને અબીલ ગુલાબનો શણગાર

સોમનાથ: આજે હોળી (Holi 2022) પર્વે પર પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને સવારે અબીલ ગુલાલનો અલોકીક શણગાર કરવામાં આવ્યો હતો. રંગોના તહેવારના બે દિવસો દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો યાત્રાધામમાં ઉમટ્યા હતા. જેને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરી તૈયારીઓ પણ કરવામાં આવી હતી.

હોળી પર્વે પર સોમનાથ મહાદેવને અબીલ ગુલાબનો શણગાર

આ પણ વાંચો: Holi 2022 : રંગનો ઉત્સવ એટલે ધુળેટીનો પર્વ

ભોળાનાથને અબીલ ગુલાલ અને ગુલાબનો અલોકીક શણગાર : રંગોના તહેવાર હોળી-ઘુળેટી (Holi 2022) પર્વની ભોળાનાથના સાનિધ્યમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે હોળીના દિવસે સવારે સોમનાથ મહાદેવને પ્રાતઃ આરતી સમયે અબીલ ગુલાલ અને ગુલાબનો વિશિષ્ટ અલોકીક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન સોમનાથને કરાયેલ આ દિવ્ય શણગાર અને આરતીના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બની ગયા હતા. જ્યારે બપોરે મધ્યાહ્નન પૂજા અને આરતી અને સાંજે સાય પૂજન આરતી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Happy Dhuleti 2022 : ધુળેટીના પર્વને લઈને ચાઈનીઝ માલ ફિક્કો, ભારતીય ઉત્પાદિત વસ્તુઓની બોલબાલા

યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ : બે દિવસ તહેવારના રજાના દિવસો હોવાથી યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટશે તેવી આશા મંદિર ટ્રસ્ટના અધિકારી અને સ્થાનીક લોકો વ્યક્ત કરી હતી. આજે સવારથી ધીમો યાત્રાળુઓનો પ્રવાહ પણ સોમનાથ આવી રહ્યાનું જોવા મળી રહ્યુ હતુ.

Last Updated :Mar 18, 2022, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.