ETV Bharat / bharat

આંધ્રના નેલ્લોરમાં TDP ચીફ ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં નાસભાગ, 8 લોકોના મોત

author img

By

Published : Dec 28, 2022, 6:27 AM IST

Updated : Dec 28, 2022, 10:58 PM IST

સુરત જિલ્લાના બગુમરા ગામ પાસે થયું ફાયરિંગ
સુરત જિલ્લાના બગુમરા ગામ પાસે થયું ફાયરિંગ

22:39 December 28

જેતપુરમાં મુખ્ય રોડ પર જવાના રોડ પર ગેરકાયદેસર દીવાલને મહિલાઓ હટાવી

જેતપુરના સુંદરવન પાર્ક વિસ્તારના મુખ્ય રોડ પર જવાના રોડ પર અન્ય પાર્કના બિલ્ડરે દીવાલ બનાવી લીધી હતી. તે દૂર કરવાની સ્થાનિકોની નગરપાલિકાને બે દિવસ પૂર્વે રજુઆત બાદ પાલિકાએ 24 કલાકમાં દીવાલ દૂર કરવાની નોટીસ આપી હોવા છતાં દીવાલ દૂર ન કરાઈ હતી. મહિલાઓએ જાતે દીવાલ દૂર કરતા પોલીસ જવાનો તેમજ નગરપાલિકાની ટીમ દોડી આવી હતી અને અંતે નારી શક્તિનો વિજય થયો હતો.

22:29 December 28

આંધ્રના નેલ્લોરમાં TDP ચીફ ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં નાસભાગ, 7થી વધુ લોકોના મોત

આંધ્રપ્રદેશના નેલ્લોરમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં નાસભાગ મચી હતી. જેમાં 7થી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ પણ થયા છે. નાયડુ તેમની પાર્ટીના અભિયાનના ભાગ રૂપે જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા હતા. તેમણે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી.

22:22 December 28

ગોંડલમાં 140થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના ફાયદા અને યોજનાકીય માહિતી મેળવી

ગોંડલમાં આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ખેડૂત માટેની પ્રાકૃતિક કૃષિ રાત્રિ સભા યોજાઈ હતી. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ ખેડૂતો સાથે વાર્તાલાપ કરીને તેમને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા આપી હતી. 140થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના ફાયદા અને યોજનાકીય માહિતી મેળવી હતી.

21:42 December 28

ભાવનગરમાં હીરા ઉદ્યોગકારોએ જમીન હડપવાના આક્ષેપ મામલે સામૂહિક લેખિત અરજી કરી

ભાવનગરમાં હીરા ઉદ્યોગકારોએ આઈજીને લેખિત અરજી કરીને અસામાજિક તત્વોની રજુઆત કરી હતી. જેમાં હીરા બજારમાં જમીન હડપવાના આક્ષેપ મામલે સામૂહિક લેખિત અરજી કરી હતી.

19:36 December 28

SMCએ કબૂતર બાજીના માઇન્ડને ઝડપ્યો, 18 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ

SMCએ કબૂતર બાજીના માસ્ટર માઇન્ડ ભરત ઉર્ફે બોબી પટેલને ઝડપી લીધો છે. તપાસ દરમ્યાન 4 પાસપોર્ટ ડમી હોવાનું સામે આવ્યું છે. SMCએ 79 પાસપોર્ટ એક લેપટોપ અને અન્ય દસ્તાવેજો કબ્જે કર્યા હતા. બોબી પટેલ સાગરીતો સાથે મળી વિદેશ જવાના ખોટા દસ્તાવેજો બનાવતો હતો. અમદાવાદ શહેરના 4 મહેસાણાના 4 મુંબઈના 3 દિલ્લીના 5 અને અમેરિકાના 1 લોકો વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર કબૂતર બાજી મામલે SMCએ 18 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

19:28 December 28

ધો. 6થી 8 ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે 10- બેગલેસ ડેની જોગવાઈ

ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં 6થી 8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે 10- બેગલેસ ડેની જોગવાઈ કરવામાં આવી છે. જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે. જેમાં જુદા-જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે.

19:14 December 28

ભચાઉ નજીક 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છ: ભચાઉ નજીક 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સાંજે 6:44 મિનિટે પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિલોમીટર દૂર નોંધાયું હતું.

19:02 December 28

ઝારખંડની મોડલ ઈશા આલિયાની કોલકાતામાં લૂંટ દરમિયાન ગોળી મારી હત્યા

ઝારખંડની રાજધાની રાંચીના બરિયાતુ વિસ્તારમાં રહેતી મોડલ ઈશા આલિયાની કોલકાતામાં હત્યા કરવામાં આવી છે આલિયા તેના પતિ અને 3 વર્ષની પુત્રી સાથે ફિલ્મો માટે નવા કોસ્ચ્યુમ ખરીદવા કોલકાતા જઈ રહી હતી. કોલકાતા પહોંચ્યા પછી જ કેટલાક ગુનેગારોએ તેમને લૂંટ દરમિયાન ગોળી મારી દીધી હતી. જે બાદ આલિયાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

18:29 December 28

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો 1 કેસ, 7 દર્દીઓ હોમ આઈસોલેશનમાં

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો 1 કેસ નોંધાયો છે. હાલમાં 7 દર્દી એક્ટિવ છે. 7 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. અને 5 દર્દીઓને કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

17:35 December 28

ગોંડલમાં સરકારી સહાય તત્કાલ ઉપલબ્ધ વહીવટી તંત્ર ખડેપગે

ગોંડલમાં મનોદિવ્યાંગ પરિવારના ઘરે જઈને જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા ત્રણ વ્યક્તિના આધારકાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. વૃદ્ધ દંપતીની નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય મંજૂર કરવામાં આવી હતી. સરકારી સહાય તત્કાલ ઉપલબ્ધ વહીવટી તંત્ર ખડેપગે ઉભું છે.

17:29 December 28

સોનગઢમાં દારૂ પીધેલા શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો, શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ

સોનગઢમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. દારૂ પીધેલા શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો. દારૂડિયા શિક્ષક વિરુદ્ધ સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે શિક્ષકની ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

16:54 December 28

ગાંધીધામમાં લગ્નની ના પાડતા 26 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો

કચ્છ: ગાંધીધામમાં લગ્નની ના પાડતા 26 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હતો. પરિણીત યુવકે પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી. અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવકે લગ્નની ના પાડતાં યુવતીએ આપઘાત કર્યો હતો. આપઘાતના છ દિવસ બાદ પોલીસે પોલીસે આરોપી વિરૂદ્ધ આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

16:34 December 28

સુરતમાં પ્રેમીએ લગ્નની લાલચ આપી તરુણીને ગર્ભવતી બનાવી તરછોડી

સુરતમાં પ્રેમીએ લગ્નની લાલચ આપી તરુણીને ગર્ભવતી બનાવી તરછોડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ધો. 11માં અભ્યાસ કરતી તરુણી સાથે ફેસબુક પર મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાધ્યો હતો. તરુણી ગર્ભવતી થતાં પ્રેગ્નન્સી ટેસ્ટ બાદ હોટલમાં લઈ જઈ ગર્ભપાત કરાવ્યો હતો. જયસિંહ યાદવ વિરુદ્ધ ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

16:21 December 28

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તબીબો પાસેથી હીરાબાના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતાં તેમને સારવાર માટે શાહીબાગ વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હીરાબાની તબિયતને લઈને PM નરેન્દ્ર મોદી યુ એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. તબીબો પાસેથી માતા હીરાબાના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. માતાના ખબરઅંતર પુછ્યા હતા.

15:58 December 28

કચ્છમાં લખપતના ખટીયા ગામના સીમાડામાં આગ

કચ્છમાં લખપતના ખટીયા ગામના સીમાડામાં આગ લાગી હતી. આગના કારણે મોટા પ્રમાણમાં ઘાસ બળીને નષ્ટ થયું હતું.

15:46 December 28

વડાપ્રધાન મોદી યુ એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતાં તેમને સારવાર માટે શાહીબાગ વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હીરાબાની તબિયતને લઈને PM નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.

15:14 December 28

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને હીરાબા જલ્દીથી સાજા થાય તે માટેની પ્રાર્થના કરી

PM મોદીના માતા હીરાબાની તબિયત બગડતાં તેમને સારવાર અર્થે યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જેને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને હીરાબા જલ્દીથી સાજા થાય તે માટેની આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક મા અને દીકરા વચ્ચેનો પ્રેમ અનંત અને અમુલ્ય હોય છે. આ મુશ્કેલ સમયે મારો પ્રેમ કરો અને સમર્થન તમારી સાથે છે.

14:53 December 28

CM ભૂપેન્દ્ર પટેલે કરી નિષ્ણાંત ડોક્ટરો સાથે મુલાકાત, હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી

PM મોદીના માતા હીરાબાની તબિયત હાલ સુધારા પર છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી હતી. નિષ્ણાંત ડોક્ટરો સાથે મુલાકાત કરી હતી. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ પણ હાલ હોસ્પિટલમાં હાજર છે. આજે સવારે હીરાબાની તબિયત ખરાબ થતાં તેમને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે.

14:51 December 28

અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર પહોંચ્યા યુએન મહેતા હોસ્પિટલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જેને લઈને અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે.

14:44 December 28

હીરાબાની તબિયત સુધારા પર, PM મોદી અમદાવાદ આવવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતાં તેમને સારવાર માટે શાહીબાગ વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હીરાબાની તબિયતને લઈને PM નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. વડાપ્રધાન અથવા VVIP અમદાવાદ આવતા હોય છે ત્યારે સમગ્ર શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવે છે, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી નો ડ્રોન ફલાય ઝોન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

14:39 December 28

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા યુએન મહેતા હોસ્પિટલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેમને સારવાર અર્થે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સુધારા પર હોવાની સત્તાવાર માહિતી હોસ્પિટલ દ્વારા આપવામાં આવી છે.

14:32 December 28

ચાઇનીઝ દોરીને લઈને નગરપાલિકા દ્વારા આકસ્મિક ચેકિંગ

પંચમહાલમાં ચાઇનીઝ દોરીને લઈને નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું. શહેરા પાલિકાના ચીફ ઓફિસરની સૂચનાને લઈને પતંગ અને ફિરકીની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ હાથ ધરાતાં ચાઇનીઝ દોરીની 7 ફિરકી ઝડપાઈ હતી.

14:17 December 28

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બહાર પાડ્યું જાહેરનામુ

અમદાવાદ: પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેર નામુ બહાર પાડ્યું. અમદાવાદ શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું. 28 ડિસેમ્બર બપોરના 2 કલાકથી જાહેરનામું લાગુ. 24 કલાક સુધી જાહેરનામું અમલી રહેશે.

14:10 December 28

રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી પણ પહોંચ્યા યુ.એન.મહેતા હોસ્પિટલ

અમદાવાદ: રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ PM મોદીના માતા હીરાબાની તબીયત પુછવા યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા.

13:57 December 28

PM મોદીના એરપોર્ટ પર આગમનને લઈને બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી વારમાં અમદાવાદ પહોંચશે. એરપોર્ટ પર આગમનને લઈને બંદોબસ્ત ગોઠવાયો. PMના માતા હીરાબાની તબીયત બગડતા સારવાર માટે ખસેડાયા હતા આ માટે યુએન મહેતા હોસ્પિટલમાં PM મોદી ખબર અંતર પૂછવા પહોંચશે. અમદાવાદ સિટીને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો.

13:50 December 28

CM ભુપેન્દ્ર પટેલ PM મોદીના માતા હીરાબાની તબિયત પૂછવા જશે હોસ્પિટલ

અમદાવાદ: CM ભુપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં યુ.એન. મહેતા હોસ્પિટલમાં પહોંચશે. PM મોદીના માતા હીરાબાની તબિયત પૂછવા અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં જશે.

13:46 December 28

યુ.એન.મહેતા હોસ્પિટલનું સત્તાવાર બુલેટિન બહાર આવ્યું

અમદાવાદ: યુ.એન.મહેતા હોસ્પિટલનું સત્તાવાર બુલેટિન બહાર આવ્યું છે. PM મોદીના માતા હીરાબાની તબિયત સુધારા પર છે.

13:40 December 28

ચોરી કરનારા 95 વિદ્યાર્થીઓ અંગે નિર્ણય લેવાશે

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્ઝામિનેશન ડિસિપ્લિનરી કમિટીની બેઠક યોજાય છે. ચોરી કરનારા 95 વિદ્યાર્થીઓ અંગે નિર્ણય લેવાશે. પીડીએમ કોલેજમાં પરીક્ષા દરમિયાન વાઈરલ થયેલ વિદ્યાર્થી મામલે પણ નિર્ણય લેવાશે. પરીક્ષા દરમિયાન અલગ-અલગ રીતે ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓ મામલે બે દિવસ સુધી હિયરીંગ ચાલશે. જ્યારે ગેરરીતિ આચરનાર 95 પૈકી 48 વિદ્યાર્થીઓ માત્ર અમરેલી જિલ્લાના હોવાનું સામે આવ્યું.

13:37 December 28

આ ઉપરાંત મુદ્દામાલ સહિત કુલ 10.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા: વડોદરા તાલુકા પોલીસે ખાનપુર ગામ પાસેથી બોલેરો પિકઅપ ગાડીમાંથી 3.47 લખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત મુદ્દામાલ સહિત કુલ 10.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજસ્થાન પારસિંગ ગાડીનો ચાલક ફરાર છે.

13:30 December 28

ધારાસભ્યની હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન અનેક ક્ષતિઓ સામે આવી

જુનાગઢ: જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની ધારાસભ્ય સંજય કોરડીયાએ મુલાકાત લીધી. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્યની મુલાકાત દરમિયાન અનેક ક્ષતિઓ સામે આવી છે. સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ યોગ્ય રખડખાવ તેમજ સફાઈને લઈને અનિયમિતતા પણ જોવા મળી. મેડિકલ કોલેજમાં પ્રોફેસરો અને ડોક્ટરોની અનેક જગ્યાઓ ખાલી છે. મેડિકલ કોલેજના ડીન અને સિવિલ અધિક્ષકની હાજરીમાં તમામ વિગતોનો ધારાસભ્ય સંજય કોરડીયાએ રિપોર્ટ માંગ્યો.

13:27 December 28

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનાનો ભેદ ઉકેલાયો

સુરત: કતારગામ વિસ્તારમાં થયેલ 10 લાખની લૂંટનો મામલો સામે આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનાનો ભેદ ઉકેલાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 5 ઈસમોને ઝડપી પાડ્યા. દિવાળી પહેલા કતારગામ હીરાબજારમાં વેપારીને છેતરી બેગ લઈ ફરાર થઇ ગયા હતા.

13:12 December 28

યુ.એન.મહેતા હોસ્પિટલમાં PM મોદીના માતાને કર્યા એડમિટ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત લથડતા તેમને યુ એન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવે તેવી શક્યતાને પગલે પોલીસને એલર્ટ કરીને બંદોબસ્ત ની કામગીરી સોંપવામાં આવી. નરોડા, સરદારનગર અને એરપોર્ટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને બંદોબસ્ત સોંપવામાં આવી છે. સાથે યુ એન મહેતા હોસ્પિટલમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કે. કૈલાસનાથન,ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, દરિયાપૂરના ધારાસભ્ય કોશિક જૈન યુ.એન.મેહતા હોસ્પિટલ પહોચ્યા. પીએમ મોદી ૨ વાગ્યાની આસપાસ અમદાવાદ આવશે. એરપોર્ટથી સીધા માતાની ખબર અંતર પૂછવા જશે.

13:05 December 28

યુ.એન.મેહતા હોસ્પિટલમાં PM મોદીના માતા હીરાબાને દાખલ કર્યા

અમદાવાદ: PM મોદીના માતા હીરાબાની તબીયત નાદુરસ્ત થતા તેમને યુ.એન.મેહતા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

12:50 December 28

ગોધરા પાલિકા કચેરી સામે જ પેન્શનરો પ્રતિક ધરણાં પર ઉતર્યા

પંચમહાલ: પંચમહાલના ગોધરા નગરપાલિકાના 100 ઉપરાંત પેન્શનરો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. ગોધરા પાલિકા કચેરી સામે જ પેન્શનરો પ્રતિક ધરણાં પર ઉતર્યા છે. છેલ્લા ચાર માસથી પેન્શન ન મળ્યું હોવાને લઈને આ ધરણાં પર ઉતર્યા. ગોધરા નગરપાલિકા પેન્શનની ગ્રાન્ટ અન્ય કામોમાં વાપરી નાંખતી હોવાનો આક્ષેપ પેન્શનરોએ મૂક્યો છે. ચાર માસથી પેન્શન ન મળવાને કારણે તમામ પેન્શનરોની આર્થિક સ્થિતિ કથળી હોવાની રજૂઆત થઈ છે. અગાઉ પણ કલેકટર કચેરી સહિત રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય હોવાનું પેન્શનરોએ જણાવ્યું છે.

12:45 December 28

ભાજપ શાસિત પાલીકામાં ભાજપના સભ્યો કારોબારી બેઠકમાં ગેરહાજર અને વિરોધ નોંધાવતા તર્કવિતર્ક

સાબરકાંઠા: ઈડર નગરપાલીકા દ્વારા યોજાનાર ભરતીને લઇ કર્મચારીના નામોનું લિસ્ટ સોશીયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યું છે. જાગૃત નાગરીકે પાલીકા દ્રારા ભરતીમાં લેવાના કર્મચારીના નામોની સંભવિત યાદી જાહેર કરાતાં ખડભળાત મચી ગયો છે. ભાજપ શાસિત ઈડર નગરપાલિકામાં એક હથ્થા શાસન સામે ભરતી માં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. આવતી કાલે 29 તારીખે પાલિકામાં સફાઈ કર્મચારીઓનાં નામે ડ્રાઈવર પટાવાળા સફાઈ કર્મચારી સહિતની ખાલી જગ્યાઓ માટે ભરતી યોજાશે.પાલિકામાં મળેલ કારોબારી બેઠકમાં ભરતી નાં નિર્ણય સામે વિરોધ થયાની વાતને લઈ ચર્ચાને લઇ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો.ભાજપ શાસિત પાલિકામાં ભાજપના સભ્યોએ ભરતી પ્રકિયા સામે નારાજગી વ્યકત કરતાં ચકચાર મચ્યો છે.

12:40 December 28

સિક્યોરિટી, બેલદાર અને લાઈટ બિલ પાછળ એક વર્ષમાં 26 લાખ કરતા વધુનો ખર્ચ

સુરત: સુરતના મેયરના બંગલામાં સિક્યોરિટી, બેલદાર અને લાઈટ બિલ પાછળ એક વર્ષમાં 26 લાખ કરતા વધુનો ખર્ચ થયો છે. જેમાં 4 માર્શલ પાછળ વર્ષે 12,32,448નો ખર્ચ, 6 પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ માટે 9,21,384નો ખર્ચ, એક બેલદાર ગાર્ડન વિભાગ માટે 4,05,576નો ખર્ચ, લાઈટ બિલ પાછળ 1,03,790નો ખર્ચ આમ કુલ મળીને 26,63,198નો ખર્ચ એક વર્ષમાં કરાયો છે.

12:14 December 28

ટ્રોમાં સેન્ટર ઉપર પાર્કિંગ બાબતે થઈ બોલાચાલી

સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબની પોલીસ કર્મચારીઓ જોડે થઇ બોલાચાલી. ટ્રોમાં સેન્ટર ઉપર પાર્કિંગ બાબતે બોલાચાલી થઇ હતી. તબીબે પોલીસને રીક્ષા પાર્કિંગમાં મુકવા માટે કેહતા બોલાચાલી થઇ. 108 એમ્બ્યુલન્સ, અન્ય દર્દીઓને હાલાકી ના પડે તે માટે રીક્ષા પાર્કિંગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે આ સમગ્ર સૂચનાઓ ટ્રોમાં સેન્ટર ઉપર લગાવામાં આવી જ છે. પોલીસ લાજપોર જેલમાંથી કેદીને મેડિકલ સારવાર માટે રિક્ષામાં સિવિલ લઇને આવ્યા હતા.

11:56 December 28

ખેતરના પાકને જાનવરોથી બચાવવા ખેતરમાં કરંટની લાઇન મુકતા આ બની ઘટના

તાપી: ખેત પાકને બચાવવા માટે ખેતરની તાર વાળ પર મુકેલ કરંટની લાઇનથી કરંટ લાગતા ત્રણના મોત થયા છે. એકજ પરિવારના ત્રણ સભ્યોના કરંટ લાગતા મોત થયા છે. વાલોડ તાલુકાના મોરદેવી ગામની ઘટના છે. પિતા, માતા અને પુત્રના મોત થતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. ખેતરના પાકને ભૂંડ જેવા જાનવરોથી બચાવવા ખેતરમાં કરંટની લાઇન મુકતા આ ઘટના બની છે.

11:48 December 28

હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે બે સમુદાય આવ્યા આમને સામને

રાજકોટ: હનુમાન ચાલીસા લાઉડ સ્પીકરમાં વગાડવા મુદે વિવાદ થયો છે. પડધરીના અયોધ્યા ચોકની ઘટના સામે આવી છે. હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે બે સમુદાય આમને સામને આવ્યા છે. હનુમાન ચાલીસા માટે સ્પીકર મુકાતા અસામાજિક તત્વો ઉશકેરાયા હતા અને તાવા પ્રસાદ કાર્યક્રમ અંતર્ગત અસામાજિક તત્વોએ હુમલો કર્યો. તાવા પ્રસાદમાં હનુમાન ચાલીસા વગાડવાનું બંધ કરવા અસામાજિક તત્વોએ દબાણ કર્યું. લોકો દ્વારા દબાણ ન માનતા છરી અને તલવાર લઈને અસામાજિક તત્વોએ હુમલાનો પ્રયાસ કર્યો. 8-9 શખ્સો તલવાર લઈને હુમલાનો પ્રયાસ કર્યો.

10:51 December 28

કોવિશિલ્ડ રસી અને કોવેક્સિન રસીના 3 થી 4 હજાર જેટલો જથ્થો ઉપલબ્ધ

સુરત: સુરત કોર્પોરેશન વિસ્તારમાં ગત 10 દિવસની અંદર લગભગ 26 હજાર જેટલા વેકસીનેટ કરવામાં આવ્યા છે. કોવિશિલ્ડ રસી અને કોવેક્સિન રસીના 3 થી 4 હજાર જેટલો જથ્થો ઉપલબ્ધ છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં પ્રથમ ડોઝ 41 લાખ લોકોએ લીધો છે. 37 લાખ લોકોએ સેકન્ડ ડોઝ લીધો છે. આ ઉપરાંત 8 લાખ 51 હજાર જેટલા લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે.

10:33 December 28

પકડાયેલા ઈસમ પાસેથી પોલીસે 86 હજાર જેટલી રોકડ કબ્જે કરી

સુરત: સુરત ક્રાઇમબ્રાન્ચની ઓળખ આપતો નકલી પોલીસ ઝડપાયો. સચિને પોલીસે પોલીસની ઓળખ આપી તોડ કરતા ઈસમને ઝડપી પાડ્યો. પકડાયેલા ઈસમ પાસેથી પોલીસે 86 હજાર જેટલી રોકડ પણ કબ્જે કરી છે. પકડાયેલા ઈસમનું નામ મોહંમદ બાંગી હોવાનું બહાર આવ્યું છે.

10:12 December 28

પ્રથમ વખત કોઈ બ્યુટી સલુનમાં 43 લાખની વેટ ચોરી ઝડપાઈ

રાજકોટ: રાજકોટના બોનાન્ઝા બ્યુટી સલૂનની 7 બ્રાન્ચ પાર GST ના દરોડા પડયા છે. પ્રથમ વખત કોઈ બ્યુટી સલુનમાં 43 લાખની વેટ ચોરી ઝડપાઈ છે.

10:04 December 28

પહેલીવાર પ્રધાનો અને અધિકારીઓ મોબાઈલ વગર બેઠકમાં રહેશે હાજર

ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની બેઠક થશે. પહેલીવાર પ્રધાનો અને અધિકારીઓ મોબાઈલ વગર બેઠકમાં હાજર રહેશે. કોરોનાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરાશે. મહત્વના પ્રોજેક્ટની સ્થિતિની પણ સમીક્ષા થશે.

10:01 December 28

MD ડ્રગ્સ સાથે મહમ્મદ હુશેન શેખ નામના આરોપીની કરી ધરપકડ

અમદાવાદ: SOG ક્રાઈમે ફરી એક વખત MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ચંડોળા તળાવ પાસે MD ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો છે. 13 ગ્રામ MD ડ્રગ્સ સાથે મહમ્મદ હુશેન શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. SOG ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.

09:50 December 28

પાંચ હજારમાં બાળક આપનારની શોધખોળ હાથ ધરાઈ

અમદાવાદ: હ્યુમન ટ્રાફિકીંગનો કિસ્સો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે. બે લોકો સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરી છે. બે લોકોની નાગપુરની વર્ધા પોલીસે થોડા દિવસ પહેલા બાળક સાથે ધરપકડ કરી હતી. બાળક અમદાવાદ રેલવે સ્ટેશનની સામેથી એક વ્યક્તિ આપી ગયું હતું. બાળકને વિજયવાડા પહોંચાડવા આરોપીને સોંપ્યુ હતું. બાળક કોનું છે, કોને આપવાનું અને કેમ કેટલા રૂપિયામાં અપાયું તે બાબતે તપાસ શરૂ કરાઈ છે. કાલુપુર પોલીસે પાંચ હજારમાં બાળક આપનારની શોધખોળ હાથ ધરી છે.

08:01 December 28

રતનપુર બોર્ડર સાથેના અન્ય નાના મોટા આંતરરાજ્ય રસ્તાઓ પર પણ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ

રતનપુર: અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થઈને ગુજરાતમાં દારુ અને અન્ય નશીલા પદાર્થો ગુજરાતમાં ઘૂસાડાતો હોવાને લઈ પોલીસ સતત સરહદી માર્ગો પર સતર્ક રહેતી હોય છે. હાલમાં ખાસ કરીને 31 ડિસેમ્બરને લઈ સતર્કતા વધારી દેવામાં આવી છે. શામળાજી નજીક રતનપુર ચેકપોષ્ટ અને વિજયનગરની રાણી ચેકપોષ્ટ સહિત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને જોડતા રાજસ્થાનથી આવતા તમામ માર્ગો પણ પોલીસ દ્વારા ચાંપતી નજર દાખવવામાં આવી રહી છે. આ રસ્તાઓ પર ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યુ છે. જેથી તહેવારોની મજાઓને બગાડનારા અસમાજીક તત્વોની ગતિવિધીઓ પર રોક લગાવાઈ શકાય.

06:20 December 28

મોબાઈલ સ્નેચિંગ કરવા આવેલા બે યુવકોએ કર્યું ફાયરિંગ

બારડોલી: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામ પાસે ફાયરિંગની ઘટના બની છે. યુવક મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો, ત્યારે મોબાઈલ સ્નેચિંગ કરવા આવેલા બે યુવકોએ ફાયરિંગ કર્યું. યુવકે મોબાઈલ નહીં આપતા ફાયરિંગ કર્યું. ઇજાગ્રસ્ત યુવકને પ્રથમ બારડોલી અને ત્યારબાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

Last Updated : Dec 28, 2022, 10:58 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.