ETV Bharat / bharat

ચક્રવાત બિપરજોયથી ખરાબ અસરગ્રસ્ત ગુજરાતને ગૃહ મંત્રાલયે રૂપિયા 338.24 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 7:34 PM IST

ગૃહ મંત્રાલયે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી ગંભીર રીતે પ્રભાવિત હિમાચલ પ્રદેશને NDRF તરફથી રૂપિયા 633.73 કરોડની વધારાની નાણાકીય સહાયને પણ મંજૂરી આપી હતી.

Etv Bharat
Etv Bharat

ગાંધીનગર : ગૃહ મંત્રાલયે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી ગંભીર રીતે પ્રભાવિત હિમાચલ પ્રદેશને NDRF તરફથી રૂપિયા 633.73 કરોડની વધારાની નાણાકીય સહાયને પણ મંજૂરી આપી હતી.

નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, કેન્દ્ર અને ગુજરાત સરકારોએ સમયસર તૈયારીઓને કારણે ચક્રવાત દરમિયાન શૂન્ય જાનહાનિ સુનિશ્ચિત કરી હતી. ગુજરાતમાં અત્યંત ભયંકર ચક્રવાત બિપરજોય અને હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતને પગલે, ગૃહ મંત્રાલયે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે તાત્કાલિક આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમો તૈનાત કરી હતી.

સહાય મંજૂર કરવામાં આવી : ઓગસ્ટ, 2023માં હિમાચલ પ્રદેશને તાત્કાલિક રાહત કામગીરીનું સંચાલન કરવામાં મદદ કરવા NDRF તરફથી અગાઉથી રૂપિયા 200 કરોડની રકમ પણ જારી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતમાં એસડીઆરએફને તેના હિસ્સાના રૂપિયા 584 કરોડનો પ્રથમ હપ્તો અને હિમાચલ પ્રદેશમાં એસડીઆરએફને રૂપિયા 360.80 કરોડના તેના હિસ્સાના બંને હપ્તા જાહેર કર્યા હતા.

  1. Biparjoy impact in Rajasthan: ચક્રવાત બિપરજોય તો ગયું પરંતુ છોડી ગયું તબાહીની નિશાનીઓ
  2. Cyclone Biparjoy: નૌકાદળના અનેક જહાજો સ્ટેન્ડબાય, આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત બિપરજોય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.