ETV Bharat / bharat

Bhagwant Mann Cabinet Meeting : ભગવંત માન કેબિનેટની પ્રથમ બેઠક, લીધો આ મહત્વનો નિર્ણય

author img

By

Published : Mar 19, 2022, 4:36 PM IST

Updated : Mar 19, 2022, 6:38 PM IST

પંજાબમાં નવા ધારાસભ્યોએ પ્રધાન તરીકે શપથ (New ministers Oath in Punjab) લીધા બાદ (Panjab Cabinet Swearing) શનિવારે પ્રથમ કેબિનેટ બેઠક બોલાવવામાં (Bhagwant Manns first cabinet meeting) આવી છે. સીએમ ભગવંત માનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વિવિધ વિભાગોમાં 25,000 ખાલી જગ્યાઓ ભરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

first cabinet meeting of Bhagwant Mann: ભગવંત માન કેબિનેટની પ્રથમ બેઠક, આ બાબતો પર લઈ શકે છે નિર્ણય
first cabinet meeting of Bhagwant Mann: ભગવંત માન કેબિનેટની પ્રથમ બેઠક, આ બાબતો પર લઈfirst cabinet meeting of Bhagwant Mann: ભગવંત માન કેબિનેટની પ્રથમ બેઠક, આ બાબતો પર લઈ શકે છે નિર્ણય શકે છે નિર્ણય

ચંદીગઢ: પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને શનિવારે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 25,000 ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપી હતી, જેમાં પોલીસ વિભાગમાં 10,000નો સમાવેશ થાય છે, તેમની કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયેલા પ્રથમ નિર્ણયમાં મુખ્યપ્રધાન માનની અધ્યક્ષતામાં મળેલી (Bhagwant Manns first cabinet meeting) કેબિનેટ બેઠકમાં વિવિધ વિભાગોમાં 25,000 ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માને એક વીડિયો સંદેશમાં આની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાને તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, આજે મળેલી કેબિનેટ બેઠકમાં 25,000 સરકારી નોકરીઓનો એજન્ડા પસાર કરવામાં આવ્યો હતો.

યોગ્યતાના આધારે નોકરીઓ આપવામાં આવશે: માનએ કહ્યું કે, પંજાબ પોલીસ વિભાગમાં 10,000 જગ્યાઓ ભરવામાં આવશે અને બાકીની જગ્યાઓ વિવિધ વિભાગો, બોર્ડ અને કોર્પોરેશનોમાં હશે. યોગ્યતાના આધારે નોકરીઓ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ત્યાં કોઈ ભેદભાવ નહીં, કોઈ 'સૂચન' કે કોઈ લાંચ નહીં. આમ આદમી પાર્ટી (AAP) એ તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણી દરમિયાન બેરોજગારીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો.

એક મહિલા સભ્ય સહિત AAPના 10 ધારાસભ્યો સામેલ: અગાઉ શનિવારે ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ કેબિનેટમાં એક મહિલા સભ્ય સહિત AAPના 10 ધારાસભ્યોને સામેલ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે અહીં પંજાબ રાજભવન ખાતે ગુરુ નાનક દેવ સભાગૃહમાં એક સમારોહમાં 10 મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આમ આદમી પાર્ટી માને છે કે, તેના રાષ્ટ્રીય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પંજાબ મોડલ તૈયાર કરવું જરૂરી છે. તેને જોતા પહેલા જ દિવસથી પંજાબ મોડલને સુપરહિટ બનાવવાની કવાયત ચાલી રહી છે.

આ પણ વાંચો: Panjab Cabinet Swearing : ભગવંત માનની કેબિનેટમાં જાણો કોને મળ્યું સન્માન

ખેડૂતોને આપેલા વચનને પૂર્ણ કરવાની તૈયારી: ભગવંત માનની સરકાર ખેડૂતોને આપેલા વચનને પૂર્ણ કરવાની તૈયારી કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંતર્ગત તમામ ખેડૂતોને બૈસાખી સુધી મફત વીજળી આપવા અને તમામ સીમાંત, નાના અને મધ્યમ ખેડૂતોને સંપૂર્ણ લોન માફી આપવાની વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. આ માટે અધિકારીઓને ડેટા એકત્ર કરવા સૂચના આપવામાં આવી છે, જેથી કરીને સમયસર યોજનાનો અમલ થઈ શકે.

આ પણ વાંચો: કેન્દ્રએ MSP પર પંજાબમાંથી સૌથી વધુ અનાજ ખરીદ્યુ, બીજા નંબરે તેલંગાણા

અનુસૂચિત જાતિ પર વિશેષ ધ્યાન: જો પક્ષના સૂત્રોનું માનીએ તો, બાબાસાહેબ ભીમ રાવ આંબેડકરના જન્મદિવસ 14 એપ્રિલ સુધીમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ યોજના શરૂ કરી શકાય છે. વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ યોજના, વધુ અભ્યાસ માટે નાણાકીય સહાય, સ્વ-રોજગાર માટે પ્રોત્સાહન અને તાલીમ અંગે વિચારણા કરવામાં આવી રહી છે. પંજાબના વિદ્યાર્થીઓને દિલ્હી સરકારના એજ્યુકેશન મોડલની તર્જ પર આગળ વધારવાની જાહેરાત કરવામાં આવી શકે છે.

Last Updated : Mar 19, 2022, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.