ETV Bharat / bharat

કેન્દ્રએ MSP પર પંજાબમાંથી સૌથી વધુ અનાજ ખરીદ્યુ, બીજા નંબરે તેલંગાણા

author img

By

Published : Mar 19, 2022, 3:45 PM IST

ખેડૂત આંદોલન(Peasant movement) દરમિયાન પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ એક સત્ય એ પણ છે કે, ગયા વર્ષે કેન્દ્ર સરકારે MSP પર પંજાબમાંથી સૌથી વધુ અનાજની ખરીદી(Most grain purchases) કરી હતી. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ(Union Minister Piyush Goyal)ના જણાવ્યા અનુસાર, કેન્દ્ર દ્વારા ખરીદવામાં આવેલા કુલ અનાજના લગભગ 22 ટકા પંજાબ માંથી ખરીદેલ છે જ્યારે તેલંગાણા બીજા નંબર પર છે.

કેન્દ્રએ પંજાબમાંથી સૌથી વધુ MSP પર અનાજ ખરીદ્યુ, બીજા નંબરે તેલંગાણા
કેન્દ્રએ પંજાબમાંથી સૌથી વધુ MSP પર અનાજ ખરીદ્યુ, બીજા નંબરે તેલંગાણા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને લઘુત્તમ ટેકાના ભાવે અનાજ વેચવા મુદ્દે પંજાબ દેશમાં સર્વોચ સ્થાને રહ્યું છે. નવી અનુચૂચિ પરથી એ પ્રકાશિત થયુ છે કે, કેન્દ્ર સરકાર રાજ્ય પાસેથી જે અનાજખરીદે છે, તેમાંથી 22 ટકા અનાજ પંજાબમાંથી આવે છે. પાછલા નાણાકીય વર્ષમાં કુલ ખરીદેલા અનાજ માંથી પંજાબનો હિસ્સો લગભગ એક ચતુર્થાંશ હતો. આ માહિતી લોકસભામાં અન્ન અને જાહેર વિતરણ પ્રધાન પીયૂષ ગોયલે(Union Minister Piyush Goyal) આપી હતી.

આ પણ વાંચો: હરિયાણા અને પંજાબના ખેડૂતોમાં જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ અંગે મિશ્ર પ્રતિસાદ

પંજાબમાં દેશની 2 ટકા ખેતીલાયક જમીન: કેન્દ્ર સરકાર લઘુત્તમ ટેકાના ભાવના (MSP) આધારે કેન્દ્રીય પૂલ માટે ખેડૂતો પાસેથી અનાજની ખરીદી કરે છે. છેલ્લી ખરીફ સિઝન 2020-21માં કેન્દ્ર સરકારે લગભગ 896 લાખ ટન અનાજની ખરીદી કરી હતી, જ્યારે 2015-16માં 510 લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે અનાજની ખરીદીમાં 75 ટકાથી વધુનો વધારો કર્યો છે. કેન્દ્રીય પૂલ હેઠળ અનાજની ખરીદીને કારણે પંજાબને સૌથી વધુ ફાયદો થયો હતો. પંજાબમાં દેશની 2 ટકા ખેતીલાયક જમીન છે અને તેના પ્રમાણમાં રાજ્યની વસ્તી પણ દેશના 2 ટકા છે. પરંતુ આ રાજ્ય તેની ફળદ્રુપ જમીન અને સારી ખેતીને કારણે ભારત માટે અન્નકૂટ બની ગયું છે.

22 થી વધુ કૃષિ પાકોની ખરીદી: ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પિયુષ ગોયલે લોકસભામાં માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકાર કેન્દ્રીય પૂલ હેઠળ લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં અને ડાંગર સહિત 22 થી વધુ કૃષિ પાકોની ખરીદી કરે છે. અત્યાર સુધી સરકારને કેન્દ્રીય ખરીદી એજન્સીઓ તરફથી ખરીદીમાં કોઈપણ રાજ્ય સામે ભેદભાવ અંગે કોઈ ફરિયાદ મળી નથી.

આ પણ વાંચો: રાહુલ ગાંધીનો રંગીલો મિજાજ, લુધિયાણામાં ટ્રેકટર ચલાવ્યું

પંજાબમાંથી 203 લાખ ટન અનાજની ખરીદી: મોટાભાગના ઘઉં અને ચોખા પંજાબમાંથી લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવે છે. અર્થવ્યવસ્થા માટે ખાદ્યાન્ન પરની એ નિર્ભરતા હતી કે, 2020માં પંજાબ અને હરિયાણામાં કૃષિ અધિનિયમ સામે સૌથી વધુ વિરોધ પ્રદર્શનો થયા હતા. 2015-16 દરમિયાન પંજાબમાંથી 139 લાખ ટનથી વધુ અનાજની ખરીદી કરવામાં આવી હતી, જે વર્ષ દરમિયાન કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કુલ અનાજની ખરીદીના 27 ટકાથી વધુ હતી. પાંચ વર્ષ પહેલા તે સમયગાળામાં કેન્દ્રીય પૂલ હેઠળ 510 લાખ ટનથી વધુ અનાજની ખરીદી કરવામાં આવી હતી. 2020-21માં, કેન્દ્રીય પૂલ હેઠળ પંજાબમાંથી લગભગ 203 લાખ ટન અનાજની ખરીદી કરવામાં આવી હતી. આ કુલ ખરીદીના 22.54 ટકા છે.

તેલંગાણામાંથી 141 લાખ ટન અનાજની ખરીદી: પંજાબ પછી તેલંગાણા અનાજનું બીજું મોટું ઉત્પાદન કરતું રાજ્ય છે. ગયા વર્ષે, તેલંગાણામાંથી 141 લાખ ટનથી વધુ અનાજની ખરીદી કરવામાં આવી હતી, જે કેન્દ્રીય પૂલ હેઠળની કુલ અનાજની ખરીદીના લગભગ 16% જેટલી છે. તેલંગાણા પછી આંધ્રપ્રદેશ (84.57 લાખ ટન), ઓડિશા (77.33 લાખ ટન) અને છત્તીસગઢ (71.07 લાખ ટન)નો નંબર આવે છે. અન્ય મુખ્ય અનાજ ઉત્પાદક રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (66.84 લાખ ટન), હરિયાણા (56.55 લાખ ટન), તમિલનાડુ (66.84 લાખ ટન), મધ્ય પ્રદેશ (37.27 લાખ ટન), બિહાર (35.59 લાખ ટન), પશ્ચિમ બંગાળ (27.79 લાખ ટન)નો સમાવેશ થાય છે. ) અને મહારાષ્ટ્ર (18.99 લાખ ટન).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.