ETV Bharat / bharat

આજે પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન, તમામ માહિતી એક ક્લિકમાં...

author img

By

Published : Apr 5, 2021, 11:10 PM IST

આજે એટલે કે 6ઠ્ઠી એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. 31 બેઠકો પર યોજાનારા ત્રીજા તબક્કાના મતદાન માટે વિવિધ રાજકીય પાર્ટીઓના 205 ઉમેદવારો મેદાને છે.

આજે પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન
આજે પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન

  • 31 બેઠકો પર જામશે ચૂંટણી જંગ
  • 31 મતક્ષેત્રો પર 205 ઉમેદવારો મેદાને
  • 8 મતક્ષેત્રો 'રેડ એલર્ટ' તરીકે જાહેર કરાયા

હૈદરાબાદ: પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. બંને પક્ષો દ્વારા વિજયનો દાવો કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીની આ નિર્ણાયક જંગમાં કોને સિંહાસન મળશે? તે જોવું રહ્યું.

પાર્ટી પ્રમાણે ઉમેદવારોની સંખ્યા
પાર્ટી પ્રમાણે ઉમેદવારોની સંખ્યા
શું કહે છે ADRનો રિપોર્ટ?
શું કહે છે ADRનો રિપોર્ટ?

50 ટકા ઉમેદવારો માત્ર 12 ધોરણ પાસ

6 એપ્રિલના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 5થી વધુ મોટા રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષોમાંથી 31 મતક્ષેત્રો માટે કુલ 205 ઉમેદવારો મેદાનમાં છે. નોંધાયેલા કુલ 205 ઉમેદવારોમાં 193 પુરુષ અને 12 મહિલા ઉમેદવારો છે. આ ચૂંટણીમાં હાસ્યાસ્પદ વાત એ છે કે, 50 ટકા ઉમેદવારો એટલે કે 102 ઉમેદવારો માત્ર 12 ધોરણ પાસ છે.

ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોની સંખ્યા
ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોની સંખ્યા
સૌથી વધારે પોલીસ કેસ થયો હોય તેવા 5 ઉમેદવારો
સૌથી વધારે પોલીસ કેસ થયો હોય તેવા 5 ઉમેદવારો

સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશને નેવે મૂકીને ઉમેદવારોની પસંદગી

ઉમેદવારોની પસંદગી માટે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશને નેવે મૂકીને તમામ મુખ્ય રાજકીય પક્ષોએ મતદાનના ત્રીજા તબક્કામાં પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આશરે 26% ઉમેદવારોને ટિકિટ આપી છે. 31 મતક્ષેત્રોમાંથી 8 (26 ટકા) મતક્ષેત્રોમાં ચૂંટણી લડી રહેલા 3 કે તેથી વધુ ઉમેદવારો વિરૂદ્ધ પોલીસ ગુનાઓ નોંધાયા હોવાથી તેમને 'રેડ એલર્ટ' તરીકે જાહેર કરાયા છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા માટે અને મતદારોનો વિશ્વાસ વધારવા માટે રાજ્યમાં CAPFની 125થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

પાર્ટી પ્રમાણે મહિલા ઉમેદવારો
પાર્ટી પ્રમાણે મહિલા ઉમેદવારો
પશ્ચિમ બંગાળની ચૂંટણીની તમામ માહિતી, જૂઓ આ વીડિયોમાં..

અગાઉના 2 તબક્કામાં સરેરાશ 80 ટકા મતદાન

બંગાળમાં 1 એપ્રિલના રોજ યોજાયેલા મતદાનના પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર 80 ટકાથી વધુ વોટિંગ થયું હતું. જ્યારે, 27 માર્ચે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં લગભગ 79.79 ટકા મતદાન નોંધાયું હતું. આગામી 2 મે ના રોજ પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામો જાહેર થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.