ETV Bharat / bharat

સ્મશાન પણ નસીબ ન થયુ, પરિવારે મૃતદેહ ઘરમાં રાખવાની ફરજ પડી

author img

By

Published : Sep 7, 2022, 6:55 PM IST

મૃતદેહને દફનાવવા ખાડો ખોદવા જેસીબી લાવવામાં આવ્યુ હતુ, પરંતુ તે પણ એક કલાકથી વધુ સમય માટે કાદવમાં ફસાઈ ગઈ હતી. બાદમાં, કબ્રસ્તાનના સહેજ ઉંચા ભાગમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. road connectivity to graveyard cut due to rain, Family forced to keep dead body

સ્મશાન પણ નસીબ ન થયુ
સ્મશાન પણ નસીબ ન થયુ

ચિકમગાલુરુ: કર્ણાટકમાં ભારે વરસાદને કારણે કબ્રસ્તાન સાથેનો માર્ગ સંપર્ક તૂટી ગયો (road connectivity to graveyard cut due to rain) હોવાથી પરિવારને 2 દિવસ સુધી મૃતદેહ ઘરમાં રાખવાની ફરજ પડી (Family forced to keep dead body) હતી. આ બનાવ કદુરુ તાલુકાના એસ.બોમેનાહલ્લી ગામમાં બન્યો હતો.

વરસાદને કારણે કબ્રસ્તાનનો રોડ સંપર્ક તૂટી ગયો
વરસાદને કારણે કબ્રસ્તાનનો રોડ સંપર્ક તૂટી ગયો

અંતિમ સંસ્કાર : 55 વર્ષીય પ્રમોદનું રવિવારે બોમનહલ્લીમાં મૃત્યુ થયું હતું, પરંતુ અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવ્યા હતા. કારણ કે, ભારે વરસાદને કારણે કબ્રસ્તાનનો રોડ સંપર્ક તૂટી ગયો હતો. ઘણા વર્ષો પછી ગામનું તળાવ ભરાઈ ગયું છે અને અનેક દિશામાંથી પાણીનો મોટો જથ્થો વહી રહ્યો છે. જેથી રોડ કબ્રસ્તાનમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે તેઓ મૃતદેહ લઈ શક્યા ન હતા. જેથી પરિવારે મંગળવાર સાંજ સુધી રાહ જોવાની ફરજ પડી હતી. જ્યારે પાણીનું સ્તર થોડું ઓછું થયું ત્યારે તેઓ ઘૂંટણ સુધીના પાણીમાં ગયા અને અંતિમ સંસ્કાર કર્યા.

વરસાદને કારણે કબ્રસ્તાનનો રોડ સંપર્ક તૂટી ગયો
વરસાદને કારણે કબ્રસ્તાનનો રોડ સંપર્ક તૂટી ગયો

જેસીબી પણ કાદવમાં ફસાઈ: મૃતદેહને દફનાવવા ખાડો ખોદવા જેસીબી લાવવામાં આવ્યો હતો, પરંતુ તે પણ એક કલાકથી વધુ સમય માટે કાદવમાં ફસાઈ ગઈ હતી. બાદમાં, કબ્રસ્તાનના સહેજ ઉંચા ભાગમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ગામમાં આ સમસ્યા આજની કે ગઈકાલની નથી. છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા છે. સ્થાનિકોએ આ સમસ્યા અંગે અનેક વખત સંબંધિત પ્રતિનિધિઓને ફરિયાદ કરી હોવા છતાં કોઈ ફાયદો થયો નથી. સ્થાનિકોએ સરકાર અને અધિકારીઓની બેજવાબદારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.