ETV Bharat / bharat

EDને ચાર્જશીટમાં કર્યો દાવો, 'કરાચીમાં છે દાઉદ'

author img

By

Published : May 25, 2022, 6:58 AM IST

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ કરાચીમાં (Don Dawood In Karachi) છે. આ દાવો ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. EDએ દાઉદના ભત્રીજા (ED Quotes dons nephew in ચાર્જશીટ) ટાંકીને આ દાવો કર્યો છે.

EDને ચાર્જશીટમાં કર્યો દાવો, 'કરાચીમાં છે દાઉદ'
EDને ચાર્જશીટમાં કર્યો દાવો, 'કરાચીમાં છે દાઉદ'

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ (ED) અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Don Dawood In Karachi) કાસકર વિરુદ્ધ નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં તેના ભત્રીજા અલીશાહ પારકરને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, તે 'કરાંચીમાં રહે છે'. જો કે, હસીના પારકરના પુત્ર અલીશાહે કહ્યું છે કે, તે દાઉદના સંપર્કમાં નથી. EDએ તાજેતરમાં મુંબઈની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ એ જ કેસ છે જેમાં NCP નેતા નવાબ મલિક પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો: અવળી ગંગા: પત્નીના મારથી કંટાળેલો પતિ પહોચ્યો કોર્ટમાં, ઘરના સીસીટીવી આપ્યા પુરાવામાં

EDની ચાર્જશીટમાં દાવો કરાયો : EDની ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દાઉદની પત્ની મેહજબીન ઈદ જેવા તહેવારો દરમિયાન પારકર પરિવારનો સંપર્ક કરતી હતી. ફેબ્રુઆરીમાં પણ EDએ અલીશાહની પૂછપરછ કરી હતી. પુરાવા તરીકે ચાર્જશીટ સાથે તેમનું નિવેદન પણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમે છોટા શકીલના સહયોગી સલીમ કુરેશીની પણ પૂછપરછ કરી હતી.

દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી : EDએ દાવો કર્યો છે કે કુરેશી બનાવટી પાસપોર્ટના આધારે ઘણી વખત પાકિસ્તાન ગયો હતો. તે દાઉદ અને શકીલના ઈશારે પણ કામ કરતો હોવાનું કહેવાય છે. EDએ 3 ફેબ્રુઆરી 2022 ના રોજ NIA દ્વારા IPCની કલમ 17, 18, 20, 21, 38 અને 40 સાથે વાંચવામાં આવેલી કલમ 120B હેઠળ નોંધાયેલી FIRના આધારે દાઉદ ઈબ્રાહિમ અને અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: જ્ઞાનવાપી કેસમાં કોર્ટ પહેલા મુસ્લિમ પક્ષને સાંભળશે, હવે આગામી 26 મેના રોજ થશે સુનાવણી

FIRના આરોપીઓ : દાઉદ ઈબ્રાહીમ હાજી અનીસ ઉર્ફે અનીસ ઈબ્રાહીમ શેખ, શકીલ શેખ ઉર્ફે છોટા શકીલ, જાવેદ પટેલ ઉર્ફે જાવેદ ચિકના, ઈબ્રાહીમ મુશ્તાક અબ્દુલ રઝાક મેમણ ઉર્ફે ટાઈગર મેમણને આ FIRમાં આરોપી બનાવવામાં આવ્યા છે. FIRમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમે ભારત છોડ્યા પછી, તેણે હસીના પારકર ઉર્ફે હસીના આપા અને અન્ય જેવા તેના નજીકના સહયોગીઓ દ્વારા ભારતમાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.