ETV Bharat / bharat

માતા પિતાનો બાળકો પ્રત્યે ગુસ્સો તેમના DNAને અસર કરે છે, સંશોધનમાં મોટો ખુલાસો

author img

By

Published : Oct 20, 2022, 8:24 PM IST

બાળકોને શિસ્તમાં (Strict parenting) રાખવા માટે ઘણી વખત ઠપકો આપવો પડે છે, પરંતુ તેમને કંઈપણ શીખવવા માટે ઠપકો આપવો જોઈએ નહીં. બાળકો પ્રત્યે વધુ કડક વલણ (Change Due to Strict Parenting) અપનાવવાથી બાળકોના DNA પર અસર (DNA can Change Due to Strict Parenting) થાય છે. કડક વાતાવરણને કારણે બાળકો પોતાની જાતને મુક્તપણે વ્યક્ત કરી શકતા નથી અને તેઓ તણાવની સ્થિતિમાં આવી જાય છે.

Etv Bharatબાળકો પ્રત્યેકડક વલણ તેમના DNAને અસર કરે છે, સંશોધનમાં મોટો ખુલાસો
Etv Bharatબાળકો પ્રત્યેકડક વલણ તેમના DNAને અસર કરે છે, સંશોધનમાં મોટો ખુલાસો

ન્યૂઝ ડેસ્ક: આપણા વાતાવરણની બાળકના મન પર ઊંડી અસર પડે છે. કોઈપણ બાળક (Impact on children DNA) જે વાતાવરણમાં રહે છે તે પ્રમાણે કાર્ય કરે છે. બાળકોને જે પ્રકારનું વાતાવરણ આપવામાં આવે છે તે પ્રમાણે તેમના વિચાર અને વૃત્તિઓ બને છે. બાળકોને ભૂલ કરવા માટે (Change Due to Strict Parenting) ઠપકો આપવો એ ઠીક છે, તેનાથી તેમને તેમની ભૂલનો અહેસાસ થશે, પરંતુ, કેટલાક માતા-પિતા બાળકો સાથે ખૂબ કડક થઈ જાય છે જે બાળક માટે બિલકુલ સારું નથી. જો તમે પણ એવા માતા-પિતા છો જે બાળકો પર વધુ કડક હોય છે તો તમારે આ આદત બદલવી પડશે.

DNA પર અસર થાય: બેલ્જિયમની યુનિવર્સીટી ઓફ લ્યુવેનમાં કરવામાં આવેલ એક સંશોધન મુજબ (DNA can Change Due to Strict Parenting) બાળકો પ્રત્યે વધુ કડક વલણ અપનાવવાથી બાળકોના DNA પર અસર થાય છે. રિસર્ચ અનુસાર, જો માતા-પિતા ઉછેર દરમિયાન સતત કેટલાક મહિનાઓ સુધી કડક વાતાવરણ આપે છે, તો DNAમાં ફેરફાર થવાની સંભાવના છે.

ડિપ્રેશનનો શિકાર: બાળકોને શિસ્તમાં રાખવા (child prone to depression) માટે ઘણી વખત ઠપકો આપવો પડે છે, પરંતુ તેમને કંઈપણ શીખવવા માટે ઠપકો ન લેવો જોઈએ. કડક વાતાવરણને કારણે બાળકો પોતાની જાતને મુક્તપણે વ્યક્ત કરી શકતા નથી અને તેઓ તણાવની સ્થિતિમાં આવી જાય છે. જો બાળકો લાંબા સમય સુધી તણાવમાં રહે તો, તેઓ ડિપ્રેશનનો શિકાર (Impact on children DNA) બની શકે છે અને માનસિક રીતે બીમાર પડી શકે છે. યુનિવર્સિટીના સંશોધકોએ 21 કિશોરોને પસંદ કર્યા જેમણે કહ્યું કે, તેમના માતાપિતા સારા માતાપિતા છે અને પછી તેમની સરખામણી 23 કિશોરો સાથે કરી જેમણે કહ્યું કે, તેમના માતાપિતા કડક માતાપિતા છે. તમામ કિશોરોની ઉંમર 12 થી 16 વર્ષની વચ્ચે હતી, બંને જૂથોની સરેરાશ ઉંમર 14 વર્ષની હતી.

મેથાઈલેશન રેગ્યુલેટરી મિકેનિઝમને અસર: અભ્યાસ દરમિયાન, જે બાળકોના માતા-પિતા કડક (Strict parenting) હતા, તેમના DNAમાં 450,000 થી વધુ સ્થાનો પર ખૂબ જ ઉચ્ચ મેથિલેશન હતું. મેથિલેશન એ એક પ્રમાણભૂત પ્રક્રિયા છે જે, ત્યારે થાય છે, જ્યારે DNAમાં નાના રાસાયણિક પરમાણુ ઉમેરવામાં આવે છે. આ અંગે માહિતી આપતાં યુનિવર્સિટી ઓફ એમ્સ્ટર્ડમ મેડિકલ સેન્ટરના પ્રોફેસર ક્રિસ્ટીઆન વિંકર્સે જણાવ્યું હતું કે, તણાવ DNAના મેથાઈલેશન રેગ્યુલેટરી મિકેનિઝમને અસર કરે છે અને તેનાથી, જૂના અને ભુલાઈ ગયેલા તણાવને પણ બહાર આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.